SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ मूर्तिः श्रीविजयान्मनोहरगुरोश्चेतश्चमत्कारिणो ये रामस्य सदाऽऽत्मभाववशिनः कल्याणसख्याश्रयाः । अन्ते श्रीयुतमङ्गलाद्विजयिनो मूर्तिस्समुल्लासिनो येनाऽऽपत्तिविदारणेन विजने रामाय दीक्षाऽर्पिता ॥१२१॥ મનને પ્રસન્નતા આપનારા શ્રીવિજયમનોહર સૂરીશ્વરજીમ.ની મૂર્તિ છે, તે રામના આત્મીયજન જ અને કલ્યાણ મિત્ર હતા. સદા ઉલ્લાસી શ્રી મંગલવિજયજીમ ની અંતિમ મૂર્તિ છે. તેમણે ઉપદ્રવોની સામે જીતવાપૂર્વક રામને દીક્ષા આપી હતી. ૧૨૧ अत्राऽष्टाधिकचित्रपट्टशतकं श्रीरामचन्द्रेशितु भव्यं चित्रितमस्ति जीवितसमन्यासेन भित्तिस्थले । यस्मिन् शासनभासनस्य भवतः पुण्यप्रसङ्गावलि स्सष्टा सष्टिकतो विनिर्मितिमदो जातोऽनया खण्डितः ॥१२२॥ અહીં ભીંતો પર શ્રીરામચંદ્રપ્રભુના ૧૦૮ ચિત્રો દોરવામાં આવ્યા છે. તે સજીવન હોય તેવાં લાગે છે. એમાં સૂરિભગવાનના જીવનનાં પ્રસંગો એટલી રમણીયતાથી આલેખવામાં આવ્યા છે કે તે જોઈને, વિધાતાને પોતાના વિશે સુંદર સૃષ્ટિ રચના કરનાર તરીકેનો ગર્વ હતો તે ખંડિત થઈ ગયો. ૧૨૨ (પ્રભુભૂતિ) ( તૃતીયતન્નમૂર્તિવન) निर्धूमाग्निमियं चतुर्दशमहास्वप्नेषु वामाऽन्तिम दृष्ट्वा तं नवसम्पदा घटयितुं चक्रे निदेशं विधिम् । सोऽयं त्वत्सतमेव नव्यरचनाबद्धं करोमीत्यवग नूनं तद्रचितैव पार्श्वभगवन्मूर्तिस्तृतीये तले ॥१२३॥ વામામાતાએ ચૌદ સપનામાં અંતે નિધૂમ અગ્નિને જોયો. તે અગ્નિને નવેસરથી રચવા માટે માતાએ વિધાતાને આજ્ઞા કરી. વિધાતાએ કહ્યું ‘હું આપના પુત્રની જ નવેસરથી રચના કરું છું.’ તેણે નિધૂમ અગ્નિનાં ઝળહળાં રૂપમાં જે પ્રભુની રચના કરી તે જ પાર્થપ્રભુની મૂર્તિ છે, જે અત્રે ત્રીજા માળે બિરાજે છે. ૧૨૩ કલિકાળના પાપને હરનારા અને દેવેન્દ્રો દ્વારા પૂજા પામનારા શ્રી શંખેશ્વર ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ પંચધાતુની બનેલી છે અને તેની પર સોનાનો લેપ કરવામાં આવ્યો છે તે જાણે કે પ્રભુનાં પાંચ જ્ઞાન ઉપર પથરાયેલા વીતરાગભાવની યાદ અપાવે છે. ૧૨૪ श्रीचिन्तामणिपार्श्वनाथभगवान् शङ्केश्वरेत्याख्यया युक्तोऽयं कलिकालपातकहरो देवेन्द्रवृन्दाऽर्चितः । एतस्मिन्ननु पञ्चधातुरचिते स्वर्णोपलेपस्स्फुरत्पञ्चज्ञानमयात्मनः कथयति श्रीवीतरागस्थितिम् ॥१२४॥ भव्योत्कृष्टाविशालसत्परिकरणाऽऽवेष्टितस्य प्रभो सात् पार्श्वत एव शान्तिसुमतीशानौ पृथग्गेहगौ । गर्भस्थानबहिस्स्थले ह्युभयतोऽलङ्कारवान् शोभन: कायोत्सर्गगतो युगादिभगवान् श्रीवर्धमानः पृथक् ॥१२५॥ પ્રભુનું પરિકર ભવ્ય, વિશાળ, શ્રેષ્ઠ અને ગુંદર છે. પ્રભુની આસપાસના ગભારામાં શ્રીશાંતિનાથ પ્રભુ અને શ્રી સુમતિનાથ પ્રભુ બિરાજે છે. ગભારાની બહાર બહાર બંને તરફ શ્રી આદિનાથ પ્રભુ અને શ્રીવર્ધામન પ્રભુ બિરાજે છે, બંને અલંકારથી મુક્તિ, આકર્ષક અને કાયોત્સર્ગ મુદ્રામાં ૧૨૫ ધ૪
SR No.009101
Book TitleSmruti mandir Prashasti Kavyam
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2004
Total Pages33
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy