SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ સમજ નહીં નિજ ઘર્મની, નહિ શુભ દેશે સ્થાન.... એ બઘી અજ્ઞાનભક્તિ જ છે. એ શું આપે? કૂવામાં પાણી હોય તો બહાર આવે. જ્ઞાનીની ભક્તિ તે જ ખરી ભક્તિ છે. જેણે આત્મા જાણ્યો છે, તેની ભક્તિ સાચી છે.” (બો.૨ પૃ.૨૦૧) નહીં ભજન દૃઢ ભાન'... ભકિતમાર્ગમાં પ્રવેશ કરવા માટે પ્રભુના ભજન ગાવા કે તેમના ગુણગ્રામ કરવા કે તેમના ગુણોનું ચિંતવન કરવું જોઈએ તેનું પણ મને દ્રઢપણે ભાન આવ્યું નહીં અથવા તેમની કથા સાંભળવાનો ભાવ પણ મને થયો નહીં. તો ભક્તિમાર્ગમાં મારો પ્રવેશ કેવી રીતે થાય? “સમજ નહીં નિજ ઘર્મની'... નિજ ઘર્મ એટલે શું? તો કે આત્માનો ઘર્મ. તેની પણ મને સમજ નથી. ગીતામાં કહ્યું છે “સ્વધર્મે મરાં શ્રેય: પરથ ભાવ:” સ્વધર્મ એટલે આત્મઘર્મમાં રહીને મરવું સારુ, પણ પરધર્મ એટલે આત્મા સિવાય પરભાવો બધા ભયરૂપ છે. માટે પરમકૃપાળુદેવે પણ કહ્યું–‘આત્મવિચાર કર્તવ્યરૂપ ઘર્મ ભજવો યોગ્ય છે.” પણ હે પ્રભુ! મને નિજ એટલે પોતાના આત્માનો ઘર્મ એટલે સ્વભાવ, તે ખરેખર શું છે? તેની પણ મને ખબર નથી. શ્રીમદ્ રાજચંદ્રામાંથી - આત્મામાં આત્મબુદ્ધિ કરે તો પરિભ્રમણ ટળે, પરમાં મારાપણું કરે તો તે વધે સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી છે. બીજા પદાર્થમાં જીવ જો નિજબુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા પામે છે; અને નિજને વિષે નિજબુદ્ધિ થાય તો પરિભ્રમણદશા ટળે છે. જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્યનો છે, તેણે, તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે, તેની દાસાનુદાસપણે અનન્ય ભક્તિ કરવી, એ પરમ શ્રેય છે; અને તે દાસાનુદાસ ભક્તિમાનની ભક્તિ પ્રાપ્ત થયે જેમાં કંઈ વિષમતા આવતી નથી, તે જ્ઞાનીને ઘન્ય છે. તેટલી સર્વાશદશા જ્યાં સુધી પ્રગટી ન હોય ત્યાં સુધી આત્માને કોઈ ગુરુપણે આરાઘે ત્યાં પ્રથમ તે ગુરુપણું છોડી તે શિષ્ય વિષે પોતાનું દાસાનુદાસપણું કરવું ઘટે છે.” (વ.પૃ.૪૩૬) જૈનધર્મનો આશય આત્મા પોતાનો સારભૂત શાશ્વત સ્વભાવ પામે એ જ છે “જૈનધર્મનો આશય, દિગંબર તેમ જ શ્વેતાંબર આચાર્યોનો આશય, ને દ્વાદશાંગીનો આશય માત્ર આત્માનો સનાતન ઘર્મ પમાડવાનો છે, અને તે જ સારરૂપ છે. આ વાતમાં કોઈ પ્રકારે જ્ઞાનીઓનો વિકલ્પ નથી. તે જ ત્રણે કાળના જ્ઞાનીઓનું કહેવું છે, હતું અને થશે; પણ તે નથી સમજાતું એ જ મોટી આંટી છે. બાહ્ય વિષયોથી મુક્ત થઈ જેમ જેમ તેનો વિચાર કરવામાં આવે તેમ તેમ આત્મા અવિરોધી થતો જાય; નિર્મળ થાય.” (વ.પૃ.૭૬૫). ૧૬૭
SR No.009109
Book TitleAgnabhakti
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Rajchandra
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy