SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ સ संग्रहैकपरः प्रायः समुद्रोपि रसातले। दातारं जलदं पश्य गर्जन्तं भुवनोपरी ॥ [દરિયાને માત્ર પાણી ભેગું કરતા આવડે છે બીજાને આપતા આવડતું નથી એટલે તેનું સ્થાન રસાતાળ ગયું છે. જુઓ પાણીનું દાન કરતાં વાદળા ભુવનમાં સર્વોપરી સ્થાને બેસીને કેવી ગર્જના કરે છે !] सत्यं ब्रूयात् प्रियं ब्रूयत् न ब्रूयात् सत्यमप्रियं । प्रियं च नानृतं ब्रूयात् एष धर्मः सनातनः॥ [સત્ય બોલવું જોઈએ પ્રિય બોલવું જોઈએ અપ્રિય હોય તેવું સત્ય બોલવાનું ટાળવું જોઈએ અને અસત્ય પ્રિય લાગે તેવું હોય છતાં કદી ન બોલવું એ સનાતન નિયમ છે.] सत्यं वद धर्मं चर स्वाध्यायान्मा प्रमदः । आचार्याय प्रियम् धनमाहृत्य प्रजातंतुम् मा व्यवच्छेत्सीः ॥ [તૈત્તરીય ઉપનિષદમાં નવા વિદ્યાર્થીને ઉપદેશઃ સાચું બોલજે, ધર્મ પ્રમાણે આચરણ કરજે. પોતાના અભ્યાસમાં તલ્લીન રહેજે. ગુરુને દક્ષિણા આપજે અને આ પરંપરાનો લોપ ન થાય તેનું ધ્યાન રાખજે.] सत्यमेव जयते नानृतम् । [વિજય સત્યનો થાય છે, જુઠનો નહિ. આપણા દેશનો આ મુદ્રાલેખ છે.] सत्यस्य वचनं श्रेयः सत्यादपि हितंवदेत्। यद्भूतहितमत्यन्तं एतत् सत्यं मतं मम ॥ [નારદ મુનિનું આ કથન છેઃ સત્ય વચન બોલવું સૌથી સારું છે, પણ સત્ય કરતાં ય વધુ સારું છે સૌના હિતમાં હોય એવું બોલવું. મારા મતે જે વાત અસંખ્ય લોકોનું ભલું કરતી હોય તે સત્ય જ છે.] 65
SR No.009085
Book TitleDadini Prasadi
Original Sutra AuthorN/A
AuthorMavjibhai Mumbaiwala
PublisherMavjibhai Mumbaiwala
Publication Year
Total Pages73
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy