SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન બોઘામૃત ભાગ-૨' માંથી – . પરમકૃપાળુદેવના અચળ સ્વરૂપ પ્રત્યે આસક્તિ થાય તો કલ્યાણ બધેથી એ પુરુષ ઊખડી ગયા છે, ક્યાંય આસક્ત નથી. કોઈ પણ પદાર્થમાં ચોંટ એમને નથી. ઉદાસભાવ છે. કોઈ પ્રત્યે રાગભાવ નથી એવા વીતરાગ છે. તે નમન કરવા યોગ્ય છે. વારંવાર એમાં જ ચિત્ત જાય. જેમ જેમ સંભારે તેમ તેમ વઘારે સાંભરે એવા ઉલ્લાસથી એ પુરુષનું ધ્યાન કરવા યોગ્ય છે. એવા અપૂર્વ પુરુષની શ્રદ્ધા થાય તો, એ જેવી તેવી વસ્તુ નથી. તેમાં જ ચિત્ત રાખવું. અનંત ભવ ભમતાં એવો પુરુષ કોઈક વખત મળે. એવા આપણને કૃપાળુદેવ મળી આવ્યા, તો એમનામાં ચિત્ત રાખવું. પ્રભુશ્રીજીએ આપણને બતાવ્યા, નહીં તો સમજાતેય નહીં.” (બો.૨ પૃ.૧૦૩) ‘નહીં વિરહનો તાપ’... હે પ્રભુ આપના શુદ્ધ સહજાત્મસ્વરૂપ પ્રત્યે મને પ્રેમ નથી. તેથી મને આપના વિરહનો તાપ પણ લાગતો નથી. “શ્રીમદ રાજચંદ્રમાંથી - આ કાળમાં જ્ઞાનીપુરુષના દર્શન દુર્લભ થઈ પડ્યા છે “દુષમકાળ છે એમાં સંશય નથી. તથારૂપ પરમજ્ઞાની આસપુરુષનો પ્રાયે વિરહ છે.” (વ.પૃ.૪૬૨) અતિશય વિરહાગ્નિ ભગવાન પ્રત્યે વેદાય તો સ્વસ્વરૂપની પ્રાપ્તિ થાય “અતિશય વિરહાગ્નિ હરિ પ્રત્યેની જલવાથી સાક્ષાત્ તેની પ્રાપ્તિ હોય છે. તેમ જ સંતના વિરહાનુભવનું ફળ પણ તે જ છે.” (વ.પૃ.૨૮૪) જ્ઞાનીપુરુષના વિરહમાં વિશેષ સાવઘાન રહેવું જરૂરી “જ્ઞાનીપુરુષના સમાગમનો અંતરાય રહેતો હોય, તે તે પ્રસંગમાં વારંવાર તે જ્ઞાનીપુરુષની દશા, ચેષ્ટા અને વચનો નીરખવા, સંભારવા અને વિચારવા યોગ્ય છે. વળી તે સમાગમના અંતરાયમાં, પ્રવૃત્તિના પ્રસંગોમાં, અત્યંત સાવઘાનપણું રાખવું ઘટે છે; કારણ કે એક તો સમાગમનું બળ નથી, અને બીજો અનાદિ અભ્યાસ છે જેનો, એવી સહજાકાર પ્રવૃત્તિ છે; જેથી જીવ આવરણપ્રાપ્ત હોય છે. ઘરનું, જ્ઞાતિનું, કે બીજાં તેવાં કામોનું કારણ પડ્યે ઉદાસીનભાવે પ્રતિબંધરૂપ જાણી પ્રવર્તન ઘટે છે. તે કારણોને મુખ્ય કરી કોઈ પ્રવર્તન કરવું ઘટતું નથી; અને એમ થયા વિના પ્રવૃત્તિનો અવકાશ પ્રાપ્ત થાય નહીં.” (વ.પૃ.૩૭૨) જ્ઞાનીના વિરહ પછી ઘણો કાળ જાય એટલે અજ્ઞાનની પ્રવૃત્તિ થાય “જ્ઞાની પુરુષ સમતાથી કલ્યાણનું જ સ્વરૂપ બતાવે છે તે ઉપકારને અર્થે બતાવે છે. જ્ઞાની ૧૪૪
SR No.009109
Book TitleAgnabhakti
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Rajchandra
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy