SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ'..... હું તો દોષ અનંતનું ભાન છું કરુણાળ'. આ સ્તવનમાં શ્રીનયવિજયજી, ભગવાન આગળ જીવના દોષો જણાવે છે - * “સાહિબ સાંભળો રે, સંભવ અરજ હમારી, ભવોભવ હું ભમ્યો રે, ન લહી સેવા તુમારી; નરય નિગોદમાં રે, તિહાં હું બહુ ભવ ભમીયો, તુમ વિના દુઃખ સહ્યાં રે, અહોનિશ ક્રોધે ઘમઘમિયો. સા૦૧ ઇન્દ્રિય વશ પડ્યો રે, પાલ્યાં વ્રત નવિ સંસે, ત્રસ પણ નવિ ગણ્યા રે, થાવર હણિયા હુંશે; વ્રત ચિત્ત નવિ ઘર્યા રે, બીજું સાચું ન બોલ્યું, પાપની ગોઠડી રે, તિહાં મેં હઈડલું જઈ ખોલ્યું. સા૨ ચોરી મેં કરી રે, ચઉવિહ અદત્ત ન ટાળ્યું, શ્રી જિન આણશું રે, મેં નવિ સંજમ પાળ્યું; મધુકર તણી પરે રે, શુદ્ધ ન આહાર ગવેખ્યો, રસના લાલચે રે, નીરસ પીંડ ઉવેખ્યો. સા.૩ નરભવ દોહિલો રે, પામી મોહ વશ પડિયો, પરસ્ત્રી દેખીને રે, મુજ મન તિહાં જઈ અડિયો; કામ ન કો સર્યા રે, પાપે પિંડ મેં ભરિયો, શુદ્ધ બુદ્ધ નવિ રહી રે, તેણે નવિ આતમ તરિયો. સા૦૪ લક્ષ્મીની લાલચે રે મેં બહુ દીનતા દાખી, તોપણ નવિ મળી રે, મળી તો નવિ રહી રાખી; જે જન અભિષે રે, તે તો તેહથી નાશે, નૃણ સમ જે ગણે રે, તેહની નિત્ય રહે પાસે. સાપ ઘન ઘન તે નરા રે, એહનો મોહ વિછોડી, વિષય નિવારીને રે, જેહને ઘર્મમાં જોડી; અભક્ષ્ય તે મેં ભખ્યાં રે, રાત્રિ ભોજન કીઘાં, વ્રત નવિ પાળિયાં રે, જેહવાં મૂળથી લીધાં. સા૦૬ અનંત ભવ હું ભમ્યો રે, ભમતાં સાહિબ મળિયો, તુમ વિના કોણ દિયે રે, બોણિરયણ મુજ બળિયો; સંભવ આપજો રે, ચરણકમળ તુમ સેવા, નય એમ વીનવે રે, સુણજો દેવાધિદેવા. સા૦૭નિત્યક્રમ (પૃ.૨૬૫) ૩૯
SR No.009109
Book TitleAgnabhakti
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Rajchandra
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy