SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૧રર અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન સૂત્ર-૧૬૩ ૧૨૧ છે. ક્ષાયિક સમકિત હોવાથી ક્ષાયિક ભાવ અને ઉપશમ શ્રેણીમાં ચા»િ મોહનીયનો ઉપશમ કરે તેવી પથમિક ભાવ છે. આ રીતે પાંચે ભાવ તેમાં ઘટિત થઈ જાય છે. આ રીતે સાદિપાતિક ભાવના છવ્વીસ ભંગોનું સ્વરૂપ વર્ણન પૂર્ણ થાય છે. • સૂત્ર-૧૬૪,૧૬૫ - પ્રશ્ન :- સપ્તનામનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- સતનામમાં સાત પ્રકારની સ્વર કહ્યા છે, તે આ પ્રમાણે છે – (૧) વડજ (૨) ઋષભ (૩) ગાંધાર (૪) મધ્યમ (૫) પંચમ (૬) ધૈવત () નિષાદ. • વિવેચન-૧૬૪,૧૬૫ - (૧) "જ સ્વર :- કંઠ, વક્ષસ્થલ, તાલુ, જિહા, દાંત અને નાસિકા, આ છ સ્થાનના સંયોગથી જે સ્વર ઉત્પન્ન થાય તે જ કહેવાય છે. (૨) ઋષભ સ્વર :- 8ષભ એટલે બળદ. નાભિથી ઉસ્થિત થઈ કંઠ અને મસ્તક સાથે અથડાયને પ્રગટ થતા, ઋષભની ગર્જના જેવા સ્વરને ઋષભ કહે છે. (3) ગાંધાર સ્વર :- ગંધવાહક સ્વર. નાભિથી ઉત્થિત, કંઠ અને હૃદય સમાહત (અથડાયેલ) અને વિવિધ ગંધોના વાહક સ્વરને ગાંધાર કહે છે. (૪) મધ્યમ સ્વર :- મધ્યમ ભાગથી ઉત્પન્ન થાય તે સ્વર અથતુ નાભિથી ઉત્પન્ન થઈ જે સ્વર ઉર અને હૃદયથી સમાહત થઈ કરી નાભિ પ્રદેશમાં આવેલ વીર્ય દ્વારા ઉચ્ચ નાદરૂપે પ્રગટે તે મધ્યમ સ્વર કહેવાય છે. (૫) પંચમ સ્વર :- નાભિ સ્થાનથી ઉત્પન્ન વાયુ, વક્ષસ્થલ, હદય, કંઠ અને મસ્તકમાં વ્યાપ્ત થઈ સ્વરરૂપે પરિણમે તે પંચમ સ્વર કહેવાય છે. (૬) ધૈવત સ્વર :- જે સ્વર પૂર્વોક્ત બધા સ્વરોનું અનુસંધાન કરે તે પૈવત સ્વર કહેવાય છે. () નિષાદ સ્વર :- સર્વ સ્વરોનો જે પરાભવ કરે તે નિષાદ સ્વર કહેવાય છે. તેનો સ્વામી સૂર્ય છે. આ સાતે સ્વરો જીવ અને અજીવ બંને માધ્યમથી ઉત્પન્ન થાય છે. • સૂત્ર-૧૬૬ થી ૧૬૮ - સાત સ્વરના સાત ઉચ્ચારણ સ્થાન આ પ્રમાણે છે – (૧) જિલ્લાના અાભાગથી જ સ્વર (ર) વક્ષસ્થલથી ઋષભ સ્વર (3) કંઠથી ગાંધાર પર (૪) જિલ્લાના મધ્યભાગથી માંચમ સ્વર (૫) નાસિકાથી પંચમ સ્વર (૬) દાંતહોઠના સંયોગથી ધૈવત સ્વર () ભ્રકુટિ યુક્ત મૂધથી નિષાદ સ્વરનું ઉચ્ચારણ કરાય છે. આ સાત સ્વર સ્થાન કહેવાય છે. • વિવેચન-૧૬૬ થી ૧૬૮ : સાતે સ્વરોનું મૂળ ઉદ્ગમ સ્થાન તો નાભિ છે. નાભિથી ઉત્રિત અવિકારી સ્વરમાં જિલ્લાદિ ણ દ્વારા વિશેષતા ઉત્પન્ન થાય છે. સર્વ સ્વરોના ઉચ્ચારણમાં જિલ્લા, કંઠ વગેરે સર્વ સ્થાનોની અપેક્ષા હોય છે પરંતુ પ્રત્યેક સ્વર એક-એક સ્થાન દ્વારા અભિવ્યક્ત થાય છે. તેથી સાતે સ્વરના ભિન્ન-ભિન્ન સ્વર સ્થાન માનવામાં આવે છે. જેમકે ઋષભ સ્વરના ઉચ્ચારણમાં વક્ષસ્થલનો વિશેષરૂપથી ઉપયોગ કરાય છે. તે રીતે જે સ્વરનું જ સ્વર સ્થાન છે તે સ્વપ્ના ઉચ્ચારણમાં તે તે સ્થાન વિશેષરૂપે ઉપયોગી બને છે. તેથી આ સૂત્રમાં સાતે સ્વરના સાત ઉચ્ચારણ સ્થાન બતાવ્યા છે. • સૂત્ર-૧૬૯ થી ૧૩૪ : જીવનિશ્ચિત સ્વરો સાત પ્રકારના કહ્યા છે તે આ પ્રમાણે છે – (૧) મયુર બજ સ્વરમાં () કુકડો ઋષભ સ્વરમાં (૩) હંસ ગાંધાર માં, (૪) ગવેલક મધ્યમ સ્વરમાં (૫) કોયલ વસંતઋતુમાં પંચમ સ્વરમાં (૬) સારસ અને કૌંચ પક્ષી ધૈવત સ્વરમાં () હાથી નિષાદ સ્વરમાં બોલે છે. સપ્તસ્વર અજીત નિશ્ચિત છે, તે આ પ્રમાણે છે - (૧) મૃદંગ જ સ્વર, (૨) ગોમુખી વાળ BHભ સ્વર, (૩) શંખ ગાંધર સ્વર, (૪) ઝાલર મધ્યમ સ્વર, (૫) ચાર ચરણ પર સ્થિત ગોધિકા પંચમ સ્વર, (૬) નગારું ધૈવત સ્વર (૩) મહાભેરી નિષાદ સ્વર રેલાવે છે.. • વિવેચન-૧૬૯ થી ૧૩૪ : જીવ-જીવના માધ્યમથી રવર ઉત્પન્ન થાય છે. તેમાં કેટલાક જીવ અને કેટલાક જીવ વાધોના નામોલ્લેખ દ્વારા સૂત્રકારે કયો સ્વર કોના દ્વારા કે કયા વાધ દ્વારા ઉત્પન્ન થાય છે, તે આ સૂત્રો દ્વારા દર્શાવ્યું છે. કંઠાદિ સાત સ્વર સ્થાનો પૂર્વગમાં બતાવ્યા છે, તે જીવ દ્વારા ઉચ્ચારણ કરાય છે. અજીવ નિશ્રિત સ્વર ઉત્પતિમાં પણ જીવોનો વ્યાપાર અપેક્ષિત છે અર્થાત્ જીવના પ્રયત્ન દ્વારા જ જીવ વાધોથી વિવિધ સ્વરો પ્રગટે છે. • સૂગ-૧૩પ થી ૧૮ર :આ સાત સ્વરોના સાત સ્વર લક્ષણ કહ્યા છે, તે આ પ્રમાણે છે - બજ સ્વરવાળા મનુષ્ય વૃત્તિ-આજીવિકા પ્રાપ્ત કરે છે. તેનો પ્રયત્ન વ્યર્થ જતો નથી. તેને ગોધન, પુત્ર, મિત્રનો સંયોગ થાય છે. તે સ્ત્રીઓને પિય હોય છે. | ઋષભ સ્વરવાળા મનુષ્ય ઐશ્વર્યશાળી હોય છે. તે સેનાપતિત્વ, ધનધાન્ય, વસ્ત્ર, ગંધ, અલંકાર, છરી, શયનાસન વગેરે ભોગ સામગ્રી પ્રાપ્ત કરે છે. ગાંધાર સ્વરમાં ગીત ગાનાર મનુષ્ય શ્રેષ્ઠ આજીવિકા પ્રાપ્ત કરે છે. તે વાણિી આજીવિકા ચલાવનાર હોય છે, કલાકારોમાં શ્રેષ્ઠ હોય, કવિ અથવા કવ્યિશીલ હોય, બુદ્ધિમાનચતુર તથા અનેક શાસ્ત્રોમાં પારંગત હોય છે. મદયમ સ્વરભાષી મનુષ્ય સુખજીવી હોય છે. પોતાની રુચિને અનુરૂપ ખાય છે, પીવે છે અને બીજાને આપે છે. પંચમ સ્વરવાળા પૃધપતિ, શૂરવીર, સંગ્રાહક અને અનેક ગણના નાયક હોય છે. ૌવત સ્વરવાળા પુરુષ કલહપિય, શકુનિક, લાગુશ્કિ, શૌકરિક અને મસ્યબંધક હોય છે.
SR No.009082
Book TitleAgam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy