SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૬૧ ૧૧૩ • સૂત્ર-૧૬૧/૪ ઃ પ્રથ્ન :- સાયિકભાવનું સ્વરૂપ કેવું છે? ઉત્તર ઃ- માસિકભાવના બે પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે ક્ષય અને ક્ષયનિ. પશ્ત્ર - ક્ષય-ફ્લાયિકભાવનું સ્વરૂપ કેવું છે? ઉત્તર ઃ- આઠ કર્મ પ્રકૃતિઓના ક્ષયથી જે ભાવ થાય તે ક્ષય-ક્ષાયિક ભાવ કહેવાય છે. તે ક્ષાયિકભાવ છે. પ્રશ્ન :- ક્ષયનિષ્પન્ન ક્ષાયિકભાવનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- ક્ષયનિષ્પન્ન ક્ષાયિકભાવના અનેક પ્રકાર પ્રરૂપ્યા છે, ઉત્પન્ન જ્ઞાન દર્શનધર, અર્હત, જિન, કેવળી, ક્ષીણઆભિનિબોધિકાનાવરણ, ક્ષીણશ્રુત-જ્ઞાનાવરણ, ક્ષીણઅવધિજ્ઞાનાવરણ, ક્ષીણમન:પર્યવજ્ઞાનાવરણ, ક્ષીણકેવળજ્ઞાનાવરણ, અનાવરણ, નિરાવરણ, શ્રીભાવરણ, જ્ઞાનાવરણીયકર્મ વિષમુક્ત. કેવળદર્શી, સર્વદર્શી, ક્ષીણનિદ્ર, ક્ષીણનિદ્રાનિદ્ર, ક્ષીણપ્રચલા, ક્ષીણપ્રચલાયલા, ક્ષીણટ્યાનગૃદ્ધ, ક્ષીણયક્ષુદર્શનાવરણ, ક્ષીણઅચક્ષુદર્શનાવરણ, ક્ષીણઅવધિદર્શનાવરણ, ક્ષીણઅવધિદર્શનાવરણ, ક્ષીણકેવળદર્શનાવરણ, અનાવરણ, નિરાવરણ, ક્ષીણાવરણ, દર્શનાવરણીયકર્મ વિષમુક્ત. ક્ષીણશાતાવેદનીય, ક્ષીણઅશાતાવેદનીય, અવેદન, નિર્વેદન, ક્ષીણવેદન, શુભાશુભવેદનીયકર્મ વિષમુકત. ક્ષીણક્રોધ યાવત્ ક્ષીણ લોભ, ક્ષીણરાગ, ક્ષીણદ્વેષ, ક્ષીણદર્શનમોહનીય, ક્ષીણચાસ્ત્રિમોહનીય, અમોહ, નિર્મોહ, ક્ષીણમોહ, મોહનીયકર્મ વિષમુક્ત. ક્ષીણનરકાયુષ્ક, ક્ષીણતિર્યંચાયુષ્ક, ક્ષીણમનુષ્યાયુષ્ય, ક્ષીણદેવાયુષ્ક, અનાયુષ્ક, નિરાયુષ્ઠ, ક્ષીણાયુક, આયુકર્મ વિષમુક્ત ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ, બંધન, સંઘાત, સંહનન, અનેક શરીર વૃંદ સંઘાત વિષમુક્ત, ક્ષીણ શુભનામ, ક્ષીણ અશુભનામ, નામ, નિનામ, ક્ષીણનામ, શુભાશુભ નામકર્મ વિષમુક્ત. ક્ષીણઉચ્ચગોત્ર, ક્ષીણનીગોત્ર, ગોત્ર, નિર્મીંગ, ક્ષીણગોત્ર, શુભાશુભ ગોત્રક વિષમુકત. ક્ષીણદાનાંતરાય, ક્ષીણલાભાંતરાય, ક્ષીણભોગાંતરાય, ક્ષીણઉપભોગાંતરાય, ક્ષીણવીયતરાય, અનન્તરાય, નિરન્તરાય, ક્ષીણાન્તરાય, અંતરાયકર્મ વિષમુક્ત. સિદ્ધ, બુદ્ધ, મુત્, પરિનિવૃત, અંતકૃત, સર્વદુઃખ પહીણ. આ ક્ષયનિષ ક્ષાયિકભાવનું સ્વરૂપ જાણવું. આ રીતે જ્ઞાયિક ભાવની વક્તવ્યતા પૂર્ણ થઈ. • વિવેચન-૧૬૧/૪ -- આ સૂત્રમાં સૂત્રકારે ક્ષાસિકભાવનું પ્રરૂપણ કર્યું છે. આઠે કર્મોનો, સર્વ ઉત્તર ભેદ સહિત સર્વથા ક્ષય થાય ત્યારે ક્ષાયિકભાવ પ્રગટ થાય છે. ક્ષયનિષ્પન્ન ક્ષાયિકભાવમાં જ નામ બતાવ્યા છે તે કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલ આત્માની સ્વાભાવિક અવસ્થાના નામ છે. આ બધા નામ ભાવનિક્ષેપરૂપ જ છે. 41/8 “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન ક્ષયનિષ્પન્ન ક્ષાયિક ભાવમાં જે નામ બતાવ્યા છે તે બધા જ નિષ્કર્મા આત્માના ધોતક છે. તેમાં પ્રથમ જે ઉત્પન્ન જ્ઞાન-દર્શનધારક, અર્હત, જિન, કેવળી વગેરે નામ બતાવ્યા છે તે ઘાતિકર્મ સર્વથા ક્ષય પામે ત્યારે આત્માને જે નામોથી સંબોધિત કરાય છે તે છે. એ જ રીતે આગળ ‘ક્ષીણ’ શબ્દથી નામો કહ્યા છે. ૧૧૪ - ક્ષયનિષ્પન્ન ક્ષાયિકભાવના નામની ગણનાના અંતે આઠે કર્મોના ક્ષયતી નિષ્પન્ન પદોની સાર્થકતા આ પ્રમાણે છે. સિદ્ધ-સમસ્ત પ્રયોજન સિદ્ધ થઈ ગયા તે સિદ્ધ, બુદ્ધ-બોધિસ્વરૂપ પ્રાપ્ત કરી લેવાથી બુદ્ધ અથવા જ્ઞાન સ્વરૂપ થઈ ગયા તે બુદ્ધ, મુક્ત-બાહ્ય આત્યંતર બંધનથી મુક્ત થઈ જવાથી મુક્ત, પરિંનિવૃત-સર્વપ્રકારે શીતલીભૂત થઈ જવાથી પરિનિવૃત, અંતકૃત-સંસારનો ત કરનાર હોવાથી અંતકૃત, સર્વ દુઃખ પ્રહીણ-શારીરિક, માનસિક સમસ્ત દુઃખોનો આત્યન્તિક ક્ષય થઈ જવાથી સર્વ દુઃખપ્રહીણ કહેવાય છે. - સૂત્ર-૧૬૧/૫ ઃ પ્રશ્ન :- ક્ષાયોપથમિક ભાવનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ક્ષાયોપશમિક ભાવના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે - (૧) ક્ષોપશમ (૨) ક્ષયોપશમનિષ્પન્ન. પ્રશ્નન :- ક્ષયોપશમ-જ્ઞાયોપશર્મિક ભાવનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર - ચાર ઘાતિ કર્મોના સોપશમને યોપમિક ભાવ કહે છે, તે આ પ્રમાણે છે – (૧) જ્ઞાનાવરણીયનો, (૨) દર્શનાવરણીયનો, (૩) મોહનીયનો, (૪) અંતરાયનો ક્ષયોપશમ થાય છે. આ ચોપશમનું સ્વરૂપ છે. પ્રશ્ન :- ક્ષયોપશમ નિષ્પન્ન ક્ષાયોપથમિક ભાવનું સ્વરૂપ કેવું છે? ક્ષયોપરામનિષ્પન્ન ક્ષાયોપશમિક ભાવના અનેક પ્રકાર છે. તે લબ્ધિરૂપે આ પ્રમાણે છે – ક્ષાયોપશમિકી આભિનિબૌધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાનલબ્ધિ. ક્ષાયોપશમિકી મતિજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિભંગજ્ઞાનલબ્ધિ. ક્ષાયોપશ્ચમિકી ચક્ષુદર્શન, ચક્ષુદર્શન, અવધિદર્શનલબ્ધિ. ક્ષાયોપશમિકી સમ્યગ્દર્શન, મિથ્યાદર્શન, મિશ્રદર્શનલબ્ધિ. ક્ષાયોપશમિકી સામાયિક ચાસ્ત્રિ, છેદોપસ્થાપના, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાયચાસ્ત્રિ, ચાસ્ત્રિાચારિત્રલબ્ધિ. ક્ષાયોપશમિકી દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્યલબ્ધિ, ક્ષારોપશમિકી પંડિતવીર્ય, બાલવીર્ય, બાલપંડિતવીર્યલબ્ધિ. ક્ષાયોપશમિકી શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ધાણેન્દ્રિય, રાનેન્દ્રિય, સ્પર્શેન્દ્રિયલબ્ધિ. ક્ષાયોપશમિક આચારધર, સૂત્રકૃતગધર, સ્થાનધાર, સમવાયાંધારી, વ્યાખ્યાપજ્ઞપ્તિધર યાવત્ વિપાકસૂત્રધર, દૃષ્ટિવાદઘર, નવપૂર્વધર, દસ, અગિયાર, બાર, તેર, ચૌદપૂર્વઘર, ક્ષયોપશમિક ગણી, ક્ષાયોપથમિક વાચક. આ ક્ષયોપશમનિષ્પન્ન ક્ષાયોપશમિક ભાવનું સ્વરૂપ છે. ક્ષાયોપશમિક ભાવની વકતવ્યતા પૂર્ણ થઈ. • વિવેચન-૧૬૧/૫ ઃ આઠ કર્મમાંથી ચાર ઘાતિકર્મની પ્રકૃતિઓનો ક્ષયોપશમ થઈ શકે છે, ચાર
SR No.009082
Book TitleAgam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy