SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ સૂગ-૨૫૩ ૧૪૩ અનુસાર પરમાણુ વગેરે દ્રવ્ય મપાય છે, તેનું યથાર્થ જ્ઞાન કરાય છે માટે તે પ્રમાણ. 'yfinતેનૈન fસ પ્રHUK' આ કરણ સાધન વ્યુત્પત્તિ અનુસાર જેના દ્વારા જાણી શકાય તે પ્રમાણ. પરમાણુ વગેરે દ્રવ્યોનું એક, બે, ત્રણ પરમાણુઓથી નિષ્પન્ન સ્વરૂપ જ મુખ્યરૂપથી પ્રમાણ છે કારણ કે તે તેના દ્વારા જ જણાય છે. તે સ્વરૂપ સાથે પરમાણુ વગેરે સંબંધિત હોવાથી પરમાણુ વગેરે દ્રવ્યને ઉપચારથી પ્રમાણ કહેલ છે. ofeત: પ્રHTUTP - જે જ્ઞાન તે પ્રમાણ. આ ભાવસાધન વ્યુત્પતિ અનુસાર જ્ઞાનપ્રમાણ છે. પ્રમેય-ોય પદાર્થ મુખ્યરૂપે પ્રમાણ ન કહેવાય. માટે કાર્યમાં ઉપચાર કરી પ્રમેયને પ્રમાણરૂપ માનવામાં આવે. એક પ્રદેશવાળો પરમાણુ અને બે પ્રદેશ, ત્રણ પ્રદેશ ચાવ અનંતપદેશથી નિષ્પન્ન સ્કંધ પ્રમેય છે. તે કર્મસાધન વ્યુત્પતિ અનુસાર મુખ્યરૂપથી પ્રમાણભૂત છે અને કરણસાધન તથા ભાવસાધન વ્યુત્પત્તિ અનુસાર ઉપયાથી પ્રમાણભૂત છે માટે પરમાણુ વગેરે સર્વને પ્રદેશનિug દ્રવ્યપમાણ કહ્યું છે. પરમાણુ વગેરે સ્વતઃ પ્રદેશરૂપ છે. આકાશના અવિભાગી અંશને પ્રદેશ કહેવામાં આવે છે. આકાશના જેટલા ભાગમાં એક અવિભાગી પુદ્ગલ પરમાણુ રહે તેટલા મને પ્રદેશ કહે છે. જે સ્વયં આદિ, મધ્ય અને આંતરૂપ હોય તેવા નિર્વિભાગ દ્રવ્યને પરમાણુ કહે છે. આવા બેત્રણ, ચાહ્યી લઈ અનંત પરમાણુ ભેગા મળે, પરમાણુઓના સંઘટનથી નિપૂણ થતા પિંડને અંધ કહેવામાં આવે છે. અહીં મૂર્ત એવા પુદ્ગલદ્રવ્યના પ્રદેશનું કથન કર્યું છે કારણ કે તે ઈન્દ્રિય ગ્રાહ્ય છે. ૧. ધમસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ છે. ૨. અધમસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ છે. 3. જીવાસ્તિકાયના (એક જીવના) અસંખ્યાતપ્રદેશ છે. ૪. આકાશસ્તિકાયના અનંતપદેશ છે. ૫. કાળ દ્રવ્ય-અપદેશી ૬. પુદ્ગલાસ્તિકાય-સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશવાળું છે. • સૂઝ-૨૫૩/૨ - પ્રશ્ન :- વિભાગ નિષ્ણ દ્રવ્યપમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર • વિભાગ નિમ વાપમાણ પાંચ પ્રકારની છે. (૧) માન પ્રમાણ, () ઉન્માન પ્રમાણ, (3) અવમાન પ્રમાણ, (૪) ગણિમ પ્રમાણ, (૫) પ્રતિમાનું પ્રમાણ. • વિવેચન-૨૫૩/ર : વિશિષ્ટ અથવા વિવિધ ભાગ-ભંગ, વિકલા, પ્રકારને વિભાગ કહેવામાં આવે છે. જે દ્રવ્યપ્રમાણની નિપતિ પ્રદેશોથી નહીં પણ વિભાગ દ્વારા થતી હોય, તે વિભાગ નિપા દ્રવ્યપ્રમાણ કહેવાય છે. ધાન્યાદિ દ્રવ્યોનું માપ પ્રદેશ દ્વારા ન થાય પણ પસલી વગેરે વિભાગથી થાય છે, માટે તેને વિભાગ નિપજ્ઞ દ્રવ્યપમાણ કહેવામાં આવે છે. વિભાગ નિષ્પ દ્રવ્યપ્રમાણના પાંચ પ્રકાર છે - (૧) માન :- તેલ વગેરે પ્રવાહી અને ધાન્ય, ધન દ્રવ્યોને માપવાના પાત્ર. (૨) ઉન્માન :- બાજવાથી તોળાય છે. (3) અવમાન - ફોગને માપવાના દંડ, ગજ, માઈલ, કિ.મી. વગેરે. ૧૪૮ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન (૪) ગણિમ - એક, બે, ત્રણ એમ ગણી શકાય છે. (૫) પ્રતિમાન: જેના દ્વારા સોનું વગેરેનું વજન કરાય છે. • સૂગ-૨૫૩/૩ - ધન :- માન.માણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- માન.માણના બે પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે - (૧) ધાન્યમાન પ્રમાણ () સ માના માણ. ધન :- ધાન્યમાનપમાણનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- ધાન્ય માપવામાં આવે તે સાધનો-ધાન્ય માન કહેવાય. તે અમૃતિ, પસૂતિ આદિમ જાણવા. (૧) બે અસૃતિની એક પ્રકૃતિ, (૨) બે પ્રકૃતિની એક સેતિકા, (૩) ચાર સૈતિકાનો એક કુડવ. (૪) ચાર કુડવનો એક પ્રસ્થ, (૫) ચાર પ્રસ્થનો એક ઢક, (૬) ચાર અઢકનો એક દ્રોણ, (૩) સાંઠ ઢકનો એક જઘન્ય કુંભ, (૮) સી આઢકનો મધ્યમકુંભ (6) સો અઢકનો ઉત્કૃષ્ટ કુંભ (૧૦) આઠસો ઓઢકનો એક બાહ થાય છે. પ્રથન • ધાન્યમાન પ્રમાણેનું પ્રયોજન શું છે ? ઉત્તર :- આ ધાન્યમના પ્રમાણ દ્વારા મુકતોલી-કોઠી, મુરત-મોટો કોથળો (મોટી ગુણી) ઈ-નાનીગુણી (નાની થેલી), લિંદ-વાસણ કે ટોપલો તથા અપચારીમાં (ભૂમિગત કોઠીમાં) રાખેલા ધાયના પ્રમાણનું પરિજ્ઞાન થાય છે. આ રીતે ધાન્ય માન પ્રમાણ જાણવું. • વિવેચન-૫૩/3 - ધાન્યવિષયક માન-માપને ધાન્યમાન પ્રમાણ કહેવામાં આવે છે. ધાન્યાદિ પદાર્થને માપવાનું પ્રથમ એકમ છે અમૃતિ. એક હથેળી પ્રમાણ ધાન્ય અમૃતિ કહેવાય છે. બે અમૃતિની એક પસૃતિ અર્થાતુ ખોબો. ખોબામાં સમાય તેટલું ધાન્ય પમૃતિ પ્રમાણ કહેવાય. સેતિકા, કુડવ વગેરે મગધ દેશમાં પ્રસિદ્ધ માપોના નામ છે. આ ધાન્યમાન પ્રમાણનું પ્રયોજન સ્પષ્ટ છે કે તેનાથી કોઠી વગેરેમાં લખેલા ધાન્ય આદિના પ્રમાણનું જ્ઞાન થાય છે. મુડવ :- ચાર આંગુલ લાંબુ-પહોળું અને ઊંડું વાંસનું પાત્ર કે લોઢાનું પાત્ર. • સૂત્ર-૨૫૩/૪ : પન - સમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર • સમાન પ્રમાણ ધાન્યમાન પ્રમાણ કરતાં ચાર ભાગ વધારે હોય છે અને તે અત્યંતર શિખાયુક્ત હોય છે, તે માપ પ્રમાણે છે – (૧) ચાર પલ પ્રમાણ એક ચતુઃષષ્ઠિકા (૨) આઠ પલ પ્રમાણ દ્વાર્ષાિશિકા, (3) સોળપલ પ્રમાણ પોડશિકા, (૪) બીસ પલ પ્રમાણ અષ્ટભાગિકા, (૫) ચોસઠ પલ પ્રમાણ ચતુભઈગા, (૬) એકસો અઠ્ઠાવીસ પલ પ્રમાણ અમિાની () બસ્સો છપ્પન પલ પ્રમાણ માની (માણી) હોય છે. બીજી રીતે – (૧) બે ચતુઃષષ્ઠિકાની એક દ્વાíિશિકા, (૨) બે દ્વાઝિશિકાની એક ષોડશિકા, (૩) બે મોડશિકાની એક અષ્ટભાગિકા, (૪) બે અષ્ટભાગિકાની એક ચતુભગિકા, (૫) બે ચતુભગિકાની એક ધમાની (૬). બે અર્ધમાનીની એક માની થાય છે.
SR No.009082
Book TitleAgam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy