SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ જોગ નથી સત્સંગનો'... કર્તવ્ય છે. ચિત્તસ્થર્ય માટે તે પરમ ઔષઘ છે.” (૨.૫.૯૨૯) આત્મહિત માટે સત્સંગ જેવું બળવાન નિમિત્ત કોઈ નથી આત્મહિત માટે સત્સંગ જેવું બળવાન બીજાં નિમિત્ત કોઈ જણાતું નથી, છતાં તે સત્સંગ પણ, જે જીવ લૌકિકભાવથી અવકાશ લેતો નથી તેને, પ્રાયે નિષ્ફળ જાય છે, અને સહેજ સત્સંગ ફળવાન થયો હોય તો પણ વિશેષ વિશેષ લોકાવેશ રહેતો હોય તો તે ફળ નિર્મળ થઈ જતાં વાર લાગતી નથી; અને સ્ત્રી, પુત્ર, આરંભ, પરિગ્રહના પ્રસંગમાંથી જો નિજબુદ્ધિ છોડવાનો પ્રયાસ કરવામાં ન આવે તો સત્સંગ ફળવાન થવાનો સંભવ શી રીતે બને ?” (વ.પૃ.૪૨૩) મનુષ્ય અવતાર મળ્યો છે ને સદાચાર નહીં સેવે, તો પસ્તાવાનું થશે? “સત્સંગ હોય તો ઘણા ગુણો સહેજે થાય. દયા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહમર્યાદા આદિ અહંકારરહિત કરવાં. લોકોને બતાવવા અર્થે કાંઈ પણ કરવું નહીં. મનુષ્ય અવતાર મળ્યો છે, ને સદાચાર નહીં સેવે, તો પસ્તાવાનું થશે. મનુષ્ય અવતારમાં સપુરુષનું વચન સાંભળવાનો, વિચારવાનો યોગ મળ્યો છે.” (વ.પૃ.૭૨૫). (શ્રી પોપટભાઈ મહોકમચંદ અમદાવાદના પ્રસંગમાંથી) ચોથા આરાના મુનિઓ જેવો સત્સંગ મળતા છતાં લોકો ભૂલે છે શ્રી પોપટભાઈનો પ્રસંગ - “એકવાર શંખપર શ્રી લલ્લુજી મુનિ આદિ પાસે જતાં શ્રીમદે કહેલ–લોકો વાણિયા નથી, ભૂલે છે. ચોથા આરાનું મળે છે છતાં ભૂલે છે. ચોથા આરામાં પણ મળવો દુર્લભ તે મળતાં છતાં ભૂલે છે!” (શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો પૃ.૩૧૨) સત્સંગના વિયોગમાં આત્મબળ વધારી સત્તાસ્ત્રનો પરિચય રાખવો. જીવને પરમાર્થ પામવામાં અપાર અંતરાય છે, તેમાં પણ આવા કાળને વિષે તો તે અંતરાયોનું અવર્ણનીય બળ હોય છે. શુભેચ્છાથી માંડી કૈવલ્ય પર્વતની ભૂમિકાએ પહોંચતાં ઠામ ઠામ તે અંતરાયો જોવામાં આવે છે, અને જીવને વારંવાર તે અંતરાયો પરમાર્થ પ્રત્યેથી પાડે છે. જીવને મહત્ પુણ્યના ઉદયથી જો સત્સમાગમનો અપૂર્વ લાભ રહ્યા કરે તો તે નિર્વિઘ્નપણે કૈવલ્ય પર્વતની ભૂમિકાએ પહોંચી જાય છે. સત્સમાગમના વિયોગમાં જીવે આત્મબળને વિશેષ જાગ્રતા રાખી સન્શાસ્ત્ર અને શુભેચ્છા સંપન્ન પુરુષોના સમાગમમાં રહેવું યોગ્ય છે.” (વ.પૃ.૬૧૨) આત્મદશા વઘારવા સન્શાસ્ત્ર અને સદાચારની જાગૃતિ સદેવ રાખવી “સત્સમાગમ, સલ્ફાસ્ત્ર અને સદાચારમાં દૃઢ નિવાસ એ આત્મદશા થવાનાં પ્રબળ અવલંબન છે. સત્સમાગમનો યોગ દુર્લભ છે, તોપણ મુમુક્ષુએ તે યોગની તીવ્ર જિજ્ઞાસા રાખવી અને પ્રાપ્તિ કરવી યોગ્ય છે. તે યોગના અભાવે તો અવશ્ય કરી સન્શાસ્ત્રરૂપ વિચારના અવલંબને કરી સદાચારની જાગૃતિ જીવે રાખવી ઘટે છે.” (૨.૫.૯૧૧) ૯૯
SR No.009109
Book TitleAgnabhakti
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Rajchandra
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy