SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન અપૂર્વ સ્નેહ આવે છે, તે એવો કે તે મૂર્તિના વિયોગે ઘડી એક આયુષ્ય ભોગવવું તે પણ તેને વિટંબના લાગે છે, અર્થાત્ તેના વિયોગે તે ઉદાસીનભાવે તેમાં જ રસ વૃત્તિ રાખીને જીવે છે; બીજા પદાર્થોના સંયોગ અને મૃત્યુ એ બન્ને એને સમાન થઈ ગયાં હોય છે. આવી દશા જ્યારે આવે છે, ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હોય છે એમ જાણવું. એવી દશા આવવામાં માયાની સંગતિ બહુ વિટંબનામય છે; પણ એ જ દશા આણવી એવો જેનો નિશ્ચય વૃઢ છે તેને ઘણું કરીને થોડા વખતમાં તે દશા પ્રાપ્ત થાય છે.” (વ.પૃ.૨૬૮) જગત પ્રત્યે મોહ હોય તો પુરુષ પ્રત્યે સ્નેહ ક્યાંથી આવે “જગત અને મોક્ષનો માર્ગ એ બે એક નથી. જેને જગતની ઇચ્છા, રુચિ, ભાવના તેને મોક્ષને વિષે અનિચ્છા, અરુચિ, અભાવના હોય એમ જણાય છે.” (વ.પૃ.૩૩૮) ન મળે પરમ પ્રભાવ'. | મુમુક્ષુઓને પરમકૃપાળુદેવનો પરમ પ્રભાવ તેમના સમાગમમાં આવવાથી જોવા મળ્યો તેવો મને મળ્યો નથી. મને પણ આપના સમાગમે આપના પરમ પ્રભાવના પ્રસંગો જોવા મળે તો મારા મનમાં પણ આપના પ્રત્યે પરમપ્રેમ આવી શકે. પણ તેવો યોગ મને મળ્યો નથી. માટે આપના પ્રત્યે મારા હૃદયમાં સ્નેહનો એક અંશ પણ પ્રગટ્યો નથી. (શ્રી પોપટભાઈ મનજીભાઈ વવાણિયાના પ્રસંગમાંથી) સ્કૂલમાં પ્રથમ દિવસે ચોપડીનું વાંચન શ્રી પોપટભાઈનો પ્રસંગ –“સાહેબજી જે સ્કૂલમાં ભણવા માટે જતા હતા તે સ્કૂલના માસ્તર એક મુમુક્ષુભાઈને મળ્યા હતા. તેઓ સાહેબજીના સંબંધમાં અલૌકિક ચમત્કારિક બાળપણની વાતો જણાવતા હતા. તે હકીકત સાંભળવામાં આવવાથી નીચે પ્રમાણે જણાવું છું – “સાહેબજીની અલૌકિક દશાનો અનુભવ આજે મને સ્મરણ કરાવે છે કે જ્યારે તેમને મારી ક્લાસમાં ભણવા માટે પ્રથમ બેસાડ્યા ત્યારે મેં તેમને એકડે એક લખીને શીખવા માટે આપ્યા, પછી એકથી દશ સુધી અને ત્યારબાદ જેમ જેમ હું આગળ બતાવતો ગયો તેમ તેમ તેઓ જણાવતા કે આ તો મને આવડે છે. ચોપડીમાંથી પાઠ વાંચવા માટે જણાવ્યું ત્યારે તે પાઠ એકદમ વાંચી સંભળાવ્યો. ત્યાર પછી બીજા આગળ પાછળના કેટલાક પદો વંચાવ્યા. ચોપડી મૂકી દીઘા બાદ અનુક્રમે જેટલા પાઠ વાંચી ગયા હતા તે સઘળા પાઠ એકપણ ભૂલ વિના મુખપાઠે બોલી સંભળાવ્યા હતા. આ હકીકતથી મને ચમત્કાર ભાસ્યો કે આજ રોજથી ભણવા માટે આવ્યા છે અને આ શું? આ છોકરાને શું ભણાવું? તમારો છોકરો દેવપુરુષ જણાય છે મારી એક ભૂલ થઈ હતી. તે ભૂલ સાહેબજીએ જણાવી કે આ ઠેકાણે આ પ્રમાણે હોવું જોઈએ, અને તેમાં આ પ્રમાણે કેમ કહો છો? તેની મેં તપાસ કરી તો તેમના કહેવા પ્રમાણે મારી ૧૪૦
SR No.009109
Book TitleAgnabhakti
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Rajchandra
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy