SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૩૮ ૧૩૫ ૧૩૬ “અનુયોગદ્વાર" ચૂલિકાસૂત્ર • સાનુવાદ વિવેચન રમ્યફવષય-રચ્યક્રવર્ષ »ીય અથવા આ મગધીય છે, આ માલવીય, સૌરાષ્ટ્રીય, મહારાષ્ટ્રીય કોંકણ દેશીય કોશલ દેરણીય, આ સંયોગ નિષ્ણ નામ છે. • વિવેચન-૨૩૮/3 - ક્ષેત્રને આધાર, માધ્યમ બનાવી, ક્ષેત્રની મુખ્યતાએ જે નામકરણ થાય તે ફોત્રસંયોગનિષા નામ કહેવાય છે. ભારતીય, માગધીય વગેરે તેના ઉદાહરણ છે. • સૂત્ર-૨૩૮/૪ - પ્રશ્ન :- કાળસંયોગ નિપજ્ઞ નામનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- કાળસંયોગ નિપ્પલ નામ આ પ્રમાણે છે. જેમકે સુષમસુષમકાળમાં ઉત્પન્ન થવાથી ‘સુષમ-સુષમજ', સુષમ કાળમાં ઉત્પન્ન થવાથી, ‘સુષમજ', તે જ રીતે સુષમદુહમજ, દુષમસુષમજ, દુષમજ, દુષમદુષમજ નામ જાણવા અથવા વષઋિતુની શરૂઆતમાં ઉત્પન્ન ખાવૃષિક, વપત્રિકતુમાં ઉત્પન્ન થયેલ વષસિકિક, તે જ રીતે શારદ, હેમન્તક, વસન્તક અને ગ્રીમક નામ કાળસંયોગથી નિપન્ન થયા છે. • વિવેચન-૩૮/૪ : આ સૂત્રમાં સુષમભુપમ વગેરે કાળની અપેક્ષાઓ અને વપતુિ વગેરે છે પ્રકારના ઋતુકાળની અપેક્ષાએ કાળનિષ્પન્ન નામનું વર્ણન કર્યું છે. ભરત વગેરે ક્ષેત્રમાં કાળનું પરિવર્તન થયા કરે છે. તેમાં જે કાળમાં આયુષ્ય, અવગાહના-ઊંચાઈ, બળ, જમીનની સરસાઈ વગેરે હીન થતાં જાય છે અવસર્પિણીકાળ કહેવાય છે અને જે કાળમાં આયુગાદિ વૃદ્ધિ પામતા જાય છે કાળ ઉત્સર્પિણી કાળા કહેવાય છે, સત્રમાં સુષમસુષમ વગેરે છ નામ આપ્યા છે તે કાળના છ વિભાગના નામ છે. તે કાળમાં ઉત્પન્ન થયેલ મનુષ્ય તે નામથી ઓળખાય છે. જેમકે સુષમસુષમ કાળમાં જન્મેલ હોય તે ‘સુષમસુષમજ' કહેવાય. આ નામ કળસંયોગથી નિષH નામ જાણવા અથવા એક વરસની છ બકતુ હોય છે. (૧) પ્રવૃષ, (૨) વષ, (3) શરદ, (૪) હેમત, (૫) વસંત અને (૬) ચીમ. આ છ ઋતુના વિભાગ પણ કાળ આઘારિત છે, જે જે ઋતુમાં ઉત્પન્ન થાય છે તે ઋતુના નામે ઓળખાય છે. તે કાળસંયોગ નિષ્પન્ન નામ છે. • સૂત્ર-૨૩૮/પ : પ્રશ્ન :- ભાવસંયોગનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર * ભાવસંયોગના બે ભેદ છે. તે આ પ્રમાણે ચે - પ્રશસ્ત ભાવ સંયોગ અને અપશસ્તભાવ સંયોગ. પ્રશ્ન = પ્રશસ્તભાવ સંયોગનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- જ્ઞાન-દર્શન વગેરે પ્રશસ્ત-શુભ ભાવ છે. તેના સંયોગથી જે નામ નિપન્ન થાય તે પ્રશસ્ત ભાવસંયોગજ નામ કહેવાય. જેમ જ્ઞાનના સંયોગથી જ્ઞાની, દર્શનના સંયોગથી દર્શની, ચાત્રિના સંયોગથી ચાીિ. પ્રશ્ન :- અપશસ્ત ભાવસંયોગ નિપજ્ઞ નામનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :ક્રોધ, માન વગેરે અપશસ્ત ભાવ છે. તેના સંયોગથી જે નામ નિપન્ન થાય તે આપશસ્ત ભાવસંયોગજ નિપજ્ઞ નામ કહવાય. જેમકે કોધના સંયોગથી ક્રોધી, માનના સંયોગથી માની, માયાના સંયોગથી મારી લોભના સંયોગ લોભી, આ અપશસ્ત ભાવ સંયોગ નામના ઉદાહરણ છે. આ રીતે ભાવસંયોગ નામની તેમજ સંયોગ નિપજ્ઞ નામની વળતાપૂર્ણ થાય છે. - વિવેચન-૨૩૮/ + આ સૂત્રોમાં ભાવસંયોગ નિપજ્ઞ નામનું પ્રતિપાદન છે. વસ્તુના (દ્રવ્યના) ધમને ભાવ કહેવામાં આવે છે. વસ્તુનો સ્વભાવ તે ધર્મ અતિ વસ્તુના સ્વભાવને ભાવ કહી શકાય. જીવમાં પોતાનો સ્વભાવ યથાવતું રહે છે માટે તેમાં પ્રશસ્તઅપશસ્ત એવા ભેદ નથી પણ સંસારી જીવમાં વિભાવભાવ પણ હોય છે. તેથી જ્ઞાનદર્શન વગેરે જીવના સ્વાભાવિકગુણ શુભ અને પવિત્રતાના કારણરૂપ હોવાથી તે પ્રશસ્તભાવ અને વૈભાવિક ક્રોધાદિ ભાવો વિકારજનક અને પતનના કારણરૂપ હોવાથી અપશ ભાવ કહેવાય છે. જ્ઞાનના સંયોગથી જ્ઞાની નામથી પ્રખ્યાત થાય તેને પ્રશસ્તભાવ સંયોગ નિપજ્ઞ નામ કહેવાય. તે જ રીતે કોઈ વ્યક્તિ તીવકોધી હોય અને તે ક્રોધરૂપે પ્રખ્યાતી પામે તો કોધીનામ માપશસ્ત ભાવસંયોગ નિપm નામ કહેવાય. અન્ય ઉદાહરણો પણ આ રીતે સમજી લેવા. • સૂત્ર-૨૩૮/૬ : પ્રશ્ન :- પ્રમાણ નિષ્પ નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- પ્રમાણનિપન્ન નામના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે - (૧) નામ પ્રમાણ (૨) સ્થાપના પ્રમાણ (3) દ્રવ્યપમાણ (૪) ભાવપમાણ. • વિવેચન-૨૩૮/૬ : જેના દ્વારા વસ્તુનો નિર્ણય કરવામાં આવે, વસ્તુના સભ્ય નિર્ણયમાં જે કારણરૂપ હોય તેને પ્રમાણ કહેવામાં આવે છે. તે પ્રમાણના વિષયભૂત રોય પદાર્થ ચાર રીતે વિક્ષિપ્ત થાય છે, માટે પ્રમાણના પણ ચાર પ્રકાર થાય છે. તે નામ પ્રમાણ, સ્થાપના પ્રમાણ, દ્રવ્ય પ્રમાણ અને ભાવ પ્રમાણ. • સૂત્ર-૨૩૮/: પ્રશ્ન :- નામપમાણ નિપજ્ઞ નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- કોઈ જીવ અથવા અજીવ, જીવો અથવા અજીવો, ઉભય--જીવાજીવ અથવા જીવાજીવોનું પ્રમાણ એવું નામ રાખવામાં આવે તે નામપમાણ નિપજ્ઞ નામ કહેવાય છે. • વિવેચન-૩૮/s : પ્રત્યેક વસ્તુનો અલગ-અલગ બોધ કરાવવા તથા લોક વ્યવહાર ચલાવવા પ્રત્યેક વસ્તુનું નામ સખવામાં આવે છે. જીવ અજીવ બધા જ પદાર્થનું નામ હોય છે. વસ્તુના ગુણ-ધર્મની અપેક્ષા રાખ્યા વિના કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુનું ‘પ્રમાણ’ એવું નામ રાખવામાં આવે તે નામ પ્રમાણ નિષજ્ઞ નામ કહેવાય છે. સૂ-૩૮૮, ૨૩૯ :પ્રશ્ન :- સ્થાપના પ્રમાણ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :સ્થાપના પ્રમાણથી નિપજ્ઞ નામના સાત પ્રકાર છે, તે આ પ્રમાણે છે - (૧)
SR No.009082
Book TitleAgam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy