SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ शिर: शार्वं स्वर्गात्पततिशिरसस्तत् क्षितिधरं महीधादुत्तुङ्गादवनिमवनेश्चापि जलधिम्। अधोऽधो गङ्गेयं पदमुपगता स्तोकमथवा विवेकभ्रष्टानां भवति विनिपात: शतमुखः॥ [સ્વર્ગમાંથી ઉતરેલી પવિત્ર ગંગા શંકર ભગવાનની જટા પર પડે છે. ત્યાંથી હિમાલયના પહાડો પર અને પછી પડતી પડતી સપાટ મેદાનોમાં જઈ છેવટે સમુદ્રમાં વિલીન થઈ જાય છે. આમ ગંગા નદી એક વખત નીચે પડ્યા પછી વધુ ને વધુ નીચે પડતી જાય છે. એવું જ માણસોનું છે. એક વખત સાનભાન ચૂકો પછી તમારું સેંકડો રીતે અધપતન થાય છે.] शुचिर्दक्षोऽनुरक्तश्च भृत्यः खलु सुदुर्लभः। [સ્વચ્છતા જાળવવામાં કુશળ હોય અને સાથે સાથે માલિકની પ્રેમથી સેવા કરે તેવા નોકર નસીબ હોય તો જ મળે.]. शुभस्य शीघ्रं। [સારું કામ ઝપાટાભેર કરવું જોઈએ. તેમાં કોઈની રાહ ન જોવાય.] शुभास्ते पन्थानः संतु। [તારો પંથ શુભ બનો.] शैले शैले न माणिक्यं मौक्तिकं न गजे गजे। साधवो न हि सर्वत्र चन्दनं न वने वने॥ [દરેક પર્વત પર માણેક ન હોય. દરેક હાથીના કપાળમાં મોતી ન હોય. બધે જ સારા માણસ ન હોય, દરેક જંગલમાં ચંદનના ઝાડ ન હોય. હિતોપદેશનો આ લોક કેટલો સરળ અને છતાં સાચો છે !]
SR No.009085
Book TitleDadini Prasadi
Original Sutra AuthorN/A
AuthorMavjibhai Mumbaiwala
PublisherMavjibhai Mumbaiwala
Publication Year
Total Pages73
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy