SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ-૩૩૪ ૨૬૧ એક દેશથી સમાનતાવાળી છે. ગાથામાં રહેલા ‘સમ' શબ્દ ‘ઉણ' આદિ દરેક શબ્દ સાથે જોડવો જોઈએ. તે ઉપમાઓનો આશય આ પ્રમાણે છે - (૧) ઉરગ(સર્પ) સમ :- સાધુ સર્ષની જેમ પરકૃત ગૃહમાં રહે છે, તેથી તે ઉરગસમ છે. (૨) ગિરિસમ :- પરિષહો અને ઉપસર્ગોને સહન કરવામાં પર્વત સમાન અડોલ અને અવિયલ હોવાથી સાધુ ગિરિસમ છે. (૩) જ્વલન (અગ્નિ) સમ - તપના તેજથી દેદીપ્યમાન હોવાથી સાધુ અગ્નિસમ છે અથવા જેમ અગ્નિ વૃણ, કાષ્ઠ ઈંધનથી તૃપ્ત થતી નથી, તેમ સાધુ જ્ઞાનાભ્યાસથી તૃપ્ત થતા નથી, તેથી અગ્નિ સમ છે. (૪) સાગરસમ :- સમુદ્ર મર્યાદાનું ઉલ્લંઘન ન કરે તેમ સાધુ આચાર મર્યાદાનું ઉલ્લંઘન કરતા નથી અને ગુણરૂપી રનોની ખાણ જેવા હોવાથી સાધુ સમુદ્રસમ છે. (૫) નમસમ - આકાશ આલંબનથી રહિત છે, તેમ સાધુ પણ બાજીના આશ્રય-આલંબન રહિત હોય છે. સાધુ યાનો સહારો લેતા ન હોવાથી આકાશસમ છે. (૬) તરુગણસમ - વૃક્ષો તેને સિંચનાર પર રામ અને છેદનાર પર દ્વેષ કરતાં નથી, તેમ સાધુ નિંદા-પ્રશંસા, માન-અપમાનમાં રાગ-દ્વેષ ન કરતા સમવૃતિવાળા હોય છે માટે વૃક્ષસમ છે. () ભમરસમ :- અનેક પુષ્પોમાંથી થોડો-થોડો સ લઈ ઉદરપૂર્તિ કરનાર ભમરની જેમ સાધુ પણ અનેક ઘરમાંથી થોડો-થોડો આહાર ગ્રહણ કરી જીવનનિર્વાહ કરે છે, માટે તે ભમરસમ છે. (૮) મૃગસમ:- જેમ મૃગ, હિંસક પશુ કે શિકારીઓમાંથી હંમેશાં ભયભીત રહે છે, તેમ સાધુ હંમેશાં સંસાર અને પાપથી ભયભીત રહે છે, માટે મૃગસમ છે. (૯) ધરણિસમ - પૃથ્વી જેમ બધુ સહન કરે છે તેમ સાધુ પણ તિરસ્કાર, ખેદ, કઠોર વયન વગેરે સમભાવથી સહન કરે છે, માટે પૃવીસમ છે. (૧૦) જલદસમ :- જેમ કમળ કાદવમાં જન્મ, કાદવમાં વૃદ્ધિ પામે છતાં કાદવથી, નિર્લિપ્ત રહે છે, તેમ સાધુ કામભોગમય સંસારમાં રહેવા છતાં તેનાથી અલિપ્ત હોય છે, માટે કમળસમ છે. (૧૧) વિસમ :- સૂર્ય સર્વ ક્ષેત્રને સમાનરૂપે પ્રકાશિત કરે છે, તેમ સાધુ જ્ઞાનરૂપી પ્રકાશ-ઉપદેશ સર્વ લોકોને સમાનરૂપે પ્રદાન કરે છે, માટે રવિસમ છે. (૧૨) પવનસમ - પવન-વાયુ સર્વત્ર અપતિહત ગતિવાળો હોય છે, તેમ સાધુપણ સર્વત્ર પ્રતિબદ્ધ વિહારી હોય છે. • સૂત્ર-૩૩૫,૩૩૬/૧ : પૂર્વોક્ત ઉપમાથી ઉપમિત શ્રમણ તો જ કહેવાય છે તે સુમન હોય, ભાવથી પણ પાપી મનવાળો ન હોય, જે વજન અને પરજનમાં સમભાવી હોય, માન-અપમાનમાં પણ સમ હોય. આ રીતે નોઆગમ ભાવસામાયિક, ભાવસામાયિક, સામાયિક તથા નામનિષ્પન્ન નિક્ષેપની કતવ્યતા પૂર્ણ થાય છે. • વિવેચન-૩૩૫,૩૩૬/૧ - આ ગાળામાં પ્રકારાન્તરથી શ્રમણના લક્ષણ બતાવવાની સાથે તેની યોગ્યતાનું ૨૬૨ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન દર્શન કરાવ્યું છે. પૂર્વોક્ત ગાથાઓમાં શ્રમણ, સમમન=સમન અને શમન આ ત્રણ પર્યાયવાચી શબ્દોનો ઉલ્લેખ છે. પ્રસ્તુત ગાથામાં ‘સુમન' પર્યાય શબ્દથી શ્રમણનું લક્ષણ બતાવ્યું છે કે જે માન અપમાનમાં વિષમ ભાવ કરે નહીં, મનને નિષ્પાપ રાખે, પરિણામોને સુંદર-પ્રશસ્ત રાખે તે “સુમન' (શ્રમણ) કહેવાય છે. • સૂત્ર-૩૩૬/ર : અહીં નામનિષ્ણ નિક્ષેપના કથન પછી ક્રમ પ્રાપ્ત સૂઝાલપક નિક્ષેપની પ્રરૂપણા કરવાનો અવસર છે, (શિષ્યોની જિજ્ઞાસાથી) કહેવાની ઈચ્છા પણ છે. પરંતુ અનુગામના ત્રીજ અનુયોગ દ્વારમાં સુત્રસ્પર્શી નિક્ષેપનું વર્ણન છે, તેથી વાદાવની ષ્ટિએ અહીં તેનો નિક્ષેપ કર્યો નથી. ત્યાં નિક્ષેપ કરવાથી અહીં અને અહીં નિક્ષેપ કરવાથી ત્યાં નિક્ષેપ થઈ જાય છે, તેમ સમજી લેવું જોઈએ. તેથી અહીં નિક્ષેપ ન કરતાં, ત્યાં સૂઝનો નિક્ષેપ કર્યો છે. • વિવેચન-૩૩૬/૨ : આ સૂત્રમાં સૂબાલાપક નિક્ષેપનો અહીં નિક્ષેપ ન કરવાનું કારણ સ્પષ્ટ કર્યું છે. સૂત્રોના ઉચ્ચારણને સૂગાલાપક કહે છે. અનુયોગના ત્રીજા દ્વારા અનુગમના ભેદ સૂઝાતુગમમાં સૂબાલાપકનો નિફોપ કસ્વામાં આવશે. અહીં ઉચ્ચારણ વિના આલાપકોનો નિક્ષેપ થતો નથી. આ કારણથી અહીં સૂકાલાપક પર નિક્ષેપ ઉતાર્યો નથી. • સૂત્ર-339/૧ : પ્રભા :- અનુગમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર + અનુગામના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે - સૂગાનુગમ અને નિયંત્પનુગમ. • વિવેચન-૩૩/૧ - અનુગમ એટલે સૂત્રને અનુકૂળ અર્થ કરવો. સૂકાનુગમમાં સૂરનો પદચ્છેદ કરી તેની વ્યાખ્યા કરવામાં આવે છે અને નિયુકવ્યનુગમમાં નિયુક્તિ અથ િસૂત્ર સાથે એકીભાવથી સંબદ્ધ અર્થને સ્પષ્ટ કરવામાં આવે છે અને નામ, સ્થાપનાદિ પ્રકારો દ્વારા વિભાગ કરી, વિસ્તારથી સૂમની વ્યાખ્યા કરવામાં આવે છે. પુનરુક્તિ દોષથી બચવા સૂબાનુગમનું વર્ણન સૂત્ર પર્શિક નિર્યુક્તિના પ્રસંગે કરવામાં આવશે. • સૂત્ર-૩૩૭/ર : પ્રથન : નિયુત્યનુગામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- નિયુકત્યનગમના aણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે - (૧) નિક્ષેપ નિયુકત્યનુગમ, (૨) ઉપોદઘાત નિયુકત્યનુગમ (3) સૂત્રસ્પર્શિક નિયુકત્યનુગમ. પ્રશ્ન :- નિફ્લોપનિયંત્યનુંગમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- નામ-સ્થાપનાદિ નિક્ષેપની નિયુક્તિનો અનુગમ પૂર્વવત જાણવો. • વિવેચન-૩૩૭/ર : આ સૂત્રમાં નિોપનિયુક્તિ અનુગમતું સ્વરૂપ પૂર્વવતુ જાણવાનો સંકેત કર્યો છે. તેનો આશય એ છે કે નામ, સ્થાપનાદિ નિક્ષેપ રૂપ નિયુક્તિના અનુગમને જ
SR No.009082
Book TitleAgam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy