SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ આજ્ઞાભક્તિ fe 1 “બોઘામૃત ભાગ-૧,૨,૩' માંથી - પદોના અર્થ વિચારવાં, તો બંઘવૃત્તિઓ રોકવામાં રસ આવે “અવકાશ હોય તો જીવે વીસ દોહરા, યમનિયમ, ક્ષમાપના, બાર ભાવના કે છ પદ ગમે તે વિચારવામાં રહેવાનું છે. જીવને બંઘવૃત્તિઓ રોકવામાં રસ આવતો નથી.” -બો.૧ (પૃ.૪૦૧) અર્થમાં ઉપયોગ રોકવો. વેઠ ન કાઢવી. સદ્ગુરુ આજ્ઞા આરાઘવી “વીશ દોહરા, યમનિયમ, ક્ષમાપના, આત્મસિદ્ધિ એ તો સમજાય એવી સરળ ભાષામાં છે. કિંઈ ન સમજાય એવું નથી. “ભક્તામર’ જેવું હોય તો ન સમજાય. હાલતાં, ચાલતાં, ગમે ત્યારે પણ કરી શકીએ એવું છે. પણ વેઠ કાઢે તો કંઈ અસર ન થાય. સારા નિમિત્તની જરૂર છે. સદ્ગુરુની આજ્ઞા આરાઘવી. “માણે થો” આજ્ઞા એ જ ઘર્મ છે.” -બો.૧ (પૃ.૧૨૦) અભણ પણ શ્રદ્ધાસહિત, ભાવપૂર્વક બોલે તો જ્ઞાન પ્રગટ થઈ જાય. પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ આખર વખતે વીસ દોહરા, યમનિયમ, ક્ષમાપના એ ત્રણ નિત્યનિયમ તરીકે દરરોજ ભાવપૂર્વક બોલવા જણાવ્યું છે. આટલું જો વિશ્વાસ રાખી કરવામાં આવે તો જ્ઞાન પ્રગટ થઈ જાય તેવું છે. કાંઈ શાસ્ત્રો જાણનાર પંડિતનો મોક્ષ થાય અને અભણનો ન થાય તેવું નથી. શ્રદ્ધાપૂર્વક આજ્ઞાનું આરાઘન કરવાથી બધું થાય છે.” -બો.૧ (પૃ.૧૦) સૂતી વખતે ત્રણ પાઠ બોલી કૃપાળુદેવનું શરણ લઈ સુવું “સાંજે સૂતી વખતે રોજ વીસ દોહરા, યમનિયમ, ક્ષમાપના બોલી કૃપાળુદેવનું શરણું લઈ સૂએ તો કંઈ મોડું ન થાય. એ કરવા જેવું છે. બોલતી વખતે આપણને ભાવ ફૂરે એવું કરવાનું છે. કૃપાળુદેવ હાજરાહજૂર જ ઊભા છે એવું જાણીને ભક્તિ કરવી. એનું જ શરણ લેવું.” -બો.૧ (પૃ.૩૮૮) ભક્તિ સાથે વાંચન રાખવું. વિચાર માટે ઘણા વાંચનની જરૂર છે કંઈક ભક્તિ કરીએ અને થોડું વાંચવાનું રાખવું. એથી સંસ્કાર પડે. કંઈક વિચાર થાય એ માટે ઘણા વાંચનની જરૂર છે. મન માંકડા જેવું છે. તેને મૃતરૂપી ઝાડ ઉપર ચઢવા દ્યો; નહીં તો કપડાં ફાડે.” -બોઘામૃત ૧ જ્ઞાનીના વચનો વિચારવામાં જેટલા ખોટી થઈશું તેટલું કલ્યાણ થશે “પૂજ્યશ્રી–સ્મરણનું વધારે જોર રાખવું. સ્મરણ હરતાં ફરતાં પણ કરવું. વીશ દોહરા આદિ ત્રણ પાઠ વારંવાર ભાવપૂર્વક બોલવાનું રાખવું. જીવે ઘણું કર્યું છે, પણ ભાવ વિના બધું લૂખું થયું છે. સત્પરુષનો બહુ ઉપકાર છે. આત્માને ઉન્નત બનાવે એવાં જ્ઞાની પુરુષોના વચનો છે. એમાં જેટલા ખોટી થઈશું તેટલું કલ્યાણ થશે.” -બો.૧ (પૃ.૪૮૧)
SR No.009109
Book TitleAgnabhakti
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Rajchandra
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy