SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ विख्यातार्बुदपर्वते विरचितं श्रीवस्तुपालेन यच् चैत्यं तत्र विशेषशिल्पसुषमं चाऽऽस्ते गवाक्षद्वयम् । तच्छायामुपसेव्य नव्यविहिते शस्ये गवाक्षद्वये श्रीनेमीश्वर-पार्श्वनाथभगवन्मूर्ती वियुक् स्थापिते ॥१२६॥ પ્રખ્યાત એવા આબુ પર્વત પર શ્રીવસ્તુપાળે ચૈત્યની રચના કરાવી છે તેમાં જે (દેરાણી જેઠાણીના) બે ગોખલા છે તેનું અનુકરણ કરીને નવા રચેલા બે ગોખલામાં શ્રીનેમિનાથપ્રભુ અને શ્રી પાર્શ્વનાથપ્રભુને જુદાજુદા બિરાજીત કરવામાં આવ્યા છે. ૧૨૬ निश्रादायिमहोदयैर्गुरुवरराचार्यभट्टारकै लक्षाणां भविनां समक्षमखिलः सृष्टः प्रतिष्ठाविधिः । आचार्यरथ वाचकैर्गणिवरैः पंन्यासकैस्साधुभिस्साध्वीभिश्च परिच्छदोऽत्र समये तेषां सहस्त्राधिकः ॥१२७।। આચાર્ય ભટ્ટારક, નિશ્રાદાતા શ્રીમહોદયસૂરિશ્વરજીમ. એ પ્રતિષ્ઠાની બધી જ વિધિ લાખો ભવ્યજીવોની સમક્ષ કરી હતી. આ સમયે આચાર્યઉપાધ્યાય-પંન્યાસ-ગણિ-સાધુ અને સાધ્વીઓ દ્વારા તેમનો પરિવાર હજારથી પણ વધુ હતો. ૧૨૭ नित्यं यत्र हि पञ्चविंशति सहस्त्राणां त्रिसन्ध्यं ह्यभद् भोज्यञ्चारुसुगन्धसम्भ्रमितदिग्देशान्तररुत्तमैः । जातं सङ्घजनस्य राजनगरस्याऽन्त्ये प्रतिष्ठादिने श्रीमत्सङ्घसमर्चनेन सहितं लक्षत्रयाणामिदम् ॥१२८।। મહોત્સવ દરમ્યાન રોજ પચીશ હજાર સાધર્મિકજનોની સવાર, બપોર, સાંજ ભક્તિ કરવામાં આવી હતી. ઉત્તમ આહાર સામગ્રીની સુવાસ દૂરદૂર સુધી દિશાઓને મુગ્ધ બનાવી દેતી હતી. પ્રતિષ્ઠાના શુભદિવસે તો સમસ્ત રાજનગરનાં સંઘપૂજન સમેત ત્રણ લાખ સાધર્મિકોની ભક્તિ કરવામાં આવી. ૧૨૮ दीनानाथसमृद्धृतिर्गुणगतिस्सर्वज्ञधर्मद्युतिस्सङ्गीतश्रुतिरिष्टपापविरतिस्सर्वश्रियां संश्रितिः । पूजानामिह सप्तविंशतिरभूत् संसारबीजक्षतिर्नाऽभून्नैव भविष्यतीतिवचनैर्गीते प्रतिष्ठोत्सवे ॥१२९॥ સત્યાવીસ દિવસનો ઉત્સવ-ન ભૂતો ન ભવિષ્યતિ એવી પ્રસિદ્ધિને પામ્યો. આ ઉત્સવ દરમ્યાન ગરીબ અને અનાથ જનોને ઉદ્ધાર કરવામાં આવ્યો, ગુણોનો વિકાસ થાય તેવી યોજનાઓ કરવામાં આવી, સર્વજ્ઞધર્મનો પ્રભાવ ફેલાવવામાં આવ્યો, સંગીત ગુંજતું રાખવામાં આવ્યું, પાપોને વિરામ મળ્યો, અગણિત લક્ષ્મી અહીં વરસી પડી, સંસારના બીજનો ક્ષય થયો. ૧૨૯ गच्छेशानमतेन कीर्तियशसाऽऽचार्येण निर्देशित श्शिल्पी सोमपुरोपधो विहितवान् श्रीचन्द्रकान्तो बुधः । वास्तु श्रीस्मृतिमन्दिरस्य विमलज्योतिर्मयप्रस्तरैः कल्याणी खलु पार्श्ववल्लभ इति ख्याताऽभिधा शाश्वती ॥१३०॥ પૂ. ગચ્છાધિપતિ શ્રીમહોદયસૂરિજી મ.ની આજ્ઞાથી શ્રી કીર્તિયશ સૂરિમ.એ શિલ્પી શ્રી ચંદ્રકાંત સોમપુરાને જે માર્ગદર્શન આપ્યું તે મુજબ આ મંદિરની રચના કરવામાં આવી છે. આ સ્મૃતિમંદિરનું સંપૂર્ણ બાંધકામ સંગેમરમરના પથ્થરો દ્વારા થયું છે. આ પ્રાસાદનું શાશ્વત એવું પવિત્ર નામ છે શ્રી પાર્શ્વવલ્લભ પ્રાસાદ. ૧૩૦ ૬૬
SR No.009101
Book TitleSmruti mandir Prashasti Kavyam
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2004
Total Pages33
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy