SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ‘નથી પ્રફુલ્લિત ભાવ’..... જ્ઞાનીપુરુષના વચનથી ઉલ્લાસ થાય તો જીવ ભેદજ્ઞાનને પાત્ર બને “જ્ઞાનીના વાક્યના શ્રવણથી ઉલ્લાસિત થતો એવો જીવ, ચેતન, જડને ભિન્નસ્વરૂપ યથાર્થપણે પ્રતીત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે.” (વ.પૃ.૬૪૨) (શ્રી ગાંડાભાઈ ભાઈજીભાઈના પ્રસંગમાંથી) ભગવાને અવતાર ધારણ કર્યો પણ લોકો ઓળખી શકતા નથી શ્રી ગાંડાભાઈનો પ્રસંગ —“વડવામાં પરમકૃપાળુદેવનો ઉપદેશ સાંભળી ઘેર આવતા રસ્તામાં ચાલતા મેં સબુરભાઈને તથા અમારા બૈરાઓને પૂછ્યું કે કેમ ? કેવો આનંદ વરતાય છે? ત્યારે સબુરભાઈએ જણાવ્યું કે આ આનંદની તો શી વાત કરવી ? ઘીનો સ્વાદ કેવો હોય છે એમ કોઈ પૂછે તો આપણે કેવા પ્રકારનો કહી શકીએ? તેને માટે તો પ્રકાર બતાવી શકાતો જ નથી. પરંતુ એમ જ કહી શકાય કે તેનો સ્વાદ તે વાપરવાથી અનુભવ થઈ શકે, વાણી દ્વારાએ તેનો પ્રકાર બતાવી શકાતો નથી; તેમ આ પુરુષની વાણી સાંભળી ઘણો જ આનંદ અનુભવાય છે. પરંતુ તે આનંદનો પ્રકાર વાણી દ્વારાએ અકથ્ય છે વગેરે ઉત્સાહ જણાવતા હતા. ત્યારબાદ બૈરાઓએ જણાવ્યું કે આ કળિયુગના લોકોનું કલ્યાણ કરવા માટે ભગવાને અવતાર ધારણ કર્યો છે પણ લોકો ભગવાનને ઓળખી શકતા નથી. જેને ઓળખાણ થશે તેને વૈકુંઠે લઈ જશે.’ -શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૨૧૯) સ્વપર આત્માને શાંતિ થાય એમ પ્રવર્તવામાં ઉલ્લાસિત વૃત્તિ રાખજો “સ્વાત્મહિતમાં પ્રમાદ ન થાય અને પ૨ને અવિક્ષેપપણે આસ્તિક્યવૃત્તિ બંધાય તેવું તેનું શ્રવણ થાય, ક્રિયાની વૃદ્ધિ થાય, છતાં કલ્પિત ભેદ વધે નહીં અને સ્વપર આત્માને શાંતિ થાય એમ પ્રવર્તવામાં ઉલ્લાસિત વૃત્તિ રાખજો, સત્શાસ્ત્ર પ્રત્યે રુચિ વધે તેમ કરજો. આ પત્ર પરમકૃપાળુ શ્રી લલ્લુજીમુનિની સેવામાં પ્રાપ્ત થાય. ૐ શાંતિઃ’ (૧.પૃ.૬૫૩) ‘નથી પ્રફુલ્લિત ભાવ’..... જ્ઞાનીનું અચિંત્ય માહાત્મ્ય લાગે તો આત્મા પ્રફુલ્લિત થાય “જ્ઞાનીપુરુષના માહાત્મ્યનો જીવને જ્યાં સુધી લક્ષ ન થાય ત્યાં સુધી આત્મામાં પ્રફુલ્લિતપણું આવતું નથી.’’ (બો.૧ પૃ.૩૩) (શ્રી ઝવેરભાઈ ભગવાનભાઈ કાવિઠાના પ્રસંગમાંથી) દર્શનથી ઉલ્લાસ પામી આત્મા ઉછળી જતો શ્રી ઝવેરભાઈનો પ્રસંગ – ‘સ્વાભાવિક શ્રી પરમકૃપાળુદેવના દર્શન થતાં જે રોમાંચિત ઉલ્લાસ આનંદ આવતો તે અનહદ હતો. આત્મા ઊછળી જતો હતો.’’ ૧૩૭
SR No.009109
Book TitleAgnabhakti
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Rajchandra
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy