SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ સૂઝ-૯૮ રિપ્રદેશી ઢંધથી લઈ અનંતપદેશી ઢંધ સમાવિષ્ટ છે. - અનાનુપૂર્વી દ્રવ્ય શેષ આનુપૂર્વી દ્રવ્ય અને અવક્તવ્ય દ્રવ્ય કરતાં અસંખ્યાતમાં ભાગે જૂન છે. તે જ રીતે અવક્તવ્ય દ્રવ્ય શેષ આનુપૂર્વી અને અનાનુપૂર્વી દ્રવ્ય કરતાં અસંખ્યાતમા ભાગે ન્યૂન છે. • સૂત્ર-૯૯ : પ્રશ્ન :- નૈગમવ્યવહાર નયસંમત આનુપૂર્વદ્રવ્ય કયા ભાવમાં વર્તે છે? (૧) ઔદયિક, (૨) ઔપથમિક, (૩) ક્ષાયિક, (૪) જાયોપથમિક, (૫) પારિıમિક કે (૬) સાuિતિક ભાવમાં હોય છે ? ઉત્તર :- સમસ્ત આપવી દ્રવ્ય નિયમાં સાદિ પારિમિક ભાવમાં હોય છે. અનાનુપૂવ અને અક્તવ્ય દ્રવ્ય માટે પણ આ પ્રમાણે જ જાણવું અથતિ તે પણ સાદિ પારિવામિક ભાવમાં વર્તે છે. • વિવેચન-૯ - આનુપૂર્વી વગેરે દ્રવ્યોનો કયા ભાવમાં સમાવેશ થાય તે પ્રશ્ન કરતાં સૂત્રકારે દયિકાદિ છ ભાવોનો ઉલ્લેખ કર્યો છે. દયિકાદિ ચાર ભાવ કર્મ સંબંધિત ભાવો છે અને પરિણામિક ભાવ સહજ પરિણમન જન્ય છે. કર્મના ઉદયથી પ્રાપ્ત અવસ્થા દયિક ભાવ કહેવાય છે. કર્મના ઉપશમથી પ્રાપ્ત અવસ્થા પશમિક ભાવ, કર્મના ક્ષયથી પ્રાપ્ત અવસ્થા ક્ષાયિક ભાવ અને કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત અવસ્થા ક્ષાયોપથમિક ભાવ કહેવાય છે. પાંચ ભાવના સંયોગને સાHિપાતિક કહેવામાં આવે છે. કર્મ સંબંધિત આ ભાવો જીવને જ સંભવે છે. આનુપૂર્વી વગેરેમાં પુદ્ગલદ્રવ્યની જ વાત છે માટે તેમાં ઔદયિકાદિ ભાવ હોતા જ નથી. પુદ્ગલ દ્રવ્યમાં એક પારિણામિક ભાવ જ હોય છે. દ્રવ્યમાં, પોતાના મૂળ સ્વરૂપનો ત્યાગ કર્યા વિના, જે પરિણમન થયા કરે છે, તે પરિણામ કહેવાય છે અને તે પરિણામ જ પરિણામિકભાવ છે અથવા પરિણમનથી. જે નિષ્પન્ન થાય તે પરિણામિક ભાવ કહેવાય છે. તે પારિણામિક ભાવ સાદિ અને અનાદિના ભેદથી બે પ્રકારના છે. ધમસ્તિકાય વગેરેમાં સ્વભાવથી જે પરિણમના અનાદિકાળથી થયા કરે છે તે અનાદિ પારિણામિક ભાવ કહેવાય છે. પુદ્ગલ દ્રવ્યમાં જે પરિણમન થાય છે તે સાદિ પારિણામિક છે. • સૂમ-૧૦૦ - પ્રશ્ન :- ભગવન નૈગમ વ્યવહાર નયસંમત નવી દ્રવ્યો, અનાનપ્રવી દ્રવ્યો અને અવકતવ્ય દ્રવ્યોમાંથી દ્રવ્યાર્થથી, પ્રદેશાર્થથી અને દ્રવ્યાપદેશાથથી કોણ-કોનાથી ૫, અધિક, તુલ્ય કે વિશેષાધિક છે ? ઉત્તર :- ગૌતમ ! દ્વવ્યાપેfએ વક્તવ્યદ્રવ્ય સવથી થોડા છે, તેનાં કરતાં અનાનુપૂર્વી દ્રવ્યો દ્વવ્યાથી વિશેષાધિક છે અને તેના કરતાં આનુપૂર્વી દ્રવ્ય દ્રવ્યાથથી અસંખ્યાતગુણા અધિક છે. પ્રદેશોની અપેક્ષાએ અનાનુપૂર્વી દ્રવ્ય સવથી થોડા છે, તેથી આવકતવ્ય [41/5] “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન દ્રવ્ય પ્રદેશોની અપેક્ષાએ વિશેષાધિક છે અને તેથી આનુપૂવદ્રવ્ય પ્રદેશોની અપેક્ષાએ અનંતગુણ અધિક છે. દ્રવ્ય-wદેશ બંનેમાં અવક્તવ્ય દ્રવ્ય દ્રવ્યાપેક્ષાએ સવથિી થોડા છે, તેથી દ્રવ્ય અપદેશાઈની અપેક્ષાએ અનાનુપૂર્વી દ્રવ્ય વિશેષાધિક છે, તેથી પ્રદેશની અપેક્ષાએ આવકતવ્ય દ્રવ્ય વિશેષાધિક છે, તેથી આનુપૂવદ્રવ્ય દ્રવ્ય અપેક્ષાએ અસંખ્યાતગણા છે અને તે જ આનુપૂવ દ્રવ્ય પ્રદેશાપેક્ષા અનંતગણા અધિક છે. આ રીતે અનુગમનું વર્ણન પૂર્ણ થાય છે, તેમજ નૈગમ-વ્યવહાર નય સંમત અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વની વક્તવ્યતા પણ પૂર્ણ થાય છે. • વિવેચન-૧oo : આ સૂત્રમાં સૂત્રકારે તૈગમ-વ્યવહાર નય સંમત આનુપૂર્વી વગેરેનો દ્રવ્ય, પ્રદેશ અને ઉભય અપેક્ષાએ અલાબહત્વ બતાવ્યો છે.. દ્રવ્યાર્થથી :- (૧) અવક્તવ્ય દ્રવ્ય સર્વથી થોડા છે. (૨) તેથી અનાનુપૂર્વી દ્રવ્ય વિશેષાધિક છે. (૩) તેથી આનુપૂર્વી દ્રવ્ય અસંખ્યાતપણા અધિક છે. દ્રવ્યથી અવક્તવ્ય સર્વથી થોડા અને તેથી અનાનુપૂર્વી દ્રવ્ય વિશેષાધિક છે, તેમાં વસ્તુસ્વભાવ જ કારણ છે. તેથી આનુપૂર્વી દ્રવ્ય અસંખ્યાતપણા અધિક છે. કારણ કે અનાનુપૂર્વી દ્રવ્યને પરમાણુ પુદ્ગલ રૂપ એક જ સ્થાન પ્રાપ્ત છે અને અવકતવ્ય દ્રવ્યોને દ્વિપદેશી ઢંધરૂપ એક જ સ્થાન પ્રાપ્ત છે જ્યારે આનુપૂર્વીમાં ગણપદેશી ઢંધથી લઈ અનંતપદેશી ઢંધ સુધીના અનંત સ્થાન પ્રાપ્ત છે, તેથી આનુપૂર્વી દ્રવ્ય, અવક્તવ્ય અને અનાનુપૂર્વીદ્રવ્ય કરતાં અસંખ્યાતપણા અધિક છે. પ્રદેશાર્થથી :- (૧) અનાનુપૂર્વી સર્વથી થોડા છે. (૨) તેથી વક્તવ્ય વિશેષાધિક છે. (૩) તેથી આનુપૂર્વી અનંતગણા અધિક છે. અનાનુપૂર્વી-પરમાણુપુદ્ગલ અાપદેશી છે છતાં સર્વસૂમ દેશ, નિર્વિભાગનિરંશ ભાગ પ્રદેશ કહેવાય છે. આવું નિર્વિભાગપણું પરમાણમાં છે તેથી પ્રદેશાર્થની અપેક્ષાએ અલા-બહુત્વમાં તેની અપદેશી હોવા છતાં ગણના કરેલ છે. પ્રદેશની અપેક્ષાએ અનાનુપૂર્વી દ્રવ્ય કરતાં અવક્તવ્ય દ્રવ્ય વિશેષાધિક છે. તેનું કારણ એ છે કે પ્રત્યેક અવક્તવ્ય દ્રવ્ય બે પ્રદેશ છે. જ્યારે અનાનુપૂર્વીદ્રવ્ય આપદેશી છે. તેથી આનુપૂર્વી દ્રવ્યોના પ્રદેશ અનંતગુણા છે કારણ કે અનંતપદેશી ઢંધનો પણ તેમાં સમાવેશ થાય છે. દ્રવ્ય-પ્રદેશ ઉભય અપેક્ષાએ :- (૧) અવકતવ્યદ્રવ્ય દ્રવ્યાપેક્ષાએ સર્વથી થોડા છે. (૨) અનાનુપૂર્વીદ્રવ્ય દ્રવ્ય અને અપ્રદેશાપેક્ષાએ વિશેષાધિક છે. (3) અવક્તવ્યદ્રવ્ય પ્રદેશાર્થથી વિશેષાધિક છે. (૪) આનુપૂર્વીદ્રવ્ય દ્રવ્યાપેક્ષાએ અસંખ્યાતગણા છે. (૫) આનુપૂર્વીદ્રવ્ય પ્રદેશાપેક્ષાએ અનંતગણા અધિક છે. • સૂત્ર-૧૦૧ - પ્રથમ * સંગ્રહનય સંમત અનૌપનિશ્ચિકી દ્રવ્યાનુપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- સંગ્રહનય સંમત અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વીના પાંચ પ્રકાર કહ્યા છે,
SR No.009082
Book TitleAgam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy