SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ-૩૨૨ ૨૪૯ ૨૫o “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન પુગલ પરાવર્તન કાળ અસંખ્યાત અવસર્પિણી-ઉત્સર્પિણી કાળ પ્રમાણ છે. સમય માત્ર પ્રમાણવાળા વર્તમાનકાળમાં તેનો સમાવેશ થઈ ન શકે કારણ કે પુગલ પરાવર્તન બૃહદ્ કાળ વિભાગ છે. વર્તમાનકાળ અલ્પ પ્રમાણવાળો કાળવિભાગ છે. નાનો કાળવિભાગ મોટા કાળવિભાગમાં સમવતરિત થાય પણ પોતાનાથી નાના કાળવિભાગમાં સમવતરિત થઈ શકે નહીં. તેથી અનંત સમયવાળા અતીત-અનાગત કાળમાં પુદ્ગલપરાવર્તન સમવતરિત થાય છે. સવદ્ધિાકાલથી મોટું કોઈ કાલ નથી તેથી તે કોઈમાં સમવતરિત થતો નથી આત્મભાવમાં જ તેનો સમવતાર થાય છે. • સૂત્ર-૩૨/૩ થી ૩૨૪ : ધન :* ભાવસમવતારનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- ભાવસમવસ્તારના બે પ્રકાર કહ્યા છે. જેમકે આત્મસમવતર અને તદુભયસમવતાર આત્મસમવસ્તારની અપેક્ષાએ ક્રોધ નિજસ્વરૂપમાં રહે છે. તદુભયસમવતારની અપેક્ષાએ માનમાં અને નિસ્વરૂપમાં સમવતીર્ણ છે. તે જ રીતે માન, માયા, લોભ, રોગ, મોહનીય, આઠ કર્મપકૃતિઓ આત્મસમવતારથી આત્મભાવમાં અને તદુભયસમવતારથી છ પ્રકારના ભાવોમાં અને આત્મભાવમાં રહે છે. તે જ રીતે ઔદયિક વગેરે છ ભાવ જીવમાં, જીવ જીવાસ્તિકાયમાં, જીવાસ્તિકાય દ્રવ્યમાં અને નિજસ્વરૂપમાં પણ સમવતરિત થાય છે. તેની સંગ્રહણી ગાથાનો અર્થ આ પ્રમાણે છે - ક્રોધ, માન, માયા, લોભ, રોગ, મોહનીસકર્મ, કર્મપકૃતિ, ભાવ, જીવ, જીવાસ્તિકાય અને સર્વદ્રવ્ય, આત્મસમવતારથી પોત-પોતાના સ્વરૂપમાં અને તદુભયસમવતાસ્થી પરરૂપ અને સ્વસ્વરૂપમાં પણ રહે છે. આ ભાવ સમવતારનું વર્ણન થયું. • વિવેચન-૩૨૨ થી ૩૨૪ : જીવના જ્ઞાનાદિક સ્વાભાવિક ભાવો અને ક્રોધાદિ કષાયો વૈભાવિક ભાવોના સમવતારનો વિચાર કરવો તે ભાવસમવતાર કહેવાય છે. તેના આત્મભાવ સમવતાર અને તદુભય સમવતાર એવા બે ભેદ છે. ક્રોધ-માન વગેરે ઔદયિક ભાવ છે. તેથી તેનું ભાવસમવતામાં ગ્રહણ કર્યું છે. ક્રોધ અહંકાર વિના ઉપ ન થાય તેથી ઉભયસમવતારની અપેક્ષાએ ક્રોધનો મનમાં સમવતાર કરેલ છે. પકશ્રેણીવાળા જીવ માનના દલિકોને માયામાં પ્રક્ષિપ્ત કરી ક્ષય કરે છે. માયાના દલિકોને લોભમાં પ્રાિપ્ત કરી ક્ષય કરે છે, તેથી માનનો માયામાં અને માયાનો લોભમાં સમવતાર કરેલ છે. લોભ રાગનો જ એક પ્રકાર છે તેથી તેનો રગમાં અને રાગ એ મોહનીયનો ભેદ છે, તેથી તે મોહનીયકર્મમાં, મોહનીયકર્મ કર્મનો પ્રકાર છે, તેથી તે અષ્ટકમ પ્રકૃતિમાં, કર્મપકૃતિઓની ઔદયિક, ઔપથમિક વગેરે ભાવોમાં પ્રવૃત્તિ છે, તેથી અટકર્મ ઉપશમ આદિ ભાવમાં સમાવિષ્ટ થાય છે. છ ભાવ જીવને આશ્રિત છે, તેથી તેનો જીવમાં સમાવેશ થાય છે. જીવ જીવાસ્તિકાયના ભેદરૂપે છે, તેથી જીવ જીવાસ્તિકાયમાં અને જીવાસ્તિકાય દ્રવ્યાશ્રિત હોવાથી સમસ્તદ્રવ્યમાં સમવતરિત થાય છે. સામાયિકનો સમવતાર - આવશ્યક સૂત્રના છ અધ્યયનમાંથી પ્રથમ અધ્યયન ‘સામાયિક' પર ચાર અનુયોગ દ્વાર છે. તેમાં પ્રથમ ઉપક્રમ દ્વાર છે. ઉપક્રમનો પ્રથમ ભેદ છે આનુપૂર્વી, આનુપૂર્વીના દસભેદમાંથી ઉકીર્તનાનુપૂર્વી અને ગણનાનુપૂર્વમાં સામાયિક સમતરિત થાય છે. નામના ઉચ્ચારણને ઉત્કીર્તન કહેવામાં આવે છે. ઉપક્રમના બીજા ભેદ ‘નામ'ના દસ પ્રકારમાંથી છઠ્ઠા પ્રકાર, દાયિકાદિ છે. ભાવમાં સામાયિક સમવતરિત થાય છે. સામાયિક શ્રુતજ્ઞાનરૂપ હોવાથી તે ક્ષાયોપથમિક ભાવમાં સમવતરિત થાય છે. ઉપક્રમના ત્રીજા ભેદ પ્રમાણના ચાર પ્રકારમાંથી સામાયિક ભાવપ્રમાણમાં સમવતરિત થાય છે. ભાવપમાણના ગુણ, નય અને સંખ્યા આ ત્રણ પ્રકારમાંથી સામાયિક ગુણપ્રમાણમાં અને સંગાપમાણમાં સમવતરિત થાય છે. કેટલાક આચાર્ય નય પ્રમાણમાં પણ સામાયિકને સમવતરિત કરે ચે. ગુણપ્રમાણમાં જીવગુણ પ્રમાણમાં સામાયિક સમવતરિત થાય છે, અજીવગુણ પ્રમાણમાં નહીં. સામાયિક જીવના ઉપયોગ રૂપ છે, તેથી જીવગુણ પ્રમાણમાં સમાવિષ્ટ છે. અવગુણ પ્રમાણમાં જ્ઞાન, દર્શન, ચાત્રિ આ ત્રણ ભેદ છે. સામાયિક આ ત્રણેમાં સમવતરિત થાય છે. દેશવિરતિ-સર્વવિરતિ બંને સામાયિક ચાસ્ત્રિ સ્વરૂપ પણ છે તેથી ચાસ્ત્રિ પ્રમાણમાં પણ સમવતરિત થાય છે. સમ્યક્ સામાયિક દર્શન પ્રમાણમાં સમવતરિત થાય છે. સામાયિક જ્ઞાનરૂપ હોવાથી જ્ઞાનગુણ પ્રમાણમાં સમવતરિત છે. જ્ઞાનપ્રમાણ, પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાનના ભેદથી ચાર પ્રકારનું છે. સામાયિક આખ ઉપદેશરૂપ છે, તેથી તે આગમ પ્રમાણમાં અંતભવિત થાય છે. આગમ લૌકિક અને લોકોત્તર બે પ્રકારના છે. તીર્થંકર પ્રણીત હોવાથી સામાયિકનો લોકોત્તર આગમમાં સમાવતાર થાય છે. લોકોતર આગમના આત્માગમ, અનંતરાગમ અને પરંપરાગમ ત્રણ પ્રકાર છે, આ ત્રણે પ્રકારમાં સામાયિક સમાવિષ્ટ થાય છે. સંખ્યા પ્રમાણના આઠ ભેદમાંથી સામાયિક “પરિમાણ' નામના પાંચમાં ભેદમાં સમાવિષ્ટ થાય છે. ઉપક્રમના ચોથા ભેદરૂપ વકતવ્યતા બે પ્રકારની છે : સ્વસમય અને તદુભય વક્તવ્યતા. તે બેમાંથી સામાયિક સ્વસમયવક્તવ્યતામાં સમાવિષ્ટ થાય છે. • સૂl-૩૨૫/૧ - પન :- નિઃોપનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- નિક્ષેપના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે - (૧) ઓઘનિષ્પન્ન નિક્ષેપ, (૨) નામનિux નિક્ષેપ, (૩). સૂકાલાપકનિux નિક્ષેપ. • વિવેચન-૩૨૫/૧ : ઈષ્ટ વસ્તુના નિર્ણય માટે અપકૃત (અપ્રાસંગિક) અર્થનું નિરાકરણ કરી
SR No.009082
Book TitleAgam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy