SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ચરણ શરણ ઘીરજ નથી, મરણ સુધીની છેક'...... સંસારની ઉપાધિના ઉદયને ઘીરજથી વેદવો યોગ્ય સંસારી ઉપાધિનું જેમ થતું હોય તેમ થવા દેવું, કર્તવ્ય એ જ છે, તે અભિપ્રાય એ જ રહ્યા કરે છે. ધીરજથી ઉદયને વેદવો યોગ્ય છે.” (વ.પૃ.૩૨૫) ચરણ શરણ ઘીરજ નથી'... સપુરુષના ચરણનું શરણ લઈ સદા સમતા, ક્ષમા, ઘીરજ રાખવી. ઘીરજ કર્તવ્ય છે. ઉદાર વૃત્તિનો માણસ સંપત્તિ હો કે વિપત્તિ હો પણ તે સમતાથી ચાલે છે. તે ફતેહથી હરખાઈ જતો નથી અને હાર ખાવાથી અફસોસ કરતો નથી; ભય આવી પડે તો તેનાથી ભાગતો નથી, અથવા ભય ન હોય તો તેને ખોળવા જતો નથી. બીજા તેને હરકત કરે તો તેને દરગુજર કરે છે. તે પોતા વિષે કે બીજાઓ વિષે વાતો કર્યા કરતો નથી, કેમકે પોતાનાં વખાણ કરવાની ને બીજાનો વાંક કાઢવાની તેને દરકાર નથી. તે નજીવી બાબતો વિષે બરાડા મારતો નથી અને કોઈ પાસેથી મદદ મેળવવા માટે તે આજીજી કરતો નથી. દરેક માણસે આફત અને અડચણોને માટે સદા તત્પર જ રહેવું ઘટે છે. નસીબમાં ગમે તે લખ્યું હોય-સુખ કે દુઃખ તેની સામા જોવાનો, થવાનો એક જ ઉપાય “સમતા ક્ષમા ઘીરજ છે. કદી હિમ્મત હારવી નહીં. કોઈ પણ પ્રકારની આફતો આવી પડે કે ગમે તેવો અકસ્માત બનાવ બને તેથી કોઈ પણ મનુષ્ય પોતાનો અભ્યાસ છોડવો નહીં. અને જેટલું ઉચ્ચતમ અને વિસ્તીર્ણ જ્ઞાન તે સંપાદન કરે તે સઘળું પોતાના જ ઉપયોગમાં આવે છે.” (ઉ.પૃ.૬૬) પરમકૃપાળુદેવના ચરણનું શરણ લઈ આત્મપુરુષાર્થમાં મંડ્યા રહેવું આ કાળમાં તેટલી ઊંચી દશાવાળો પુરુષ તેમના જેવો પ્રાપ્ત થવો અસંભવ છેજી. પરમકૃપાળુદેવ આ કાળમાં અપવાદરૂપ છે. હજારો વર્ષે તેવા પુરુષો દેખાવ દે છે. ઘણાખરા મહાત્માઓ ગણાતાં પરમકૃપાળુદેવનાં જ્ઞાન અને વીતરાગપણાની સરખામણીમાં આવી શકે તેવા નથી. માટે “એક મત આપડી ને ઊભે માર્ગે તાપડીની વાત જેવું આંખો મીંચી તેને શરણે રહેવાનો પુરુષાર્થ કર્તવ્ય છેજ.” (બો.૩ પૃ.૭૭૯) પરમકૃપાળુદેવના ચરણના શરણની ઘીરજ મરણની છેલ્લી ઘડી સુધી રાખવી “મોક્ષમાર્ગના આપણે સર્વે મુસાફરો પરમકૃપાળુદેવના શરણરૂપ ગાડીમાં બેઠા છીએ. એકબીજાના વિચારોની, મુશ્કેલીઓની, દુઃખની વાતો કરી દિલ હલકું કરી તે માર્ગમાં ત્વરિત ગતિએ ચલાય તે લક્ષ છેy.” (બો.૩ પૃ.૫૫૯) મરણ સુધીની છેક'... જેનો જન્મ થયો તેનું મરણ અવશ્ય થશે. કારણ કે કોઈપણ વસ્તુની પર્યાય શાશ્વત નથી. “કોઈ ગર્ભ વિષે મરે, મરે જન્મતા કોઈ, બાળપણમાં પણ મરે, યુવાન મરતા જોઈ; ૧૨૫
SR No.009109
Book TitleAgnabhakti
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Rajchandra
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy