SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ આજ્ઞાભક્તિ fe 1 તેને ક્રોથી, દયાભાવ સહિત હોય તેને દયાવાન કહેવો એ ઋજુસૂત્રનયથી કથન છે. / ૫. શબ્દનય :- કોઈ મહાપુરુષ આવતા હોય તેમને માટે માનાર્થ સૂચક એ શબ્દ કહે કે તેઓ પઘાર્યા. આ વાક્યમાં જો કે બહુવચનનો પ્રયોગ એકવચનમાં કર્યો છે. છતાં શબ્દનયની અપેક્ષાએ તે બરાબર છે. અથવા કોઈ કથાનું વર્ણન કરતા હોઈએ ત્યારે ભૂતકાળમાં બનેલ હકીકતને વર્તમાનમાં કહેવી. જેમકે લડાઈ ચાલી રહી છે, સેના લડી રહી છે, તોપોનો મારો ચાલી રહ્યો છે, લોહીની ઘારાઓ વહી રહી છે, એમ કહેવા છતાં તે શબ્દનયની અપેક્ષાએ યથાર્થ છે. ૬. સમભિરૂઢનય :- એક વસ્તુના અનેક શબ્દ નક્કી કરવા, પછી ભલે ને શબ્દના અર્થમાં ભેદ હોય. જેમકે સ્ત્રીને અબળા કહેવી, અથવા મૃગનયની કે નારી આદિ કહેવું, અથવા ઇન્દ્રને શક્ર, પુરન્દર અથવા સહસ્ત્રાક્ષી આદિ કહેવું. શબ્દોના અર્થ ભિન્ન હોવા છતાં પણ એક વ્યક્તિ માટે તેનો પ્રયોગ કરવો તે સમભિરૂઢનયની અપેક્ષાથી સત્ય છે. ૭. એવંભૂતનય :- જે શબ્દનો વાસ્તવિક અર્થ જે હોય, તેવી ક્રિયા કરનારને જ તે શબ્દથી બોલાવવો તે એવંભૂતનય કહેવાય છે. જેમકે વૈદું કરનારને જ વૈદ્ય કહેવો, દુર્બલ સ્ત્રીને અબળા કહેવી, પૂજા કરતો હોય તેને જ પૂજારી કહેવો, રાજ્ય કરતો હોય, ન્યાય કરતો હોય ત્યારે જ રાજા કહેવો, રસોઈ કરતો હોય ત્યારે જ રસોયો કહેવો. એમ પોતપોતાની ક્રિયા કરતો હોય ત્યારે જ તે પ્રમાણે કહેવું તે એવંભૂતનયનું કથન કહેવાય છે. વસ્તુના વાસ્તવિક સ્વરૂપને સમજવા માટે આ સાતેય નયોની ઘણી ઉપયોગિતા છે.” -સહજસુખસાધન (પૃ.૪૭૮)ના આઘારે હવે ચાર નિક્ષેપ સંબંધી બોઘામૃત ભાગ-૧ માં નીચે પ્રમાણે જણાવે છે : “મુમુક્ષુ – નિક્ષેપ એટલે શું? પૂજ્યશ્રી – નિક્ષેપ ચાર પ્રકારે છે. તે વસ્તુને ઓળખવાના કામમાં આવે છે. ૧. નામનિક્ષેપ - એટલે નામથી વસ્તુ ઓળખાય છે. જેમ ઋષભદેવ એમ કહેતા તે રાજા હતા, પછીથી તેમણે રાજ્યનો ત્યાગ કર્યો હતો, તે તીર્થંકર હતા. તે નામ નિક્ષેપ છે. બધુ એક નામ કહેતાં સાંભરી આવે. ૨. સ્થાપના નિક્ષેપ - એટલે જે વસ્તુ હાજર ન હોય પણ તે સ્થાપનાથી જણાય. જેમ કે પ્રતિમા છે તે ભગવાનની સ્થાપના છે. ૩. દ્રવ્ય નિક્ષેપ - જે પૂર્વે થઈ ગયું છે અથવા ભવિષ્યમાં થવાનું છે, તેને વર્તમાનમાં હોય એમ કહેવું. જેમકે શેઠના છોકરાને શેઠ કહે. શેઠનો છોકરો વર્તમાનમાં શેઠ નથી પણ ભવિષ્યમાં થશે. તેને લઈને તેને શેઠ કહે છે. બીજાં, કોઈ રાજા હોય, પછીથી તેને ઉતારી નાખ્યો હોય તો પણ લોકો તેને રાજા કહે છે કારણ તે પહેલાં હતો. એ દ્રવ્ય નિક્ષેપના દ્રષ્ટાંતો છે. ૪. ભાવનિક્ષેપ - વર્તમાનમાં જેવું હોય તેવું જ કહે. જેમકે કોઈ રસોઈયો હોય અને રસોઈ ન કરતો હોય તો તેને રસોઈયો ન કહે, રસોઈ કરતો હોય ત્યારે જ રસોઈયો કહે.”-બો.ભા.૧ (પૃ.૧૯૫) ૧૬
SR No.009109
Book TitleAgnabhakti
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Rajchandra
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy