SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ‘અચિંત્ય તુજ માહાત્મ્યનો’..... બંધ મોક્ષની યથાર્થ વ્યવસ્થા કહેનાર શ્રી તીર્થંકરદેવ બંધ, મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિષે યથાર્થપણે કહેવામાં આવી છે, તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે; અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને જોગ્ય જો કોઈ અમે વિશેષપણે માનતા હોઈએ તો તે શ્રી તીર્થંકરદેવ છે.’’ (વ.પૃ.૩૧૪) તીર્થંકરદેવનો અંતર આશય આ ક્ષેત્રે પરમકૃપાળુદેવના હૃદયમાં “શ્રી તીર્થંકરદેવનો અંતર આશય તે પ્રાયે મુખ્યપણે અત્યારે કોઈને વિષે આ ક્ષેત્રે હોય તો તે અમે હોઈશું એમ અમને દૃઢ કરીને ભાસે છે. કારણ કે જે અમારું અનુભવજ્ઞાન તેનું ફળ વીતરાગપણું છે, અને વીતરાગનું કહેલું જે શ્રુતજ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે; માટે અમે તેના અનુયાયી ખરેખરા છીએ, સાચા છીએ. વન અને ઘર એ બન્ને કોઈ પ્રકારે અમને સમાન છે, તથાપિ વનમાં પૂર્ણ વીતરાગભાવને અર્થે રહેવું વધારે રુચિકર લાગે છે; સુખની ઇચ્છા નથી પણ વીતરાગપણાની ઇચ્છા છે.’’ (વ.પૃ.૩૧૪) જ્ઞાનીપુરુષ સમુદ્ર જેવા ગંભીર હોય શ્રી મોહનલાલજી મહારાજનો પ્રસંગ :–“એક દિવસે પરમકૃપાળુદેવ ઉપાશ્રયમાં સવારના પધાર્યા તે વખતે માત્ર અમે સાઘુઓ હતા. અમે મેડા ઉપર હોવાથી પરમકૃપાળુદેવ ઉપર પધાર્યા, મૌન રહી એક આસન ઉપર બિરાજ્યા. આ વખતે મોહનલાલજી મહારાજ તેમની મુખમુદ્રાનું મેષોન્મેષ દૃષ્ટિથી જોઈને અંતર્ધ્યાન પરમગુરુનું કરતા હતા. થોડા વખત પછી પરમકૃપાળુદેવ ઉપદેશમાં બોલ્યા-જીવો જ્ઞાનીપુરુષની ગંભીરતા જાણી શકતા નથી. જ્ઞાનીપુરુષ સમુદ્ર જેવા ગંભીર હોય. જીવ જો તે ગંભીરતા જાણે તો સમકિત ક્યાં દૂર છે? અર્થાત્ જ્ઞાનીપુરુષની ગંભીરતા જાણતા જ જીવને સમ્યજ્ઞાન પ્રાપ્ત થાય છે.’’ અમે નગ્ન-અસંગ એવા આત્માને અનુભવ્યો માટે અમે દિગંબર છીએ એક દિગંબર ભાઈનો પ્રસંગ :– “એક દિવસ પોતે જે મકાનમાં ઊતર્યા હતા તે મકાનમાં એક દિગંબર ભાઈ જે જિજ્ઞાસુ અને વૈરાગી હતો તે પરમકૃપાળુના દર્શનાર્થે ગયો. તેને પરમગુરુએ પૂછ્યું તમે કોણ છે? ત્યારે તેણે કહ્યું સાહેબજી હું દિગંબર છું. ત્યારે પોતે કહ્યું કે તમે દિગંબર નથી દિગંબર તો અમે છીએ. તે સ્તબ્ધ થઈ વિચારમાં પડ્યા કે આપણે શું કહેવું? ૧૩૧
SR No.009109
Book TitleAgnabhakti
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Rajchandra
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy