SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ તે બંઘન નથી ત્યાગ'.. શ્રીમદ્ રાજચંદ્ર' માંથી : સ્વચ્છેદ અને ચાર પ્રતિબંઘ, પ્રભુની સેવામાં બાધક “સર્વ સ્થળે એ જ મોટા પુરુષોનો કહેવાનો લક્ષ છે, એ લક્ષ જીવને સમજાયો નથી. તેના કારણમાં સર્વથી પ્રઘાન એવું કારણ સ્વચ્છેદ છે અને જેણે સ્વચ્છંદને મંદ કર્યો છે, એવા પુરુષને પ્રતિબદ્ધતા (લોકસંબંઘી બંઘન, સ્વજનકુટુંબ બંઘન, દેહાભિમાનરૂપ બંઘન, સંકલ્પવિકલ્પરૂપ બંઘન) એ બંઘન ટળવાનો સર્વોત્તમ ઉપાય જે કંઈ છે તે આ ઉપરથી તમે વિચારો. અને એ વિચારતાં અમને જે કંઈ યોગ્ય લાગે તે પૂછજો. અને એ માર્ગે જો કંઈ યોગ્યતા લાવશો તો ઉપશમ ગમે ત્યાંથી પણ મળશે. ઉપશમ મળે અને જેની આજ્ઞાનું આરાઘન કરીએ એવા પુરુષનો ખોજ રાખજો. (વ.પૃ.૨૯૦) પ્રજ્ઞાવબોઘ વિવેચન ભાગ-૧" માંથી - “લોકસ્વજન-નન-કલ્પના બંધનરૂપ સંબંઘ પ્રભુજી; સત્રદ્ધા દ્રઢ આદરી, ટાળું બઘા પ્રતિબંઘ, પ્રભુજી. રાજ હવે સ્વઘામરૂપ મોક્ષપ્રાપ્તિમાં બાઘક એવા જે ચાર પ્રકારના બંધન છે તેને ટાળવા જણાવે છેઃ અર્થ - લોકસંબંધી બંઘન, સ્વજન કુટુંબરૂપ બંઘન, દેહાભિમાનરૂપ બંધન અને સંકલ્પવિકલ્પરૂપ બંઘન. આ ચારેય બંઘન સાથે મારે સંબંધ રહેલો છે. પણ સત્પરુષ ઉપર દ્રઢ સત્રદ્ધા કરીને તેમની આજ્ઞા પ્રમાણે વર્તી આ બઘા પ્રતિબંધને હવે દૂર કરું. જીવને બે મોટા બંઘન છે : એક સ્વચ્છંદ અને બીજું પ્રતિબંધ. સ્વચ્છેદ ટાળવાની ઇચ્છા જેની છે તેણે જ્ઞાનીની આજ્ઞા આરાઘવી જોઈએ; અને પ્રતિબંઘ ટાળવાની ઈચ્છા જેની છે, તેણે સર્વસંગથી ત્યાગી થવું જોઈએ. આમ ન થાય તો બંઘનનો નાશ થતો નથી. સ્વચ્છંદ જેનો છેદાયો છે તેને જે પ્રતિબંધ છે, તે અવસર પ્રાપ્ત થયે નાશ પામે છે. આટલી શિક્ષા સ્મરણ કરવારૂપ છે.” (વ.પૃ.૨૯૧) ૧૦ણા -પ્રજ્ઞાવબોઘ વિવેચન ભા.૧ (પૃ.૫૨૭) જ્યાં સુધી રાગ બંઘન છે, ત્યાં સુધી ઉપાધિ છે. અલ્પકાળમાં ઉપાધિ રહિત થવા ઇચ્છનારે આત્મપરિણતિને કયા વિચારમાં આણવી ઘટે છે કે જેથી તે ઉપાધિરહિત થઈ શકે? એ પ્રશ્ન અમે લખ્યું હતું. તેના ઉત્તરમાં તમે લખ્યું કે “જ્યાં સુઘી રાગબંઘન છે ત્યાં સુધી ઉપાધિરહિત થવાતું નથી, અને તે બંઘન આત્મપરિણતિથી ઓછું પડી જાય તેવી પરિણતિ રહે તો અલ્પકાળમાં ઉપાધિરહિત થવાય.’ એ પ્રમાણે ઉત્તર લખ્યો તે યથાર્થ છે.” (વ.પૃ.૪૬૪) જેનો પ્રતિબંઘ કરે તેના વિચાર આવે ગુરુ શિષ્યનું દૃષ્ટાંત – “એક ગુરુ હતા. તેમની પાસેથી છ મહિનામાં શિષ્યો જ્ઞાન ૧૮૫
SR No.009109
Book TitleAgnabhakti
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Rajchandra
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy