SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૭૦ ભવ્યશરીર, વ્યતિરિક્ત દ્રવ્યઉપક્રમ ત્રણ પ્રકારનો કહેલ છે, તે આ પ્રમાણે છે – (૧) સચિત્ત (૨) અચિત્ત (૩) મિશ્ર • વિવેચન-૩૦/૩ : ૪૯ સૂત્રકારે દ્રવ્યઉપક્રમના કેટલા વિષય માટે આવશ્યક પ્રમાણે જાણવા ‘ખાવ’ શબ્દથી સંકેત કર્યો છે, તે આ પ્રમાણે છે. ઉપક્રમ પદના અધિકારના અનુપયુક્ત જ્ઞાતા આગમદ્રવ્યઉપક્રમ કહેવાય છે. ઉપક્રમ પદને જાણનાર જ્ઞાતાનું મૃતક શરીર જ્ઞાયકશરીર દ્રવ્યઉપક્રમ કહેવાય અને જે બાળક ભવિષ્યમાં ઉપક્રમ પદને શીખવાનો છે, તે વર્તમાનમાં ભવ્યશરીર દ્રવ્યઉપક્રમ કહેવાય છે. જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્ય ઉપક્રમના ત્રણ પ્રકાર છે. સચિત્ત, અચિત્ત અને મિશ્ર. સૂત્ર-૭૧ થી ૭૪ : [૭૧] પાં :- સચિત્ત દ્રવ્યઉપક્રમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- સચિત્ત દ્રવ્યઉપક્રમ ત્રણ પ્રકારનું છે. તે આ પ્રમાણે :- દ્વિપદ, ચતુષ્પદ, પદ. તે પ્રત્યેકના બે બે પ્રકાર છે પુનઃ પરિકર્મ અને વસ્તુવિનાશ. - [૨] પ્રશ્ન :- દ્વિપદ ઉપક્રમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- નટો, નર્તકો, જલ્લો, મલ્લો, મૌષ્ટિકો, વેલંબકો, કથકો, પ્લવકો, લાસકો, આખ્યાકો, લંખો, મંખો, તૂણિકો, તુંબવીક્ષિકો, કાવડીઓ, મંગલપાઠકો વગેરે બે પગવાળાનો પરિકર્મ અને વિનાશ કરવા રૂપ ઉપક્રમ દ્વિપદઉપક્રમ છે. [૭૩] પ્રન :- ચતુષ્પદ ઉપક્રમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- ચારપગવાળા ઘોડા, હાથી વગેરે પશુઓના ઉપક્રમને ચતુષ્પાદોપક્રમ કહેવાય છે. [૭૪] પ્રન :- પદદ્રવ્ય ઉપક્રમનું સ્વરૂપ કેવું છે? ઉત્તર ઃ- આંબા, આમાતક વગેરે પગવિનાના વૃક્ષનો ઉપક્રમ તે અપદ ઉપક્રમ કહેવાય છે. આ અપદ ઉપક્રમનું વર્ણન થયું. • વિવેચન-૭૧ થી ૪ : તદ્બતિરિક્ત દ્રવ્યઉપક્રમના સચિત્ત અચિત્ત મિશ્ર ત્રણ પ્રકાર કહ્યા છે. પ્રસ્તુત સૂત્રોમાં તે ત્રણમાંના પ્રથમ સચિત્ત દ્રવ્ય ઉપક્રમનું સ્વરૂપ દર્શન કરાવ્યું છે. દ્વિપદમાં મનુષ્ય, ચતુષ્પદમાં પશુ અને પદમાં વૃક્ષના ઉદાહરણ આપ્યા છે. તે ત્રણેના પુનઃ પરિકર્મ અને વસ્તુ વિનાશ, એવા બે-બે ભેદ કર્યા છે. તેમાં વસ્તુના ગુણ કે શક્તિની વૃદ્ધિ કરવાના પ્રયત્ન કે ઉપાયને પરિકર્મ કહેવામાં આવે છે અને તલવાર વગેરે સાધનો દ્વારા વસ્તુ નાશના પ્રયત્નને વસ્તુ વિનાશ કહેવામાં આવે છે. • સૂત્ર-૭૫,૭૬ : [૫] પ્રન :- આચિત્ત દ્રવ્યોપક્રમનું સ્વરૂપ કેવું છે? ઉત્તર ઃ- ખાંડ, ગોળ, મિશ્રી(સાકર) વગેરેમાં મધુરતાની વૃદ્ધિ થાય તેવા પ્રયત્ન અથવા વિનાશ થાય તેવા પ્રયત્ન તે ચિત્ત દ્રવ્ય ઉપક્રમ કહેવાય છે. [૬] પન :- મિશ્ર દ્રવ્યોપક્રમનું સ્વરૂપ કેવું છે ? સ્થાસક, આભલા 41/4 “અનુયોગદ્વાર'' ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન વગેરેથી વિભૂષિત તે પૂર્વોક્ત અશ્વ વગેરે સંબંધી ઉપક્રમ તે મિશ્ર દ્રવ્યોપક્રમ કહેવાય છે. તે સાથે જ્ઞાયકશરીર-ભવ્યશરીરવ્યતિરિક્ત દ્રવ્યઉપક્રમની તેમજ નોઆગમ દ્રવ્યઉપક્રમની તથા સમુરાય દ્રવ્ય ઉપક્રમની વક્તવ્યતા પૂર્ણ થાય છે. • વિવેચન-૭૫,૭૬ : Чо અચિત પદાર્થમાં ગુણાત્મક વૃદ્ધિ અથવા તેને નષ્ટ કરવાનો જે પ્રયત્ન કરવામાં આવે તે અચિત્ત દ્રવ્યઉપક્રમ છે તેમાં વિભૂષિત અશ્વ મિશ્ર દ્રવ્ય છે. હાથીઘોડા વગેરે સચિત્ત છે. સ્થાસક, આભલા, કોડી વગેરે પદાર્થ અચિત્ત છે. તેથી, આભલાદિથી વિભૂષિત અશ્વ આદિને મિશ્ર દ્રવ્ય કહે છે. આવા મંડિત અશ્વાદિને શિક્ષિત કરવાનો પ્રયત્ન તે પરિકર્મ દ્રવ્ય ઉપક્રમ છે અને તલવાર વગેરે દ્વારા પ્રાણનાશનો પ્રયત્ન તે વસ્તુવિનાશ ઉપક્રમ છે. • સૂત્ર-૭૭ : પ્રશ્ર્વ - ક્ષેત્ર ઉપક્રમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- હળ, કોદાળી વગેરે દ્વારા ક્ષેત્રનો ઉપક્રમ કરવામાં આવે તે ક્ષેત્ર ઉપક્રમ કહેવાય છે. • વિવેચન-૭૭ : આ સૂત્રમાં ક્ષેત્ર ઉપક્રમનું સ્વરૂપ બતાવ્યું છે. ક્ષેત્રથી અહીં ખેતર ગ્રહણ કરવામાં આવ્યું છે. હળ જોડી, ખેતરને ખેડી, વાવવા યોગ્ય કરાય છે. તે ક્ષેત્ર સંબંધી પકિર્મ રૂપ ઉપક્રમ છે અને ખેતરમાં હાર્ટી વગેરે બાંધી, ખેતર ખેતીને અયોગ્ય બનાવી દેવું, તે વસ્તુ વિનાશરૂપ ઉપક્રમ છે. હાથીના મળમૂત્રથી ખેતની બીજોત્પાદનરૂપ શક્તિનો નાશ થાય છે. વાસ્તવમાં ક્ષેત્રથી આકાશ પ્રદેશનું ગ્રહણ થાય પરંતુ આકાશાસ્તિકાય અમૂર્ત છે, તેથી તેમાં ઉપક્રમ થતો નથી. • સૂત્ર-૭૮ : પ્રશ્ર્વ :- કાલોપક્રમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- નાલિકા આદિ દ્વારા જે કાળનું યથાવત્ જ્ઞાન થાય તે કાલોપક્રમ છે. આ કાલોપક્રમનું વર્ણન થયું. • વિવેરાન-૩૮ : નાલિકા એટલે છિદ્ર સહિતનું પાત્રવિશેષ, જલઘડી કે રેતઘડી દ્વારા અથવા ખીલા વગેરેની છાયા દ્વારા કાળનું યથાર્થ જ્ઞાન કરવું તે કાલનું પકિર્મરૂપ ઉપક્રમ છે તથા નક્ષત્ર વગેરેની ચાલના આધારે જે વિનાશ વગેરે થાય, તેનું જ્ઞાન તે વસ્તુ વિનાશરૂપ કાલોપક્રમ છે. • સૂત્ર-૭૯ : પશ્ત્ર :- ભાવોપક્રમનું સ્વરૂપ કેવું છે ? ભાવોપક્રમના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે (૧) આગમથી ભાવોપક્રમ (૨) નોઆગમથી ભાવોપક્રમ. પ્રશ્ન :- આગમથી ભાવોપક્રમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- ઉપક્રમના અર્થના જ્ઞાતા, તેમાં ઉપયોગવાન હોય તે આગમથી ભાવોપક્રમ કહેવાય છે. પન :- નોઆગમથી ભાવોપક્રમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- નોઆગમથી છે ભાવ ઉપક્રમના બે પ્રકાર છે. (૧) પ્રશસ્ત અને (૨) પશસ્ત. -
SR No.009082
Book TitleAgam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy