SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ સૂગ-૨90 ૧૬૯ પdટો, નરકાવાસો, નકપંક્તિઓ, નરક પ્રસટો, કો, વિમાનો, વિમાન પંકિતઓ, વિમાન પરdટો, ટંકો, કૂટો, પર્વતો, શિખરવાળા પર્વતો, પ્રભારોનમેલા પર્વતો, વિજયો, વક્ષારો (વક્ષસ્કર પર્વતો) ક્ષેત્રો, વર્ષધર પર્વતો, સમુદ્રવેલાઓ, વેદિકાઓ, દ્વાો, તોરણો, દ્વીપો તથા સમુદ્રોની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, ઊંડાઈ તથા પરિધિનું માપ જવામાં આવે છે. • વિવેચન-૨૩/૫ - લોકમાં ત્રણ પ્રકારના રૂપી પદાર્થ જોવા મળે છે. (૧) મનુષ્યકૃત, (૨) કમજન્ય-ઉપાધિજન્ય (3) શાશ્વતા. તેમાં જે મનુષ્યકૃત પદાર્થો છે, તેનું માપ આભાંગલથી કરવામાં આવે છે. ઉપાધિ એટલે કર્મ. કમદ્વારા શરીર વગેરે પ્રાપ્ત થાય માટે શરીર ઉપાધિજન્ય કહેવાય છે. તેનું માપ ઉભેધાંગુલી કરવામાં આવે છે અને નરકભૂમિ વગેરે જે શાશ્વતા પદાર્થો છે તેનું માપ પ્રમાણાંગુલથી માપવામાં આવે છે. સૂત્રમાં શાશ્વતા પદાર્થોના ઘણા નામ આવ્યા છે તેથી સ્પષ્ટ છે કે સદા શાશ્વત રહેનાર પર્વત, ભવન, વિમાન, નરકાવાસ, પાતાળકળશ, દ્વીપ, સમુદ્ર, હોમ, વિજય, શાશ્વત નદીઓ, કંદ, તીર્થ આદિનું માપ આ પ્રમાણાંગુલથી થાય છે. જેમકે પ્રમાણાંગુલથી જંબૂદ્વીપ એક લાખ યોજન છે. • સૂત્ર-૨૩૦/૬ : તે પ્રમાણાંગુલના સંક્ષેપમાં ત્રણ પ્રકાર કહ્યા છે. (૧) રોચ્ચાંગુલ, () પતરાંગુલ (3) ધનાંગુલ. માણાંગુલથી નિux અસંખ્યાત ક્રોડાકોડી યોજનોની એક શ્રેણી થાય છે. શ્રેણીને શ્રેણીથી ગણવાથી પ્રતર થાય છે અને ખતરને શ્રેણી સાથે ગુણવાણી એક લોક થાય છે. લોકને સંખ્યાત રાશિથી ગુણવામાં આવે તો સંખ્યાત લોક થાય છે અને અસંખ્યાત રાશિથી ગુણવામાં આવે તો અસંખ્યાત લોક થાય છે. • વિવેચન-૨૦/૬ : આ સૂત્રમાં સૂત્રકારે પ્રમણાંગુલના ત્રણ પ્રકા-શ્રેણ્યાંગુલ, પ્રતરગુલ અને ધનાંગુલનું સ્વરૂપ દર્શાવ્યું છે. ત્રણે પ્રકારના પ્રમાણાંગુલનું સ્વરૂપ ઉભેધાંગુલની જેવું જ સમજવું. પ્રમાણાંગુલ શ્રેણીને શ્રેણી સાથે ગુણવાથી પ્રમાણાંગુલનો-પ્રતરાંગુલ થાય છે અને પ્રતરને શ્રેણી સાથે ગુણવાથી પ્રમાણાંગુલનો ધનાંગુલ થાય છે. સૂત્રકારે આ સૂત્રમાં ધનીકૃત લોકના આધારે ઉત્કૃષ્ટ શ્રેણી, પ્રતર અને ધનનું વર્ણન કર્યું છે. અહીં પ્રશ્ન થાય કે પ્રમાણાંગુલનું વર્ણન કરતાં સૂત્રકારે ઘનીકૃત લોકનું વર્ણન શા માટે કર્યું હશે ? તેનું સમાધાન એ છે કે પ્રમાણાંગુલી શાશ્વત વસ્તુઓ માપવામાં આવે છે અને શાશ્વત એવા લોકના આધારે જ શ્રેણી, પ્રતર વગેરેનું પ્રમાણ નિશ્ચિત થાય છે. તેથી પ્રમાણાંગુલના પ્રસંગે ધનીકૃત લોક વગેરેનું વર્ણન યથોચિત જ છે. શ્રેણી આદિનું સ્વરૂપ :(૧) શ્રેણી - એક પ્રદેશ પહોળી, ધનીકૃત લોકના સાત રાજુ પ્રમાણલાંબી ૧૩૦ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન અર્થાત અસંખ્ય ક્રોડાકોડી યોજન લાંબી આકાશ પ્રદેશોની પંક્તિને શ્રેણી કહે છે તે શ્રેણી ૩ રાજુ લાંબી હોય છે. (૨) પ્રતર :- ધનીકૃત લોકની શ્રેણી સાથે શ્રેણીને ગુણવાથી પ્રતર બને છે. અર્થાત પ્રતરની લંબાઈ-પહોળાઈ સાત-સાત સજની હોય છે. આ પ્રતર ૩ x 9 = ૪૯ રાજુ પ્રમાણ હોય છે. (3) ધન:- ધનીકૃત લોકના પ્રત્તર સાથે શ્રેણીને ગુણવાથી ધન બને છે. તે જ ઘનીકૃત લોક કહેવાય છે. ૪૯ x 9 = ૩૪૩ રાજુ પ્રમાણ ધન છે. ઘનીકૃત લોક ૩૪૩ રાજુ પ્રમાણ છે. (૪) સંખ્યાત લોક :- તે ધનીકૃત લોક સાથે સંખ્યાતને ગુણવામાં આવે તો તે સંખ્યાત લોક કહેવાય. (૫) અસંખ્યાત લોક :- તે ધનીકૃત લોક સાથે અસંખ્યાતને ગણવામાં આવે તો તે અસંખ્યાત લોક કહેવાય છે. ઉભેઘાંગુલથી કે આમાંગુલથી આ શાશ્વત પદાર્થોનું માપ થતું નથી. • સૂત્ર-૨eo/s + વિવેચન : ધન :- આ શ્રેશ્ચંગુલ, પતરાંગુલ અને ધનાંગુલમાં કોણ કોનાથી અત્ય, અધિક, તુલ્ય કે વિશેષાધિક છે ? ઉત્તર સર્વશી થોડા શ્રેણી અંગુલ છે. તેથી પ્રતરાંગુલ અસંખ્યાતગુણા અને તેથી ધનાંગુલ અસંખ્યાતગુણા છે. આ રીતે પ્રમાણાંગુલનું વર્ણન પૂર્ણ થાય છે. તેમજ વિભાગ નિષva પ્રમાણની અને ટ્રોત્ર પ્રમાણની વકતવ્યતા પૂર્ણ થાય છે. • સૂત્ર-૨૭૧ થી ૨૩૪ : પ્રશ્ન : કાળપમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- કાળપમાણના બે ભેદ છે, તે આ પ્રમાણે છે – (૧) પ્રદેશ નિug અને () વિભાગ નિry. પ્રશ્ન : પ્રદેશનિષ્પન્ન કાળપમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- એક સમયની સ્થિતિવાળા, બે સમયની સ્થિતિવાળા, ત્રણ સમયની સ્થિતિવાળાથી લઈ દસ સમયની સ્થિતિવાળા, સંખ્યાત-અસંખ્યાત સમયની સ્થિતિવાળા (પરમાણુ અથવા કંધ) પ્રદેશ નિષ્ણ કાળપમાણ છે. રીતે પ્રદેશ અથતિ કાળના નિર્વિભાગ અંશથી નિષ્પન્ન કાળપમાણનું સ્વરૂપ જાણવું. પન :- વિભાગ નિષ્પન્ન કાળપમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- (૧). સમય, (ર) આવલિકા (3) મુહૂર્ત, (૪) દિવસ, (૫) અહોરા, (૬) પ૪, () માસ, () સંવત્સર, () યુગ, (૧૦) પલ્યોપમ, (૧૧) સાગરોપમ, (૧૨) અવસર્પિણી-ઉત્સર્પિણી (૧૩) પુદ્ગલ પરાવર્તનરૂપ કાલને વિભાગનિum કાલયમાણ કહે છે.. • વિવેચન-૨૦૧ થી ૨૩૪ - કાળના નિર્વિભાગ અંશ (સમય)ને પ્રદેશ કહેવામાં આવે છે. આ નિર્વિભાગ અંશો-પ્રદેશોથી નિષ્પન્ન કાળ પ્રદેશનિષ્પન્ન કાળપમાણ કહેવાય છે. એક સમયની
SR No.009082
Book TitleAgam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy