SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ”નું વિવેચન સહજ અનંત સુખ જેમાં રહે છે તે આત્મા, આનંદઘન એટલે પરમાનંદ પ્રગટે કે હું કો વરસે તેવો બોઘ વરસાવનાર, એવાં અપાર નામ સદ્ગુરુનાં છે. કારણ કે સત્ . દેવ, સઘર્મ અને સસ્વરૂપને ઓળખાવનાર સદ્ગુરુ છે. તેમના ગુણોનો પાર આવે તેમ નથી તેથી તે ગુણોનો સાગર છે. તત્ત્વાર્થસૂત્રમાં તીર્થંકર નામકર્મનાં કારણો જણાવ્યાં છે તેમાં આચાર્યભક્તિ, ગુરુભક્તિ ગણાવી છે. એમ અનેક શાસ્ત્રોમાં ગુરુભક્તિ તીર્થકર નામકર્મ બાંધવાનું કારણ કહેલ છે. તેથી પરમગુરુ એવા શ્રીમદ્ રાજચંદ્ર ગુરુદેવ ત્રિકાળ જયવંત વર્તા, તેમને અગણિત નમસ્કાર હો !” -નિ.પાઠ (પૃ.૧૨) “એમ પ્રણમી શ્રી ગુરુરાજકે પદ આપપરહિત કારણે; જયવંત શ્રી જિનરાજ (ગુરુરાજ) વાણી કરું તાસ ઉચ્ચારણ; ભવભીત ભવિક જે ભણે, ભાવે, સુણે, સમજે, સદ્દો, શ્રી રત્નત્રયની ઐક્યતા લહી, સહી સો નિજ પદ લહે. (સહી સો પરમ પદ લહે).” ૪ અર્થ - એમ શ્રીમદ્ રાજચંદ્ર ગુરુભગવંતના ચરણકમળમાં પ્રણામ કરીને સ્વપરહિતને અર્થે જયવંત એટલે ત્રણેય કાળમાં જેની વાણીનું, અસ્તિત્વ બનેલું જ છે એવા જિનરાજ કે ગુરુરાજની વાણીનું, ભક્તિપૂર્વક ઉચ્ચારણ કરું છું. સંસારના દુઃખોથી જે ભય પામ્યા છે તે ભવ્ય જીવો પુરુષની વાણીને ભાવપૂર્વક ભણે એટલે વાંચે, ભાવે એટલે તેની વારંવાર ભાવના કરે, સુણે એટલે સાંભળે, સમજે એટલે તે વાણીનો આશય સમજે અને સહે એટલે ભગવાનના કહેલા તે વચનોની શ્રદ્ધા કરે; તે ભવ્યાત્મા રત્નત્રયની એક્તા એટલે સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની એકતાને પામી, સહી એટલે અવશ્ય પોતાના નિજપદ એટલે શુદ્ધ આત્મસ્વરૂપને પામશે અથવા નક્કી તે પોતાના પરમપદસ્વરૂપ શાશ્વત સુખશાંતિમય એવા મોક્ષપદને પામશે. નિત્યનિયમાદિ પાઠ' માંથી - ભાવાર્થ –“સ્વપરના હિતને અર્થે શ્રીમદ્ રાજચંદ્ર ગુરુને નમસ્કાર કરી હવે તે જયવંત ગુરુરાજની કે જિનરાજની વાણીનો ઉચ્ચાર કરું છું, ભક્તિ કે સ્વાધ્યાય આદિ શરૂ કરું છું. આ દુઃખના દરિયારૂપ સંસારથી જે ભવ્ય જીવ ભય પામ્યા છે, તે શ્રી સત્પરુષની વાણી ભાવપૂર્વક ભણે, સાંભળે, સમજે અને શ્રદ્ધે તો સમ્યકદર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યારિત્રની એક્તા પામી તે આત્મપદ પામે; ખરેખર તે પરમપદ પામે તેમ છે.” -નિ.પાઠ (પૃ.૧૩) ૧૧.
SR No.009109
Book TitleAgnabhakti
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Rajchandra
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy