SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ સૂગ-૧૧૪ ૫ (સ્કંધ) અને એક પ્રદેશાવગાઢ પરમાણુ કે કંધ આનુપૂર્વ અને આનીનુપૂર્વી (દ્વિસંયોગી) છે. આ પ્રમાણે અસંયોગીના ૬, દ્વિસંયોગીના ૧ર અને ત્રણ સંયોગીના ૮ ભંગ મળી કુલ છબ્બીસ ભંગના વાચ્યાર્થ નૈગમ વ્યવહાર નય સંમત દ્રવ્યાનુપૂર્વીની જેમ જાણવા જોઈએ. આ નૈગમવ્યવહાર નય સંમત હોગાનુપૂર્વની ભંગોપદનાનું સ્વરૂપ છે. • વિવેચન-૧૧૪/ર : આનુપૂર્વી - ત્રિપદેશાવગાઢથી લઈ અસંખ્યાત પ્રદેશાવગાઢ સુધીના બિપદેશી અંઘથી લઈ અનંતપદેશી ઢંધોને આનુપૂર્વી કહે છે. - અનાનુપૂર્વી :- એક પ્રદેશાવગાઢ પરમાણુ પુદ્ગલથી અનંતપદેશી સુધીના સ્કંધને અનાનુપૂર્વી કહે છે. અવક્તવ્ય :- દ્વિપદેશાવગાઢ દ્વિપદેશીથી અનંતપદેશી સુધીના સ્કંધને અવકતવ્ય કહે છે. દ્રવ્યાનુપૂર્વીમાં દ્રવ્યની પ્રધાનતા છે જ્યારે ક્ષેમાનુપૂર્વમાં ક્ષેત્રની પ્રધાનતા છે. દ્રવ્યાપેક્ષમા આનુપૂર્વીનો ક્ષેત્ર સાથે સંબંધ - દ્રવ્યની અપેક્ષાએ ત્રિપદેશી સ્કંધને આનુપૂર્વી કહે છે. પરંતુ તે જ bપદેશી ઢંધ જો એક આકાશપદેશ પર સ્થિત હોય તો ક્ષેત્રની અપેક્ષાએ તે અનાનુપૂર્વી કહેવાય છે. તે જ રીતે મિપદેશી ઢંધ જો બે આકાશપદેશ પર સ્થિત હોય તો તે ફોનની અપેક્ષાએ અવક્તવ્ય કહેવાય છે. મuદેશી ઢંધ જો ત્રણ આકાશપ્રદેશ પર સ્થિત હોય તો તે ક્ષેત્રની અપેક્ષાએ આનુપૂર્વી કહેવાય છે. આ રીતે દ્રવ્યની અપેક્ષાએ આનુપૂર્વી દ્રવ્ય, ફોનની અપેક્ષાએ આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્ય ત્રણે પ્રકારે હોઈ શકે છે. દ્રવ્યાપેક્ષાયા અનાનુપૂર્વીનો દ્રવ્યક્ષેત્ર સાથે સંબંધ :- દ્રવ્યની અપેક્ષાએ પરમાણુ પુદ્ગલને અનાનુપૂર્વી કહે છે. પરમાણુ પુલ એક આકાશપદેશ પર જ સ્થિત થઈ શકે છે. તેથી અધિક આકાશપ્રદેશ પર તે સ્થિત થઈ શકે નહીં. તેથી દ્રવ્યની અપેક્ષાએ અનાનુપૂર્વી દ્રવ્ય, ક્ષેત્રની અપેક્ષાએ પણ અનાનુપૂર્વી જ હોય છે. દ્રવ્યાપેક્ષયા અવક્તવ્ય દ્રવ્યનો ક્ષેત્ર સાથે સંબંધ:- દ્રવ્યની અપેક્ષાએ દ્વિપદેશી સ્કંધને અવક્તવ્ય કહે છે. દ્વિપદેશી ઢંધ જો એક આકાશપ્રદેશ પર સ્થિત હોય તો તેને ક્ષેત્રની અપેક્ષાએ અનાનુપૂર્વી અને જો બે આકાશપ્રદેશ પર સ્થિત હોય તો ક્ષેત્રની અપેક્ષાએ અવક્તય કહે છે. દ્વિપદેશી ઢંધ બે થી અધિક આકાશપદેશ પર સ્થિત થઈ શકતું નથી. તેથી તેમાં આનુપૂર્વીત્વ સંભવિત નથી. • સૂત્ર-૧૧૪/૩ : પન • સમવતારનું સ્વરૂપ કેવું છે? નૈગમ-વ્યવહારનય સંમત આનુપૂર્વ દ્રવ્યો ક્યાં સમાવિષ્ટ થાય છે ? આનપૂર્વી દ્રવ્યમાં, અનાનપૂર્વ દ્રવ્યમાં કે અવકતવ્ય દ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે ? ઉત્તર :- આનુપૂર્વીદ્રવ્ય આનુપૂર્વી દ્રવ્યમાં ૩૬ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન સમાવિષ્ટ થાય છે પરંતુ અનાનુપૂર્વી દ્રવ્યોમાં કે અવકતવ્ય દ્રવ્યોમાં સમાવિષ્ટ થતાં નથી. આ રીતે ત્રણે સ્વ-સ્વસ્થાનમાં જ સમાવિષ્ટ થાય છે. • વિવેચન-૧૧૪/૩ - સમવતાર એટલે સમાવિષ્ટ થવું, સમાય જવું, એકબીજામાં મળી જવું. આ સમવતાર સ્વજાતિરૂપ દ્રવ્યમાં જ થાય છે. પરજાતિરૂપ દ્રવ્યમાં નહીં. • સૂત્ર-૧૧૪/૪ થી ૧૧૬/૧ - [૧૧૪] પન : અનુગમનું સ્વરૂપ કેવું છે? ઉત્તર : અનુગામની નવ પ્રકાર કહ્યા છે. [૧૧] (૧) સત્પદપ્રરૂપણા, (૨) દ્રવ્ય પ્રમાણ, (3) ક્ષેત્ર, (૪). ના, (૫) કાલ, (૬) અંતર, () ભાગ, (૮) ભાવ, (૯) આતાભહુવ. ૧૧૬/૧ પ્રશ્ન :- નૈગમ-વ્યવહારનય સંમત ક્ષેમાનુHવી, અરૂિ૫ છે કે નાસ્તિપ છે ? ઉત્તર :- નૈગમ વ્યવહાર નય સંમત રોમાનપૂર્વ નિયમા અતિરૂપ છે. અનાનપર્વ અને અવકતવ્ય દ્રવ્ય પણ નિયમો અસ્વિરૂપ છે. પ્રશ્ન :- નૈગમ-વ્યવહાર ના સંમત આનુપૂર્વી દ્રવ્ય સંપ્રખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે? ઉત્તર • નૈગમ-વ્યવહારનય સંમત આનુપૂર્વ દ્રવ્ય સંખ્યાત કે અનંત નથી પરંતુ અસંખ્યાત છે. આ જ રીતે અનાનપૂર્વ અને અવકતવ્ય બંને દ્રવ્ય પણ નિયમા અસંખ્યાત છે. • વિવેચન-૧૧૪/૪ થી ૧૧૬/૧ : આ સૂત્રમાં ક્ષેત્રની અપેક્ષાએ આનુપૂર્વી વગેરે દ્રવ્યોનું પ્રમાણ અસંખ્યાત બતાવ્યું છે. આકાશના ત્રણ વગેરે પ્રદેશમાં સ્થિત દ્રવ્ય આનુપૂર્વી છે. ત્રણ-ત્રણ આકાશ પ્રદેશના ક્ષેત્ર વિભાગ કરીએ તો તે અસંખ્યાત જ થાય છે. લોકના ત્રિપદેશાત્મક વિભાગ અસંખ્યાત છે અને તતતુલ્ય સંખ્યાવાળા આનુપૂર્વી દ્રવ્યપણ અસંખ્યાત છે. એક-એક પ્રદેશાવગાઢ દ્રવ્ય અનાનુપૂર્વી છે. લોકના પ્રદેશ અસંખ્યાત છે માટે અનાનુપર્વ દ્રવ્ય અસંખ્યાત છે. દ્વિપદેશાવગાઢ દ્રવ્ય અવક્તવ્ય છે. લોકના બે પ્રદેશાત્મક વિભાગ અસંખ્યાત છે માટે અવતવ્ય દ્રવ્ય પણ અસંખ્યાત છે. સૂત્ર-૧૧૬/ર : પ્રથમ - મૈગમ-વ્યવહારનય સંમત ક્ષેત્રાનુપૂર્વી દ્રવ્ય લોકના કેટલા ભાગમાં હોય છે? શું સંખ્યાતમા ભાગમાં, અસંખ્યાતમા ભાગમાં, સંખ્યાત ભાગોમાં, અસંખ્યાત ભાગોમાં કે યાવત સર્વલોકમાં હોય છે. ઉત્તર :- એક દ્રવ્યની અપેક્ષાએ લોકના સંખ્યામાં ભાગમાં, અસંખ્યાતમાં ભાગમાં, સંધ્યાત ભાગોમાં, અસંખ્યાત ભાગોમાં અથવા દેશોન લોકમાં હોય છે. અનેક દ્રવ્યની અપેક્ષાઓ નિયમા સર્વલોકમાં હોય છે. પ્રસ્ત • નૈગમ-વ્યવહારનય સંમત અનાયુ દ્રવ્યના વિષયમાં ઉપરોક્ત પ્રશ્ન પૂછવા. ઉત્તર - એક દ્રવ્યની અપેક્ષાએ સંખ્યાતમા ભાગમાં, સંખ્યાત ભાગોમાં કે અસંખ્યાત ભાગોમાં નથી, સર્વલોકમાં નથી પરંતુ અસંખ્યાતમાં ભાગમાં છે. અનેક દ્રવ્યની અપેક્ષાએ નિયમાં સર્વલોકમાં છે.
SR No.009082
Book TitleAgam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy