SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ભોઈઓ મજબૂત રીતે પગલાં માંડીને રસ્તાઓને ધ્રુજાવતા આગળ ચાલ્યા પરંતુ ખભા હલે નહીં અને પાલખીમાં શ્રેષ્ઠી કંપે નહીં તે રીતે ઊચકવાનો જાદુ તો તેમણે કર્યો જ. ૧૩. ગવાક્ષમાં ઊભી રહેલી સ્ત્રીઓનાં મનનું, આંખોનું અને વચનનું તેણે અપહરણ કરી લીધું તેથી તે સ્ત્રીઓ તેના સિવાય બીજાનો વિચાર કરતી નથી, બીજું કાંઈ જોઈ શકતી નથી અને તેની યાદમાં ખોવાઈને ચૂપ થઈ ગઈ છે. ૧૪. મહામાર્ગપરથી જયજયકારપૂર્વક પ્રયાણ કરીને તે ઘરઆંગણે પહોંચ્યો ત્યારે તેની સમક્ષ સ્વાગત માટેનો મોટો કોલાહલ મચી ગયો. ૧૫. ચક્રવર્તીને આવેલા જોઈને દિશાકુમારીઓ વધામણા કરે તે રીતે તેને આંગણે આવેલો જોઈને પરિવારની કન્યાઓએ ચોખાથી વધામણાં કર્યા. ૧૬. ઘરના બગીચામાં તેનો પ્રવેશ થયો ત્યારે પાળેલી કોયલોએ મીઠા સૂરો છેડયા તેના પડઘા ઘરમાં પડ્યા. પાંદડાઓમાં છૂપાયેલી કોયલો આ રીતે ઘરમાં પહોંચી ગઈ. ૧૭. પોતાની પાંખો ફેલાવી રહેલો મોર, પોતાની સુંદર કલગી નચાવતો શ્રેષ્ઠી સમક્ષ આવ્યો અને શ્રેષ્ઠીને આત્મીયતાપૂર્વક નૃત્ય કરવા માટે આમંત્રણ આપવા લાગ્યો. ૧૮. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૩ ૪૫
SR No.009095
Book TitleManibhadrakavyam
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2008
Total Pages209
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy