SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન અર્થ - પાંચે ઇન્દ્રિયો પોતપોતાના વિષયોને ઇચ્છે છે. આંખ રૂપને, કાન / સંગીતને, નાક સુગંઘને અને મુખ સ્વાદને તથા શરીર કોમળ સ્પર્શને ઇચ્છે છે. છે તે ઇન્દ્રિયો જીવને અસંયમના માર્ગમાં ખેંચી જાય છે. જ્યારે સંયમરૂપ લગામથી આ ઇન્દ્રિયોરૂપી ઘોડાઓને જે વશ કરે તે જ સાચા નિગ્રંથ છે.” ૩ (પ્ર.વિ.ભાગ-૨ પૃ.૫૫) “વિષય વિષે વૃત્તિ ફરે એ જ અસંયમ જાણ, બાહ્ય ત્યાગ પણ નટ-દશા, શું સાથે કલ્યાણ? ૨૧ અર્થ :- હવે ત્રીજી સુખશય્યા સંયમ છે. તેના વિષે સમજાવે છે : પાંચ ઇન્દ્રિયોના શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ વિષયોમાં જીવની વૃત્તિ ફર્યા કરે એ જ અસંયમ છે એમ તું જાણ. મનના એવા અસંયમ પરિણામ હોવા છતાં બાહ્ય પદાર્થોનો ત્યાગ કરી જગતને સાધુ કહેવરાવવું તે નાટક કરનાર નટની સ્થિતિ જેવું છે. જેમ નટ રાજા બને પણ તે રૂપ નથી તેમ ‘વેષ ઘર્યા જો સિદ્ધ થાય તો ભાંડ ભવૈયા મોક્ષે જાય” અથવા “ઉપર વેષ અચ્છો બન્યો, માંહે મોહ ભરપૂરજી.” એવા જીવો આત્માનું કલ્યાણ શું સાધી શકે ?” ઉપર તજે ને અંતર ભજે, એમ નવિ સરે અર્થજી; વણસ્યો રે વર્ણાશ્રમ થકી, અંતે કરશે અનર્થજી, ત્યાગના ટકે રે વૈરાગ્ય વિના” -નિષ્કુલાનંદ ૨૧ાા (પ્ર.વિ.ભાગ-૧ પૃ.૧૨૯) “મળ્યું બંઘનનું ફળ દેહ આ, દેહમાં ઇંદ્રિય-ગ્રામ રે, તે રૂપ, રસાદિ વિષયો ગ્રહે, થાય નવા બંઘ આમ રે. શ્રી રાજ.” અર્થ - પૂર્વે આઠ કર્મો બાંધ્યા તેના ફળસ્વરૂપે આ દેહની પ્રાપ્તિ થઈ. તે દેહમાં પાંચ ઇન્દ્રિયોએ પોતાનું ગામ વસાવ્યું. તે ઇન્દ્રિયો પોતાના રૂપ, રસ, ગંઘ અને સ્પર્શ અને શબ્દરૂપ વિષયોને ગ્રહણ કરે છે. તેથી ફરી નવા કર્મના બંઘ થયા કરે છે. પણ આ બંઘ-પરંપરા જાણવી, ચાલી રહી ઘટમાળ રે, વિષયોની આસક્તિ વડે નભે ગૃહસ્થ - જંજાળ રે. શ્રી રાજ, અર્થ - અનાદિકાળની આ બંધ પરંપરા જાણવી. ભાવકર્મથી દ્રવ્યકર્મ અને દ્રવ્યકર્મથી નોકર્મરૂપ દેહાદિને ઘારણ કર્યા કરું છું. આ ઘટમાળ એટલે કૂવાના ઘડાની માળ સમાન કે ઘાંચીના બળદની જેમ હું આ સંસારમાં જ ત્યાંની ત્યાં અનાદિથી ભમ્યા કરું છું. પાંચ ઇન્દ્રિયોના વિષયોની આસક્તિના કારણે આ ત્રિવિધ તાપાગ્નિમય ગૃહસ્થની જંજાળ નભી રહી છે. વિષયોની આસક્તિના કારણે કરોળિયાની જાળ સમાન કુટુંબાદિને પાથરી તેમાં ફસાઈને હું દુઃખી થયા કરું છું.” Iકા (પ્ર.વિ.ભાગ-૨ પૃ.૩૨૪) “હે! મન-બાળક, નારી-રૂપ-કૂપ પાસે રમવા ના જા રે, મોહ–સલિલે ડૂબી મરશે, એવી દોડ ભૂલી જા રે. પરો. ૧૮૮
SR No.009109
Book TitleAgnabhakti
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Rajchandra
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy