SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ સૂગ-૨૫૧ ૧૪૩ • સૂત્ર-૨૫૧/૨ - ઘન - શિલ્પ નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર * શિલ્પનામ તદ્ધિતના ઉદાહરણ છે . તૌષિક-રફૂ કરનાર શિશી, પકારિક-પટ્ટ વસ્ત્ર બનાવનાર શિલી, તાજુવાસિક-તંતુ બનાવનાર, ઔદ્રવૃત્તિક-શરીરનો મેલ દૂર કરનાર શિથી-નાવી, વાટિક-એક શિલ્ય વિશેષ જીવી, મૌજકારિક-મુંજની રસ્સી બનાવનાર શિથી, કાષ્ઠકારિક-લાકડામાંથી વસ્તુઓ બનાવનાર શિથી, છકારિક, છમ બનાવનાર શિaણી, બાહ્યકારિકરથ વગેરે બનાવનાર શિવપી, પીસ્તકારિકપુસ્તક બનાવનાર શિલ્પી, શૈત્રકારિક-ચિત્રકાર, દતકારિક-દાંત બનાવનાર શિal, હૈયકારિક-મકાન બનાવનાર શિલી, રૌલકારિક-પત્થર ઘડનાર શિલ્પી, કૌમિકારિક-ખાણ ખોદનાર શિથી. તે શિવનામ તદ્ધિત છે. • વિવેચન-૨૫૧/ર : આ સૂત્રમાં શિલ્પ કળાના આધારે સ્થાપિત કેટલાક નામોનો સંકેત છે. આ નામ શિલા અર્થમાં તદ્ધિત પ્રત્યય લાગવાથી નિષ્પન્ન થાય છે. • સૂત્ર-૨૫૧/૩ : પ્રશ્ન :- શ્લોકનામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર સવના અતિથિ, શ્રમણ, બ્રાહાણ તે બ્લોક નામ સહિતના ઉદાહરણ છે. આ શ્લોકનામ તદ્ધિત છે. • વિવેચન-૨૫૧/૩ : શ્લોક-યશ અર્થમાં તદ્ધિત પ્રત્યય લાગવાથી જે નામ નિપજ્ઞ થાય, તે શ્લોકનામ કહેવાય છે. ‘મffોડર્સૂત્રથી પ્રશસ્ત અર્થમાં “અ” પ્રત્યય લાગ્યો છે. તપશ્ચર્યાદિ શ્રમથી યુક્ત હોય તે શ્રમણ અને બ્રહ્મ-આત્માના આરાધક હોય તે બ્રાહ્મણ. આ શ્રમણ, બ્રાહ્મણ વગેરે સર્વના અતિથિ છે, સમ્માનીય છે માટે તેઓ પ્રશસ્ત છે. આમ શ્રમણ નામની નિષ્પતિમાં પ્રશસ્તતા-બ્લોક કારણરૂપ હોવાથી તે શબ્દ શ્લોક નામ તદ્ધિત કહેવાય છે. • સૂત્ર-૨૫૧/૪ - પ્રત * સંયોગ નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર સંયોગનામ તદ્ધિતના ઉદાહરણ છે - રાજાના શસુર-રાજશ્વસુર, રાજાના સાળા-રાજ સાળા, રાજાના સપ્ટ-રાજસદ્ધ, રાજાના જમાઈ-રાજજમાઈ, રાજાના બનેવી. રાજબનેવી. • વિવેચન-૨૫૧૪ - સંબંધ અર્થમાં તદ્ધિત પ્રત્યય લાગવાથી જે નામ નિપન્ન થાય તે સંયોગનામ કહેવાય છે. સત્રમાં ‘ઇvrો ' વગેરે ઉદાહરણ આપ્યા છે તે વિગ્રહ કરેલા શબ્દ છે, તેનો સંયોગ થતા ‘રાજશ્વસુર’ બને છે. રાજશ્વસુર વગેરે નામ સંયોગ તદ્ધિતજ ભાવપ્રમાણે નામ જાણવા. • સૂત્ર-૨૫૧/૫ - પ્રશન • સમીપ નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- સમીપ અમિાં તદ્ધિત પ્રત્યય દ્વારા નિજ નામ-ગિરિની સમીપનું નગર તે સિરિનગર, વિદિશાની ૧૪૪ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન સમીપનું નગર તે વૈદિશ, વૈજ્ઞાની સમીપનું નગર તે વેuતટ, તગરાની સમીપનું નગર તે તગરાતટ આ “ગિરિનગર' વગેરે નામ સમીપનામ જાણવા. • વિવેચન-૨૫૧/૫ - સમીપ, નિકટ, પાસેના અર્થમાં તદ્ધિત પ્રત્યયથી ગિરિનગર, વૈદિશ, વેજ્ઞાતટ વગેરે નિષ્પન્ન થાય છે. તે સમીપાર્થ બોધક તદ્ધિતજ ભાવ પ્રમાણ નામ છે. • સૂત્ર-૨૫૧/૬ : પન :- સંયૂથ નામનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- સંયૂથનામ તદ્ધિતના ઉદાહરણ-તગવતીકાર, મલયવતીકાર, આત્માનુષષ્ઠિકાર, બિકાર વગેરે. • વિવેચન-૨૫૧/૬ : ગ્રંથ રચનાને સંયૂથ કહેવામાં આવે છે. તે સંયૂથને સૂચવવા જે તદ્ધિત પ્રત્યય લાગે અને તેનાથી જે નામ નિપન્ન થાય તે સંયુથ નામ કહેવાય છે. જેમકે તરંગવતીના નિમિતે જે વાત ચવામાં આવી તે ગ્રંથને તરંગવતી કહે છે, તે જ રીતે મલયવતી, આત્માનુષષ્ટિ વગેરે ગ્રંથના નામ જાણવા. આ ‘તરંગવતી' વગેરે ગ્રંથ નામોમાં ‘અધિકૃત્ય કૃતો ગ્રન્થ:' આ અર્થમાં અણાદિ અને ઘાદિ પ્રત્યય લાગે છે અને બીજા સૂત્રથી તેનો લોપ થતાં ગ્રંથનું નામ ‘તરંગવતી’ બને છે. ‘તરંગવતી’ વગેરે નામ સંચૂથનામ જાણવા. • સૂત્ર-૨૫૧/૩ : પ્રથન • ઐશા નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઐશર્વનામ દ્વિતના ઉદાહરણો - રાજેશ્વર, તલવર, માઉંબિક, કૌટુમ્બિક, ઈભ્ય, શ્રેષ્ઠી, સાવિાહ, સેનાપતિ વગેરે. આ ઐશ્વર્ય નામ છે. • વિવેચન-૨૫૧/૩ : ઐશ્વર્ય ધોતક શબ્દોને તદ્ધિત પ્રત્યય લગાડવાથી જે નામ નિ થાય તે ઐશ્વર્યનામ તદ્ધિત કહેવાય છે. ઐશ્વર્યધોતક નામ, સ્વાર્થમાં (સ્વ અર્થમાં) ‘ક’ પ્રત્યય લગાડવાથી નિષ્પન્ન થાય છે. તેથી તે રાજેશ્વર વગેરે નામ ઐશ્વર્ય બોધક તદ્ધિત જ ભાવ પ્રમાણ નિષ્પન્ન નામ જાણવા. • સૂત્ર-૨૫૧/૮ - પીન :- અપત્યનામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- અપત્યનામ તદ્ધિતના ઉદાહરણ-તીર્થકરમાતા, ચક્રવર્તમાતા, બળદેવમાતા, વાસુદેવમાતા, રાજમાતા, મુનિમાતા(ગણિમાતા), વાચકમાતા તે અપત્યનામ છે. આ રીતે તદ્ધિત પ્રત્યયજન્ય નામની વક્તવ્યા પૂર્ણ થાય છે. • વિવેચન-૨૫૧/૮ : અપત્ય એટલે પુત્ર, પુગથી વિશેષિત થવું તે અર્થમાં તદ્ધિત પ્રત્યય લાગવાથી તીર્થકરમાતા વગેરે નામ નિષ્પન્ન થાય છે. - તીર્થકર જેમના પુત્ર છે તે તીર્થકર માતા, તીર્થકરરૂપ પુત્ર દ્વારા માતા પ્રસિદ્ધિ અને સન્માનને પ્રાપ્ત થાય છે, તેથી તે અપત્યનામ કહેવાય છે. માતાના નામે પુત્રનું નામ પ્રસિદ્ધ થાય તો તે પણ અપત્યનામ કહેવાય
SR No.009082
Book TitleAgam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy