SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ‘હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ’..... આજ્ઞાનો ભંગ થશે માટે કાન આગળ હાથ રાખી ચાલતાં સમવસરણ પાસે આવ્યો કે તેના પગમાં કાંટો વાગ્યો. કાંટો કાઢવા માટે કાન ઉપરથી હાથ લઈ કાંટો કાઢવા માંડ્યો કે તે જ વખતે પ્રભુના મુખની વાણી તેના સાંભળવામાં આવી ગઈ. “જેમના ચરણ પૃથ્વીને અડતા નથી, નેત્ર પલકરહિત હોય, પુષ્પમાળા કદી કરમાતી નથી અને શરીર પસીનાથી તથા ધૂળથી રહિત હોય તે દેવતા કહેવાય છે.’” આટલા વચન સાંભળવાથી ‘મેં ઘણું સાંભળી લીધું, તેથી મને ધિક્કાર છે' એમ વિચારતો ઉતાવળે પગમાંથી કાંટો કાઢી અને પાછો કાન પર હાથ મૂકી ત્યાંથી પોતાને કામે ગયો.’’ ‘સારી રીતે રચેલા દંભને બ્રહ્મા પણ પામી શકતા નથી' બીજે દિવસે પાણીમાં હાથી પેસે તેમ રોહિણેય ચોર હંમેશની જેમ નગરમાં પેઠો અને ત્યાંથી નગર ફરતા ફરી વળેલ સૈન્યની જાળમાં તે માછલાની જેમ સપડાઈ ગયો. તેને બાંધીને કોટવાળે રાજાની પાસે રજૂ કર્યો. રાજાએ અભયકુમારને સોંપ્યો. અભયકુમારે કહ્યું – ચોરીના મુદ્દા સાથે પકડાય તો જ તેનો નિગ્રહ વિચારી શકાય. રાજાએ રોહિણેયને પૂછ્યું કે તું ક્યાંનો રહેવાસી છે ? તારી આજીવિકા કેવા પ્રકારે ચાલે છે? તું આ નગરમાં શા માટે આવ્યો હતો ? તારું નામ રોહિણેય કહેવાય છે તે ખરું છે ? ત્યારે રોહિણેય બોલ્યો – “હું શાલિગ્રામમાં રહેનારો દુર્ગચંડ નામે કણબી છું. રાત્રે દેવાલયમાં રહ્યો હતો. રાત્રિ ઘણી થઈ તેથી ઘરે જવા નીકળ્યો કે આ રાક્ષસ જેવા કોટવાળ અને સિપાઈઓએ મને પકડ્યો અને મને બાંધીને અહીં લાવ્યા છે.” રાજાએ ગુપ્ત રીતે શાલિગ્રામમાં તપાસ કરાવી તો લોકોએ પણ કહ્યું કે દુર્ગચંડ અહીં રહે છે. પણ હમણાં તે બીજે ગામ ગયેલ છે એમ લોકોએ કહ્યું. રાજપુરુષોએ રાજાને તેવા ખબર આપ્યા. એટલે અભયકુમાર વિચારમાં પડ્યો કે “અહો! સારી રીતે રચેલા દંભના અંતને બ્રહ્મા પણ પામી શકતા નથી.’’ ચોરને પકડવા અભયકુમારે દેવલોકની રચના કરાવી પછી અભયકુમારે દેવતાના વિમાન જેવા રત્નોથી જડિત સાત માળના એક મહેલમાં ગંધર્વો સંગીત સાથે મહોત્સવ કરે છે તે મહેલમાં અભયકુમારે તે ચોરને દારૂ પીવરાવીને બેહોશ કરી અને દેવદુષ્ય વસ્ત્રો પહેરાવી ત્યાં શય્યા પર સુવડાવ્યો. જ્યારે નશો ઊતરી ગયો ત્યારે અભયકુમારની આજ્ઞાથી નરનારીઓના સમૂહે ‘જય પામો, જગતમાં તમે આનંદ કરો.’ ‘હે ભદ્ર! તમે આ મોટા વિમાનમાં દેવતા થયા છો તો તમે તમારા પૂર્વના કરેલા સુકૃત્ય દુષ્કૃત્યને યથાર્થ અમને જણાવો, પછી સ્વર્ગમાં ભોગ ભોગવો.’ તે સાંભળી રોહિણેય વિચારમાં પડ્યો કે, ‘શું આ સત્ય હશે? અથવા શું મને મારી કબૂલાત કરાવી પકડવા માટે અભયકુમારે આ પ્રપંચ રચેલ હશે?” એમ વિચારતાં તેને પગમાંથી કાંટો કાઢતી વખતે સાંભળેલું વીરપ્રભુનું વચન યાદ આવ્યું, તેથી પ્રતિહાર, ગંધર્વો, અપ્સરાઓ વગેરેની તરફ જોયું તો તે બધાને પૃથ્વી પર સ્પર્શ કરતા, પસીનાથી મલિન થયેલા, કરમાયેલી પુષ્પની ૩૩
SR No.009109
Book TitleAgnabhakti
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Rajchandra
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy