SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૯ ગુરુનાં મુખે ધર્મલાભ સાંભળી તે દેવ પ્રસન્ન થયો અને તેણે ગુરુને નમસ્કાર કર્યા. એ દેવ કેવો હતો ? મસ્તક પર સોના-મોતી-રત્નોથી શોભતો મુગટ, મેઘમાળા જેવો દેદીપ્યમાન કજજલશ્યામ દેહવર્ણ કાન પર હંમેશ માટે સ્થિર રહેતા કુંડળો. વરાહ જેવું મુખ. મુખ પર નીકળતા દાંત. એ દાંત પર રાયણવૃક્ષ. એ રાયણવૃક્ષની નીચે ચઢ્યું. તેમાં રહેલી પ્રભુમૂર્તિ. ૧. આંખો એ પ્રભુ પર સ્થિર. મન એ મૂર્તિમાં જ રમમાણ છે માટે એ બાજુ સહેજ ઊંચકાયેલું મસ્તક, ગળે લટકતા બેનમૂન દાગીનાઓને લીધે ઢંકાયેલું વક્ષ:સ્થળ, પગમાં મધુર રીતે રણકતાં ઝાંઝર. ૨. કલ્પવૃક્ષની ડાળ જેવા છ હાથ. દરેક હાથ પર મણિ મઢેલા અલંકારો. અંકુશ, નાગ અને ત્રિશૂલ ડાબા હાથોમાં. ડમરુ, માળા અને ગદા જમણા હાથમાં. ૩. હાથ-પગ-મુખ-જીભ-નાક અને હોઠનો વર્ણ લાલ. જાણે અળતાથી કે જાસુદના રસથી રંગાયેલા. લાલ રંગના ફૂલો-ગુલાબ-કરવીર-રક્તકમળમાં આસક્તિ હોવાનો એ સંકેત. ૪. રાત જેમ તારાથી ખીચો ખીચ હોય તેમ પીઠ પર ખીચોખીચ આગિયાઓ. અગણિત. ૫. આ દેવે ગુરુને પૂછ્યું કે “આપ મને ઓળખો છો ?' વસ્તુસ્થિતિથી અજાણ ગુરુવરે જવાબમાં ના પાડી. ગુરુ સાચું હોય તે કહે. બીજી કોઈ વાત ન કરે. એમને તો પરમાર્થમાં રસ હોય. જે હોય તે છૂપાડે નહીં. ૬. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૯ ૧૫૩
SR No.009095
Book TitleManibhadrakavyam
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2008
Total Pages209
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy