SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ યુદ્ધમાં હારી ચૂકેલાં શત્રુઓના હાથીના ગંડસ્થળને ચીરવા દ્વારા લોહિયાળ બનેલાં પોતાનાં શસ્ત્રોને, વિજયી સૈનિકો આ નદીમાં ઝબકોળીને સ્વચ્છ બનાવે છે. માટે આ નદીનાં પાણી સૂકાતાં નથી. ૩૭. શિપ્રા નદીના કાંઠે ઉજજૈન નામનું નગર છે. જગતનો ઉપહાસ કરવા માટે આ નગરે પોતાનો વિસ્તાર અમાપ બનાવ્યો છે, ધરતીનું માપ લેવા માટે આ નગરે પોતાની સીમાને અનંત બનાવી છે, યમરાજને રોકી રાખવા માટે આ નગરીએ ઊંચો કિલ્લો બનાવી રાખ્યો છે, આકાશને ટેકો આપવા માટે આ નગરીએ કિલ્લાના પ્રવેશદ્વારોને એકદમ ઊંચાં બનાવ્યાં છે. ૩૮. આ નગરમાં હિમાલય નથી તેમ છતાં શંકરનું ઘર (મહાકાલ પ્રાસાદ) છે. આવી વિરોધાભાસી વિશેષતા ધરાવતી આ નગરીને શત્રુઓ બાધા પહોંચાડી શકતા નથી. મહાકાવ્યોનો મુખ્ય રસ એક હોય જયારે આ નગરીમાં નવે નવ રસ વિલસે છે. ૩૯. આ નગરમાં રસ્તો ભૂલી જવાનો ભ્રમ થતો નથી, વિલાસવંતી નારીઓનો તોટો નથી, દંપતીઓને વિજોગનું દુ:ખ નથી, રાજાને સંપત્તિ અર્પિત કરવા સૌ તૈયાર છે. ૪૦. ઉદ્યાનોમાંથી ઉડતાં શુકનવંતા પંખીઓ અને આશ્રમોમાંથી નીકળતા યજ્ઞના હૂંફાળા ધુમાડા આસમાન સુધી પહોંચીને વાદળા વિના જ સુરજને ઢાંકી દે છે. ૪૧. આ નગરમાં - સમૃદ્ધિ, સજજનો, સહસ્રમલ્લ યોદ્ધાઓ, સરોવરો, મહામાર્ગો, સભાગૃહો અને સુંદરમજાનાં ઘરો છે. ૪૨. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૧ ૧૫
SR No.009095
Book TitleManibhadrakavyam
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2008
Total Pages209
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy