SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૨૩૫ નોગૌણનામનું સ્વરૂપ છે. વિવેચન-૨૩૫/૩ : જે નામ ગુણ, ધર્મ, સ્વભાવ, વ્યુત્પત્તિની અપેક્ષા રાખ્યા વિના માત્ર લોકરૂઢિથી નિપન્ન થાય છે. તેને અયથાર્થ નામ અથવા નોગૌણનામ કહે છે. સૂત્રમાં સકુન વગેરે યથાર્થ નામના ઉદાહરણો આપ્યા છે. કુત્તા એટલે ભાલો. ભાલા સહિત હોય તેને સકુન્ત કહે તો તે ગૌણનામ બને પણ પક્ષી પાસે ભાલો નથી છતાં લોકમાં પક્ષીને સકુન્ત કહેવામાં આવે છે, તેથી તે નાગણનામ કહેવાય છે. • સૂત્ર-૨૩૫/૪ - પ્રશ્ન :- આદાનપદ નિષ્ણનામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- કોઈપણ અધ્યયનના પ્રારંભ પદ પરથી અધ્યયનનું નામ હોય તે આદાનપદ નિષ્પક્ષ નામ છે જેમકે - આવતી, ચાતુરંગીય, યથાતથ્ય, અદ્રકીય, અસંસ્કૃત, યજ્ઞકીય, ઈચ્છકારીય, સોલકીય, વીય, ધર્મ, માર્ગ, સમવસરણ, યમતીત વગેરે. • વિવેચન-૨૩૫૪ : કોઈપણ શાસ્ત્રના અધ્યયનના પ્રારંભમાં જે પદનું ઉચ્ચારણ થતું હોય તે ‘આદાનપદ' કહેવાય છે. તે આદાનપદના આધારે જ અધ્યયનનું નામ નિશ્ચિત થાય, તો તે અધ્યયનનું નામ ‘આદાનપદ નિષ્પ' નામ કહેવાય. માવંતી :- આચારાંગ સૂત્રના પાંચમાં અધ્યયનના પ્રારંભમાં આવેલ ‘વંતી યાવંતી' પદના આધારે અધ્યયનનું નામ ‘માવંતી' છે. ગ્રાઉf નં :- ઉત્તરાધ્યયન સૂઝના ત્રીજા અધ્યયનની પ્રથમ ગાયા ‘વાર પforfખ' ના ‘ચતારિ’ અને ‘અંગાણિ’ પદના આધારે અધ્યયનનું નામ ચાકfrii છે. મહત્વનું સૂત્રકૃતાંગના તેરમા અધ્યયનની પ્રથમ ગાયાના ‘મહાતી' ના આધારે અધ્યયનનું નામ 'અતિOિ==' છે. અફને - સૂત્રકૃતાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયનની પ્રથમ ગાથા ‘પુરાડે મર્વ મુદ' ના પદના આધારે અધ્યયનનું નામ ' માને છે. ઉનાવે :- ઉતરાધ્યયન સૂત્રના ચોથા અધ્યયનની પ્રથમ ગાથા 'માવે નીવિય..' ના ‘અસંખય' પદના આધારે અધ્યયનનું નામ 'માઁ' છે. આ તથા આવા પ્રકારના અન્યનામો આદાનપદનિપજ્ઞનામ કહેવાય છે. • સૂત્ર-૨૩૫/૫ - પ્રસ્ત • પ્રતિપક્ષપદ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- નવા ગ્રામ, આકરસ નગર, ખેટ, કબૂટ, મર્ડન, દ્રોણમુખ, પતન, આશ્રમ, સંભાહ અને સજિવામાં નિવાસ કરવા જાય ત્યારે અથવા નવા ગામ વગેરેને વસાવવાની સમયે અશિન (શિયાળી) માટે શિવા નામનો, અનિ માટે શીતલ નામનો, વિશ્વ માટે મધુર નામનો પ્રયોગ કરવો. કલાલના ઘરમાં આમ્બ માટે રવાદુ નામનો પ્રયોગ થાય છે. તે જ રીતે સ્કdવતું હોય તે લકતક કહેવાય તેના માટે અલકતક, લાબુ-પાત્ર વિરોધ માટે અલાબુ, શુભવવાળા સુંભક માટે કુસુંબક ૧૩૨ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન અને અસંબદ્ધ પ્રલય કરનાર માટે અભાષક, એવા શબ્દોનો (નામનો) પ્રયોગ કરવામાં આવે તો તે પ્રતિપક્ષાપદનિપજ્ઞનામ કહેવાય છે. • વિવેચન-૨૩૫/૫ - પ્રતિપક્ષ એટલે વિરોધી. પ્રતિપક્ષપદનામ એટલે વિરોધી નામ. જે વસ્તુ હોય તેના ધર્મથી વિપરીત ધર્મ-ગુણ વાચક નામ દ્વારા તે વસ્તુનું કથન કરાય તો તે પ્રતિપક્ષપદ નામ કહેવાય છે. જેમકે શબ્દકોષમાં ‘શિવા” શબ્દ શિયાળીનો વાચક છે. તેનું જોવું, બોલવું અશિવ, અમંગલ અને અશુભ મનાય છે. નૌગૌણ નામ અને પ્રતિપક્ષપદ નિષ્પન્ન નામ ભિન્ન-ભિન્ન છે. નોગૌણનામમાં જે નામ છે તેની પ્રવૃત્તિનો અભાવ પ્રધાન-મુખ્યરૂપે હોય છે. જેમકે કુત્તા, શસ્ત્ર વિશેષનો અભાવ છે, છતાં પક્ષીને સકુન કહેવું. તેમાં વિરોધીધર્મ અને વ્યુત્પત્તિ અર્થ બંનેનો અભાવ છે. જ્યારે પ્રતિપક્ષપદનિપજ્ઞમાં પ્રતિપક્ષ-વિરોધી નામની પ્રધાનતા છે. અહીં અશિયાળને શિયાળ કહેવાની વાત નથી પરંતુ શિયાળ-અશિવાની જગ્યાએ જ ‘શિવા” નામનો પ્રયોગ કરવામાં આવે છે. સૂત્ર-૨૩૫/૬ - પ્રધાનપદનિપજ્ઞનામનું સ્વરૂપ કેવું છે ? પ્રધાનપદનિumનામ આ પ્રમાણે છે. અશોકવન, સપ્તવણવન, ચંપકલન, આમવન, નાગવન, પુwગવત, gવન, દ્રાક્ષવન, શાલવના આ સર્વ પ્રધાનપદ નિષ્પક્ષ નામ છે. • વિવેચન-૨૩૫/૬ - જેની બહલતા હોય, જે મુખ્ય હોય તે પ્રધાન કહેવાય છે. તે પ્રધાનતાની અપેક્ષાએ જે નામનું કથન કરાય તે પ્રધાનપદ નિપજ્ઞ નામ કહેવાય. જેમકે કોઈ વનમાં અશોકવૃક્ષ ઘણા હોય, બીજા વૃક્ષ હોય પણ અલ્પ હોય તો તે ‘અશોકવન' તરીકે પ્રસિદ્ધ થાય છે. ‘અશોકવન' એ નામ પ્રધાનપદનિપજ્ઞનામ કહેવાય. ગૌણનામ અને પ્રધાનપદ નિષ્પન્ન નામ ભિન્ન-ભિન્ન છે. ગૌણનામમાં તે તે માદિ ગુણ શબ્દના વાચ્ય અર્થમાં સંપૂર્ણરૂપે ઘટિત થાય છે. ક્ષમણમાં ક્ષમા ગુણ સંપૂર્ણતયા રહે છે જ્યારે પ્રધાનપદ નામમાં વાચ્ચાર્યની મુખ્યતા અને શેપની ગૌણતા રહે છે. તેનો અભાવ નથી હોતો. ‘અશોકવન’માં અશોકવૃક્ષની પ્રધાનતા-પ્રયુરતા હોવા છતાં અન્યવૃક્ષોનો અભાવ નથી. • સૂત્ર-૩૫ : પ્રવન - અનાદિ સિદ્ધાંત નિષri નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :અનાદિ સિદ્ધાંત નિux નામ આ પ્રમાણે છે - ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પગલાસ્તિકાય, અદ્રાસમય-કાળ. એ અનાદિ સિદ્ધાન્ત નિu/નામ જાણવા. • વિવેચન-૨૩૫/5 - અનાદિકાલીન વાચ્ય-વચાક ભાવના જ્ઞાનને સિદ્ધાનું કહેવામાં આવે છે. શબ્દ વાચક છે અને તે શબ્દ જે પદાર્થનો બોધ કરાવે તે વાચ્ય કહેવાય. અનાદિકાળથી
SR No.009082
Book TitleAgam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy