SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ર-૩૪૩ થી ૩૪૭ ૨૧ ૨૩૨ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન કાર્યસાધક નથી. અંધ અને પંગુ સ્વતંત્ર રીતે ગતિ કરી શકતા નથી. એક પૈડાવાળું ગાડું સ્થાને પહોંચી શકતું નથી. જ્ઞાન અને ક્રિયા મોક્ષ થના બે પૈડા છે. જ્ઞાન આંખ છે તો ક્રિયા પણ છે. બંનેના સુમેળથી જ સાધ્ય સિદ્ધ થઈ શકે માટે જ્ઞાન અને ક્રિયાનો સમન્વય જ મોક્ષનું કારણ છે. નયોનો સમન્વય કરી સાઘક હેયને છોડી, ઉપાદેયને ગ્રહણ કરે, તો સર્વ અર્થની સિદ્ધિ થાય છે. પૂર્વે ચોથા પ્રકરણમાં આવશ્યકના પ્રથમ અધ્યયન સામાયિકનું વ્યાખ્યાન કરવા ચાર અનુયોગ દ્વાર કહ્યા છે - (૧) ઉપક્રમ (૨) નિક્ષેપ (3) અનુગમ (૪) નય તેનો આધાર લઈ ક્રમથી ભેદ પ્રભેદોના વર્ણન વિસ્તાર દ્વારા સામાયિકનો અનુયોગ (વ્યાખ્યાન) કર્યો છે. આ ચોથા નયદ્વારથી સાત નયોનું વર્ણન પૂર્ણ થયું છે. આ રીતે ચોથા અનુયોગદ્વારની વક્તવ્યતા પૂર્ણ થઈ. મુનિ દીપરત્નસાગરે કરેલ અનુયોગદ્વાર સૂત્રનું સાનુવાદ વિવેચન પૂર્ણ વર્તમાનકાલીન પદાર્થને જ સ્વીકારે છે માટે હજુગની અપેક્ષા વ્યવહારનય અધિક વિષયવાળો છે. શબ્દનય વર્તમાન પર્યાયમાં પણ કાલ, લિંગ આદિનો ભેદ કરે છે જ્યારે જુનય કાલાદિનો ભેદ કરતો નથી માટે શબ્દનય કરતાં જુસૂગ નય વધુ વિષયવાળો છે. એdભૂતનય સમભિરૂઢનયે સ્વીકારેલ પદાર્થમાં ક્રિયાના ભેદથી ભેદ માને છે. શબ્દની ક્રિયાથી યુક્ત હોય ત્યારે જ તે પદાર્થ તે શબ્દનો વાયક બને છે તેવી એવંભૂત નયની માન્યતા છે. સમભિરૂઢ નય તે અક્રિયા ન હોય તો પણ વ્યુત્પત્તિ પક તે શબ્દને સ્વીકારતો હોવાથી એવંભૂત નય કરતા સમભિરૂઢ નય વિસ્તૃત વિષયવાળો છે. • સૂત્ર-૩૪૮ થી ૩૫૦ : અા નયો દ્વારા હેય-ઉપાદેય અર્થનું જ્ઞાન પ્રાપ્ત કરી, તદનુકૂળ પ્રવૃત્તિ કરવી જોઈએ. આ પ્રકારનો જે ઉપદેશ છે કે નય કહેવાય છે. સર્વ નયોની પરસ્પર વિરોધી વકતવ્યતા સાંભળી સમસ્ત નયોથી વિશુદ્ધ સમ્યક્રવ, અગ્નિ અને જ્ઞાન ગુણમાં સ્થિત થનાર સાધુ (મોક્ષ) સાધક છે. આ રીતે નય અધિકારની પ્રરૂપણા છે. અનુયોગ દ્વારનું વર્ણન સમાપ્ત થાય છે. • વિવેચન-૩૪૮ થી ૩૫o : ઉપર્યુક્ત બે ગાવામાં નયવર્ણનથી થતાં લાભનો ઉલ્લેખ કર્યો છે. “જેટલા વચન માગે છે તેટલા નય માર્ગ છે' આ સિદ્ધાનાનુસાર નમોના અનેક ભેદ છે. સંક્ષેપમાં નૈગમાદિ સાત નય, અર્ચનય-શબ્દનયના ભેદથી બે પ્રકારના નય, દ્રવ્યાર્થિકનય-પર્યાયાર્થિક નય, જ્ઞાન-ક્રિયા, નિશ્ચય-વ્યવહાર એવા પણ નયના ભેદો થાય છે. મોક્ષ માર્ગના કારણભૂત જ્ઞાનનય અને ક્રિયાનયની અપેક્ષાએ અહીં-પ્રસ્તુત સૂત્રમાં વિચાર કરવામાં આવ્યો છે. જ્ઞાનનયનું મંતવ્ય છે કે જ્ઞાન વિના કાર્યની સિદ્ધિ થઈ શકે નહીં. જ્ઞાનીપુરુષ જ મોક્ષના ફળને અનુભવે છે. જ્ઞાન વિના પુરુષાર્થની સિદ્ધિ નથી. વ્રત તથા સમ્યક્ત્વાદિની પ્રાપ્તિ જ્ઞાનથી જ થાય છે. હેયઉપાદેયનું જ્ઞાન હોય તો જ ઉપાદેયને ગ્રહણ કરી શકાય, હેયને છોડી શકાય. કિયા નયનું મંતવ્ય છે કે સિદ્ધિ પ્રાપ્તિનું મુખ્ય કારણ ક્રિયા છે. ત્રણ પ્રકાસ્તા અર્થોનું જ્ઞાન મેળવી પ્રયત્ન કરવો જોઈએ. આ કથન દ્વારા જ ક્રિયાની સિદ્ધિ થાય છે. ક્રિયા મુખ્ય છે જ્ઞાન ગૌણ છે. જીવ માત્ર જ્ઞાનથી સુખ પામતા નથી. ક્રિયા-કાર્યથી સુખ મળે છે. જ્ઞાન-ક્રિયા બંનેના એકાત્ત પક્ષમાં મોક્ષમાર્ગ નથી. જે સાધુ જ્ઞાન અને ક્રિયામાં સ્થિત રહે છે, તે જ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. એકાંતે જ્ઞાન કે એકાંતે ક્રિયાથી કાર્ય સિદ્ધ ન થાય. કિયા રહિત જ્ઞાન નિષ્ફળ છે, તો જ્ઞાન રહિત ક્રિયા ભાગ-૨ મો-સમાપ્ત
SR No.009082
Book TitleAgam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy