SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રના પદો બોલવાથી જડમૂર્તિમાં ભગવાનની સ્થાપના થાય છે તેવું ના કહેશો. કેમ કે મંત્ર બોલનાર પોતે જ જો મંત્ર દ્વારા પોતાને ભગવાન નથી બનાવી શકતો, તો એ પથ્થરને ભગવાન શું બનાવી શકવાનો ? ૧૯. ભગવાન પૂર્ણજ્ઞાની અને સર્વદષ્ટા છે. તેમની આગળ બેસીને બોલબોલ કરવી, તેમની આંગી કરવી આ બધું તદ્દન વ્યર્થ છે. ભગવાને તો અત્યંત નિર્મળ બની ગયા છે. તેમને યાદ કરો તેટલામાં જ સંસારનો નાશ થવા માંડે. ૨૦. મૂર્તિમાં વાણી નથી, દેહનાં સ્પંદન નથી, આંખોના કોઈ પલકારા નથી, પ્રતિભા પણ નથી અને પ્રતિભાવ પણ નથી. આવી મૂર્તિમાં ભગવાન છે તેવું શી રીતે માનું ? ૨૧. મોઢે મુહપત્તી બાંધીને હું આગમોનું વાંચન કરું છું. તું મને અધર્મી માનીશ તો તારી માટે ભાવપૂજાનો અવકાશ જ નહીં રહે. ૨૨. મને પાપો છોડવાનો ઉપદેશ તે જ આપ્યો છે કાયમ. તો આજે હું પૂજાનું પાપ છોડીને મારા આત્માને નિષ્પાપ બનાવી રહ્યો છું. આમાં તને દુઃખ થાય તેવું શું છે ? ૨૩. હું પૂજા કર્યા વિના પણ આત્માના લાભ માટે સમતાનો ગુણ સાધી રહ્યો છું. સ્ત્રીઓનું નૃત્ય ન હોય તો પણ એકલું સંગીત ખસૂસ આનંદ આપે છે. ૨૪. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૪
SR No.009095
Book TitleManibhadrakavyam
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2008
Total Pages209
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy