________________
૧૨૨
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ સંક્ષેપાર્થ:- હે પ્રભુ! આપની અદ્ભુત શૂરવીરતા, ધૈર્યતા અને કર્મો પ્રત્યેની તીક્ષ્ણતાને જોઈને આ સેવકનું પણ મન આપના પ્રત્યે રુચિવાળું થયું છે. તથા આપના પ્રત્યે સારો એવો પ્રશસ્ત રાગ પ્રગટવાથી અને આપના ગુણો પ્રત્યે આશ્ચર્ય ઊપજવાથી; ગુણી એવા આપ પ્રભુ પ્રત્યે અભુતપણે મારો જીવ માચ્યો છે અર્થાત્ તલ્લીન થયો છે. આવા આત્મગુણ રુચિ થયે તત્ત્વ સાધન રસી, તત્ત્વ નિષ્પતિ નિર્વાણ થાવે; દેવચંદ્ર શુદ્ધ પરમાત્મ સેવન થકી, પરમ આત્મિક આનંદ પાવે. સૂ૦૮
સંક્ષેપાર્થ :- આત્માના સ્વાભાવિક અનંત એવા જ્ઞાન, દર્શન, સુખ, વીર્યાદિ ગુણોમાં રુચિ ઉત્પન્ન થયે, આત્મતત્ત્વ પ્રાપ્ત કરવાના સાધનમાં જીવ રસિક બને છે. પછી તે આત્મતત્ત્વની નિષ્પતિ એટલે પ્રાપ્તિ થવાથી ક્રમે કરીને જીવ નિર્વાણ એટલે મોક્ષપદને પામે છે. માટે શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે શુદ્ધ પરમાત્માની સેવા કરતાં જીવ જરૂર પોતાના પરમ આત્મિક આનંદને પામશે. ૮.
(૯) શ્રી સુરપ્રભ જિન સ્તવન
૧૨૧ - સંક્ષેપાર્થ – અનાદિથી ચાલ્યું આવતું પરભાવનું કર્તાપણું તેને મૂલથી છેદીને શુદ્ધ આત્મસ્વભાવના કર્તા બની, ક્ષપક શ્રેણી ઉપર આરોહતા એટલે આરોહણ કરીને અર્થાતુ ચઢીને પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુસંક વેદ તથા હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા એ સર્વનો કષાય સાથે સંગમ હતો તે સર્વ અશુદ્ધ ચેતનાનું પ્રભુએ સર્વથા નિવારણ કર્યું. lal ભેદ જ્ઞાને યથા વસ્તુતા ઓળખી, દ્રવ્ય પર્યાયમેં થઈ અભેદી; ભાવ સવિકલ્પતા છેદી કેવલ સકલ, જ્ઞાન અનંતતા સ્વામી વેદી. સૂ૦૪
સંક્ષેપાર્થ:- ભેદજ્ઞાનવડે વસ્તુના યથાર્થ સ્વરૂપને ઓળખી, પોતાના આત્મદ્રવ્ય અને પર્યાયમાં અભેદી થઈ અર્થાત્ સ્વસ્વરૂપમાં સ્થિરતા કરી, સર્વ વિકલ્પ ભાવને શુક્લધ્યાનના બળે છેદીને આત્માના અનંતજ્ઞાનનું વેદન કર્યું, અર્થાત્ કેવલજ્ઞાનસ્વરૂપ પોતાની જલહલ જ્યોતિને પ્રગટ કરી. //૪|| વીર્યક્ષાયિક બલે ચાલતા યોગની, રોધી ચેતન કર્યો શુચિ અલેશી; ભાવ શૈલેશીમેં પરમ અક્રિય થઈ, ક્ષય કરી ચાર તનુ કર્મશેષી. સૂપ
સંક્ષેપાર્થ:- હવે શ્રી સૂરપ્રભ જિનેશ્વર તેરમા ગુણસ્થાનકમાં આત્માના ક્ષાયિકવીર્ય બળે મન, વચન, કાયાના ત્રણેય યોગની ચપળતાનો રોલ કરીને પોતાના ચેતનને શુચિ એટલે પવિત્ર, અલેશી એટલે એ લેશ્યાઓથી મુક્ત કર્યો. પછી ચૌદમાં ગુણસ્થાનકમાં શૈલેશી એટલે પર્વત જેવી અડોલ સ્થિતિ કરીને પરમ અક્રિય થઈ, બાકી રહેલા વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય એ ચારે અઘાતીયા કર્મનો પણ ક્ષય કરી લીધો. //પા. વર્ણ રસ ગંધ વિનુ ફરસ સંસ્થાન વિનુ, યોગતનુ સંગ વિનુ જિન અરૂપી; પરમ આનંદ અત્યંત સુખ અનુભવી, તત્ત્વતન્મય સદા ચિસ્વરૂપી. સૂ૦૬
સંક્ષેપાર્થ :- હવે સિદ્ધ અવસ્થામાં પ્રભુ, શરીર રહિત હોવાથી પુદ્ગલના વર્ણ, રસ, ગંધ, સ્પર્શ, સંસ્થાન એટલે આકાર, વિનુ એટલે વગરના છે. તથા મન વચન કાયારૂપ યોગના સંગથી સર્વથા રહિત છે. તથા રાગદ્વેષને સર્વથા જિતનાર એવા જિન હવે અરૂપી છે. તેમજ પરમાનંદમય આત્માના અત્યંત સુખનો નિરંતર અનુભવ કરતાં થકાં આત્મતત્ત્વમાં તલ્લીન છે. અને ચિસ્વરૂપી અર્થાત્ સદા જ્ઞાનસ્વરૂપી છે. Iકા
તાહરી શુરતા ધીરતા તીક્ષ્ણતા, દેખી સેવક તણો ચિત્ત રાચ્યો; રાગ સુપ્રશસ્તથી ગુણી આશ્ચર્યતા, ગુણી અભુતપણે જીવ માગ્યો. સૂ૦૭
(૯) શ્રી સુરપ્રભ જિન સ્તવન શ્રી યશોવિજયજીત વિહરમાન વીશી
(રામપુરા બજારમાં- દેશી) સૂર પ્રભ જિનવર ધાતકી, પશ્ચિમ અર્થે જયકાર; મેરે લાલ, પુષ્કલાવઈ વિજયે સોહામણો, પુરી પુંડરિગિણી શણગાર;
મેરે લાલ, ચતુર શિરોમણિ સાહિબો. ૧ સંક્ષેપાર્થ :- ધાતકી ખંડના મહાવિદેહમાં, પશ્ચિમ અર્ધ્વ ભાગમાં આવેલ પુષ્કલાવતી વિજયમાં પુંડરિગિણી નામની સુંદર નગરી છે. તેના શણગારરૂપ એવા શ્રી સૂરપ્રભ જિનેશ્વરનો જય જયકાર થઈ રહ્યો છે. કેમકે મારા લાલ એટલે મનમોહકનાથ તે સર્વ ચતુર પુરુષોમાં શિરોમણિરૂપે ત્યાં શોભી રહ્યા છે. [૧]
નંદસેનાનો નાહલો, હય લંછન વિજય મલ્હાર; મેરે વિજયાવતી કૂખે ઊપજો, ત્રિભુવનનો આધાર. મેરે ચ૦૨ સંક્ષેપાર્થ :- જે નંદસેનાનો નાહલો કહેતા નાથ છે, જેમનું હય એટલે