SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન ગચ્છ કદાગ્રહ સાચવે રે, માને ઘર્મ પ્રસિદ્ધ, આતમગુણ અકષાયતા રે, ઘર્મ ન જાણે શુદ્ધ રે. ચંદ્રાનન તેમ પુરુષની આજ્ઞા વિનાની ક્રિયા તે ઘર્મનું કારણ નથી. “બાપ થમ્યો કાળા તવો”એવો શ્રી આચારાંગમાં પાઠ છે : જ્ઞાનીની આજ્ઞાનું આરાઘન એ જ ઘર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ. તો હવે ઘર્મ કે સમાધિમરણની પ્રાપ્તિની જેને ભાવના છે તેણે પરમ કૃપાળુદેવની આજ્ઞાનું આરાઘન કર્તવ્ય છે. પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનાવતાર ભગવંતે જે આજ્ઞા કરુણાનિધાન શ્રીમદ્ લઘુરાજસ્વામીને જણાવેલી તે જ આજ્ઞા તે સ્વામીશ્રીજીના જણાવવાથી તેમના વિશ્વાસપાત્ર બ્રહ્મચારીએ જણાવવાથી તમને આ જણાવું છું આમ કહી, વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, યમનિયમ આટલું નિત્યનિયમરૂપે કરવા જણાવશો અને પરમકૃપાળુદેવનો ચિત્રપટ તમારે ત્યાં હોય તેને નમસ્કાર કરવા જણાવી તે મહાપુરુષને સદ્ગુરુ ઘારી તેમની આજ્ઞાએ માત્ર આત્માર્થે સર્વ સદાચાર વ્રત વગેરે કરવા કહેશો. તેમની હાલ અત્યંત ઇચ્છા હોય તો “સહજાત્મસ્વરૂપ પરમગુરુમંત્ર પણ જણાવશો અને તેમાં નવકાર વગેરે અનેક મંત્રોનો સમાવેશ થઈ જાય છે. મરણ વખતે એ મંત્રમાં ચિત્ત રાખી ક્યાંય આસક્તિ નહીં રાખો અને સદ્ગુરુ પરમકૃપાળુદેવે જામ્યો છે, અનુભવ્યો છે, તે આત્મા મને પ્રાપ્ત હો એ જ ભાવનાથી મરણ કરનારને સમાધિમરણ પ્રાપ્ત થાય છે એમ શ્રી લઘુરાજ સ્વામીએ જણાવેલું તમને જણાવ્યું છે. બીજેથી મન ઉઠાવી એક પરમકૃપાળુદેવમાં ચિત્ત રાખશો તો એકની ઉપાસનામાં સર્વ જ્ઞાની સમાઈ જાય છે. કોઈની વિરાધના થતી નથી. વીતરાગ દશાને પ્રાપ્ત સર્વ પૂજ્ય છે. એ દ્રઢતા રાખી પ્રેમ ભક્તિ વર્ધમાન થાય તેમ કર્તવ્ય છેજી. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમભેદ સુ ઉર બસેં, વહ કેવલકો બીજ જ્ઞાની કહે, નિજકો અનુભવ બતલાય દિયે.” લોકરંજનનો માર્ગ મૂકી સમાધિ-મરણની તૈયારી હવે કરવી છે એ લક્ષ રાખી, જે જે સદાચાર, વ્રત, ક્રિયા, ભક્તિ કરશો તે સદ્ગુરુ આજ્ઞાએ ઉપકારી મોક્ષમાર્ગ સાઘક નીવડશેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિ.” (બો.૩ પૃ.૫૧૫) નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં.” પ્રજ્ઞાવબોઘ વિવેચન ભાગ-૨' માંથી - “આંખો મીંચી ત્વરિત-ગતિથી જીવ દોડ્યો જ દોડ્યો, ક્યાં જાવું છે? ખબર નથી તે; વેગમાં જેમ ઘોડો; દુઃખો ભારે ચતુર-ગતિમાં ભોગવ્યાં તે વિચારી, આજ્ઞા સાચા ગુરુની પકડો, તો મળી મોક્ષ-બારી. ૨૨ અર્થ – જેમ અજ્ઞાનવશ આંખો મીંચીને ત્વરિત-ગતિથી જડ ક્રિયા કરીને કે શુષ્કજ્ઞાની ૭૦
SR No.009109
Book TitleAgnabhakti
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Rajchandra
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy