SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ હૃદયમાં વિનયના ભાવ ભરીને દેવરાજ બોલ્યા. તેમનો અવાજ વાદળાની ગર્જના જેવો હતો. તેમણે કહ્યું ઃ આપ મને ઓળખશો તો મા૨ી પ૨ મોટો ઉપકાર થશે. હું ઉજ્જૈનીનો અનાર્ય નગરશેઠ. માણેકચંદ. ૭. આપના પ્રભાવે મને આ દિવ્ય સમૃદ્ધિ મળી છે. આપના પ્રભાવે મને આ ઇચ્છાપૂરક શક્તિઓ મળી છે. આપ પ્રસન્નભાવે મારા યોગ્ય કાર્યસેવા ફરમાવો. ગુરુનાં ચરણકમળની પૂજા કરવાથી પુણ્ય મળે છે. ૮. આપની પ્રેરણાથી ગિરિરાજની યાત્રા કરવા હું નીકળેલો. આ સ્થાને મને કોઈ લૂંટારાઓએ મારી નાંખ્યો. તમારા શબ્દોનાં સ્મરણમાં એકચિત્ત રહીને મેં અમૃત જેવી સમાધિ સિદ્ધ કરી તેથી હું દેવ બન્યો. ૯. અધોલોકના વ્યંતરનિકાયમાં હું છઠ્ઠો ઇન્દ્ર બન્યો છું. માણિભદ્ર મારું નામ. મારામાં નવ હજાર હાથી જેટલું બળ છે. બટુક ભૈરવ, ગૌરભૈરવ અને કાલભૈરવ મારી સેવા કરે છે. ૧૦. વીસ હજા૨ દેવો મારી સેવા કરે છે. આ બધો આપનો જ પ્રભાવ છે. હું હાજર હોઉં અને આપને કોઈ ચિંતા રહેતી હોય તો મારી ઋદ્ધિની કિંમત ખળાના કચરા જેટલી જ રહે. ૧૧. તમારા કહેવાથી હીનકક્ષાનો પાપનો માર્ગ મેં ત્રિવિધભાવે છોડી દીધો. તેના પ્રભાવે જ મને આ સ્થાન મળ્યું છે. તમને સહાય કરવામાં હું તમારા જ ઉપકારોની સહાય મેળવવાનો છું. ૧૨. શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૯ ૧૫૫
SR No.009095
Book TitleManibhadrakavyam
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2008
Total Pages209
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy