SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન હતું તે પ.પૂ.પ્રભુશ્રીજીએ સાક્ષાત્ નજરે જોયેલું. તેનું અદ્ભુત માહાસ્ય લાગવાથી પરમકૃપાળુદેવ ઉપર લખેલ એક પત્રમાં તેમના ગુણગાન કરે છે અને તેમનું શરણ ઇચ્છે છે, તે આ પ્રમાણે છે – પ.પૂપ્રભુશ્રીજીનો પરમકૃપાળુદેવ પ્રત્યે અનન્ય શરણભાવ “અનન્ય શરણના આપનાર પરમ પવિત્ર દીનબંધુ, ગરીબનવાજ, અશરણના શરણ, ભાગ્યના ભેરૂ, મેરૂની પેરે અડોલ, સૂરજની પેરે ઉદ્યોતના કરણહાર, પાણીની પેરે નિર્મળ, ચિંતામણિ રત્ન સમાન, પારસમણિ સમાન, કલ્પવૃક્ષ સમાન, સમુદ્રની પેરે ગંભીર, ચંદ્રમાની પેરે શીતળતાના કરણહાર, સફરી જહાજ સમાન, સફરી જહાજ તો એકવાર તારે, પણ હે નાથે આપ તો ભવોભવના તારણહાર છો. સમતાના સાગર, દયાળુ, દયાના સાગર, કરુણાનિધિ, પરમ પવિત્ર, ક્ષમાવંત, ઘીરજવંતા, લજ્જાવંતા, સત્યસ્વરૂપી મહાત્મા રાજ્યચંદ્ર પ્રભુશ્રીની સેવામાં વિનંતી. હે પ્રભુ! હવે હું શું કરું. હાય હાય! આ સંસાર તો બળી રહ્યો છે. અને હું આપનો સેવક સંસારરૂપી લાયમાં દાખું . તેને હવે હે પ્રભુ! તમે જોશોને. હે નાથ! હાથ ઝાલી બહાર કાઢોને. તમારા દાસને તમારી પાસે રાખો.” કેમકે આપ તો દીનાનાથ દયાળ છો. જ્યારે – હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ' હે કરુણાળુ એવા પરમકૃપાળુ પ્રભુ! અનાદિકાળના મિથ્યાત્વને લઈને હું તો અજ્ઞાનથી અંઘ થયેલો છું, માટે હું અનંત દોષનું ભાજન છું – પાત્ર છું. કેમકે હુંપણું અને મારાપણું જે દોષના મૂળ છે, તે તો મારામાં હાડોહાડ ભરેલા છે. જ્યારે આપ તો દેહાતીત-આત્મસ્વરૂપમાં સ્થિત હોવાથી અનંતગુણના ભંડાર છો અને સ્વભાવે અનંત દયાના સાગર છો. મુજ અવગુણ ગુરુરાજ ગુણ, માનું અનંત અમાપ; બાળક કર પહોળા કરી, દે દરિયાનું માપ.” -પૂજ્યશ્રી બ્રહ્મચારીજી અર્થ - મારામાં અનંત અવગુણ છે અને ગુરુરાજ આપમાં અનંત ગુણ છે. જેમ બાળક હાથ પહોળા કરી દરિયાનું માપ બતાવે કે દરિયો આટલો મોટો છે; તેમ કોઈપણ જીવ આપના ગુણોનું માપ કાઢી શકે નહીં. કેમકે આપના ગુણો તે અમાપ છે, અપરંપાર છે. “શ્રીમદ્ રાજચંદ્રામાંથી – દોષો દૂર કરવાના ઉપાયો - પોતાના અલ્પદોષને વિષે અત્યંત ખેદ હોવો જોઈએ. સર્વથી સ્મરણજોગ વાત તો ઘણી છે, તથાપિ સંસારમાં સાવ ઉદાસીનતા, પરના અલ્પગુણમાં પણ પ્રીતિ, પોતાના અલ્પદોષને વિષે પણ અત્યંત ક્લેશ, દોષના વિલયમાં અત્યંત વીર્યનું ફરવું. એ વાતો સત્સંગમાં અખંડ એક શરણાગતપણે ધ્યાનમાં રાખવા યોગ્ય છે.” (પૃ.૩૭૬) ૨૮
SR No.009109
Book TitleAgnabhakti
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Rajchandra
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy