SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ‘શુદ્ધભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ’..... આત્માર્થના લક્ષે સદાચરણ સેવી શુદ્ધભાવ પ્રાપ્ત કરવો ‘પ્રશ્ન :- જીવે કેમ વર્તવું? સમાઘાન - સત્સંગને યોગે આત્માનું શુદ્ધપણું પ્રાપ્ત થાય તેમ. પણ સત્સંગનો સદા યોગ નથી મળતો. જીવે યોગ્ય થવા માટે હિંસા કરવી નહીં; સત્ય બોલવું, અદત્ત લેવું નહીં; બ્રહ્મચર્ય પાળવું; પરિગ્રહની મર્યાદા કરવી; રાત્રિભોજન કરવું નહીં એ આદિ સદાચરણ શુદ્ધ અંતઃકરણે કરવાનું જ્ઞાનીઓએ કહ્યું છે; તે પણ જો આત્માને અર્થે લક્ષ રાખી કરવામાં આવતા હોય તો ઉપકારી છે, નહીં તો પુણ્યયોગ પ્રાપ્ત થાય. તેથી મનુષ્યપણું મળે, દેવતાપણું મળે, રાજ્ય મળે, એક ભવનું સુખ મળે, ને પાછું ચાર ગતિમાં રઝળવું થાય; માટે જ્ઞાનીઓએ તપ આદિ જે ક્રિયા આત્માને ઉપકારઅર્થે અહંકારરહિતપણે કરવા કહી છે, તે પરમજ્ઞાની પોતે પણ જગતના ઉ૫કા૨ને અર્થે નિશ્ચય કરી સેવે છે.’’ (વ.પૃ.૭૧૫) સત્પુરુષના સમાગમથી કે બોઘથી આત્મસ્વરૂપ શુદ્ધ થાય “સત્પુરુષ અને સત્શાસ્ત્ર એ વ્યવહાર કાંઈ કલ્પિત નથી. સદ્ગુરુ, સત્શાસ્ત્રરૂપી વ્યવહારથી સ્વરૂપ શુદ્ધ થાય, કેવળ વર્તે, પોતાનું સ્વરૂપ સમજે તે સમકિત. સત્પુરુષનું વચન સાંભળવું દુર્લભ છે, શ્રદ્ધવું દુર્લભ છે, વિચારવું દુર્લભ છે, તો અનુભવવું દુર્લભ હોય તેમાં શી નવાઈ ?’’ (વ.પૃ.૭૧૪) ‘બોઘામૃત ભાગ-૧'માંથી : શુદ્ધભાવના લક્ષે શુભમાં રહે તે પુણ્યાનુબંધી પુણ્ય અંતે મોક્ષ આપે “પૂજ્યશ્રી— શુદ્ધભાવ જો ન રહેતો હોય તો શુદ્ધભાવ જ મારે કરવા યોગ્ય છે એવો અંતરમાં લક્ષ રાખીને શુભભાવમાં પ્રવર્તે તો મોડેવહેલે શુદ્ધભાવની પ્રાપ્તિ થાય. મુમુક્ષુ–શુદ્ધભાવની જીવને ખબર નથી તો લક્ષ કેવી રીતે રહે? પૂજ્યશ્રી—જ્ઞાની પુરુષના અવલંબને શુદ્ધભાવનો લક્ષ ૨ખાય છે. જ્ઞાનીએ કહ્યું તે સાચું છે, હું તો કંઈ જાણતો નથી, એવો ભાવ રાખે તો શુદ્ધભાવનો લક્ષ રહે છે. શુદ્ધભાવને અર્થે જે શુભભાવ કરવામાં આવે છે તો પુણ્યાનુબંધી પુણ્ય એટલે પરંપરાએ મોક્ષનું કારણ થાય છે; અને જે શુદ્ધભાવના લક્ષ વિનાની ક્રિયા કરવામાં આવે છે તે શુભભાવ નથી પણ શુભક્રિયા છે. તેનું ફળ સંસાર છે.’” (બો.૧ પૃ.૧૨૬) શુદ્ધભાવ પામેલા પરમકૃપાળુદેવમાં ચિત્ત રાખવું “શુદ્ધભાવ ન રહેતા હોય ત્યારે શુદ્ધ ભાવ પામેલા પરમકૃપાળુદેવમાં ચિત્ત રાખવું. મરુદેવા કેળના ઝાડમાંથી મનુષ્ય થયા અને મોક્ષે ગયાં. આત્માની અનંત શક્તિઓ છે. આ મનુષ્યભવ મોક્ષની બારી સમાન છે. તેમાં પેસી જાય તો થાય, નહીં તો ફરી એવી બારી મળવી મુશ્કેલ છે. વાસનાથી (અશુભભાવથી) આખું જગત ભરેલું છે. વાસના એ જ દુઃખ છે, માટે આપણે ૪૧
SR No.009109
Book TitleAgnabhakti
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Rajchandra
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy