SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ વચન નયન યમ નાહી'.... E 3 ) ભગવાનના વચનથી વિપરીત બોલવાથી અનંતસંસાર વધ્યો રજ્જા સાથ્વીનું દૃષ્ટાંત - “એકદા રજ્જા આર્યાના શરીરમાં પૂર્વકર્મના આ અનુભાવથી કુષ્ટ વ્યાધિ ઉત્પન્ન થયો, તે જોઈને બીજી સાધ્વીઓએ તેને પૂછ્યું કે * “હે દુષ્કર સંયમ પાળનારી! આ તને શું થયું ?” તે સાંભળી પાપકર્મથી ઘેરાયેલી રજા બોલી કે “આ પ્રાસુક જળ પીવાથી મારું શરીર નષ્ટ થયું.” તે સાંભળીને “આપણે પણ આ પ્રાસુક જળ વરજીએ”એમ સર્વ સાધ્વીઓનાં હૃદયમાં વિચાર થઈ ગયો, તેમાંના એક સાધ્વીએ વિચાર્યું કે “જો કદાપી મારું શરીર હમણાંજ આ મહા વ્યાધિથી નાશ પામે, તો પણ હું તો પ્રાસુક જળ તજીશ નહીં. ઉકાળેલું જળ વાપરવાનો અનાદિ અનંત ઘર્મ કૃપાળુ જિનેશ્વરોએ કહેલો છે તે મિથ્યા નથી. આનું શરીર તો પૂર્વે ઉપાર્જન કરેલા કર્મથી વિનષ્ટ થયું છે. અહો! તે નહીં વિચારતાં આ રજ્જા અનંત તીર્થકરોની આજ્ઞાનો લોપ કરનારું અને મહા ઘોર દુઃખ આપનારું કેવું દુષ્ટ વચન બોલી?” ઇત્યાદિ શુભ ધ્યાન કરતાં વિશેષ શુદ્ધિના વશથી તે સાધ્વીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તરતજ દેવોએ કેવળીનો મહિમા કર્યો. પછી ઘર્મદેશનાને અંતે રજ્જાએ કેવળીને પ્રણામ કરીને પૂછ્યું કે “હે ભગવન્! કયા કર્મથી હું કુષ્ટાદિક વ્યાધિનું પાત્ર થઈ? કેવળીએ કહ્યું કે “સાંભળ, તને રક્તપિત્તનો દોષ છતાં તેં સ્નિગ્ધ આહાર કંઠ સુઘી ખાધો. તે આહાર કરોળિયાની લાળથી મિશ્ર થયેલો હતો. વળી તેં આજે એક શ્રાવકના છોકરાના મુખ ઉપર વળગેલી નાકની લીંટ મોહના વશથી સચિત જળથી ઘોઈ હતી. તે શાસનદેવીથી સહન થયું નહીં, તેથી તારી જેમ બીજાઓ પણ તેવું અકાર્ય ન કરે તેવા હેતુથી શાસનદેવીએ તને તે કર્મનું ફળ તત્કાળ બતાવ્યું, તેમાં પ્રાસુક જળનો દોષ કિંચિત્ પણ નથી.” alle ore by ૨૦૯
SR No.009109
Book TitleAgnabhakti
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Rajchandra
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy