SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૩૦૯ સાધોઁપનીત કહેવાય છે અને બે કે તેથી વધુ પદાર્થોમાં વિલક્ષણતા બતાવવામાં આવે તો તે વૈધોઁપનીત ઉપમાન કહેવાય છે. આ બંને પ્રકારના ઉપમાન પ્રમાણના પુનઃ ત્રણ-ત્રણ ભેદ છે. કિંચિત્, પ્રાયઃ અને સર્વતઃ • સૂત્ર-૩૦૯/૩ : પ્રશ્ન :- વૈધોઁપનીત ઉપમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે? ઉત્તર ઃ- બે પદાર્થગત વિસશતાના આધારે ઉપમા આપવામાં આવે તો તેને વૈધોઁપનીત ઉપમાન પ્રમાણ કહેવામાં આવે છે. તેના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – ૧. કિસિઔધોઁપનીત ૨. પ્રાયઃ વૈધોઁપનીત ૩. સર્વસાધાઁપનીત. ૨૧૭ પ્રશ્ન :- કિંચિઔધોઁપનીત ઉપમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃકોઈક ધર્મવિશેષની વિલક્ષણતા પ્રગટ કરે તેને કિંચિત્ વૈધોઁપનીત કહે છે. જેમકે જેવો શબલા-નેકરંગી ગાયનો વાછરડો હોય તેવો બહુલા-એક રંગવાળી ગાયનો વાછરડો ન હોય, જેવો બહુલા ગાયનો વાછરડો હોય તેવો શબલા ગાયનો ન હોય. આ કિચિત વૈધપનીત ઉપમાન પ્રમાણનું સ્વરૂપ છે. પ્રશ્ન :- પ્રાયઃ વૈધોઁપનીત ઉપમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે? ઉત્તર - અધિકાંશ રૂપમાં અનેક અવયવગત વિસશતા પ્રગટ કરવી તે પ્રાયઃ વૈધોઁપનીત કહેવાય છે. ઉદાહરણ - જેવો વાયસ (કાગડો) છે તેવી પાયસ (ખીર) નથી. જેવી ખીર છે તેવો કાગડો નથી. આ પ્રાયઃ વૈધોઁપનીત છે. પ્ર :- સવવિધĪપનીત ઉપમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે? ઉત્તર ઃ જેમાં કોઈપણ પ્રકારની સમાનતા ન હોય તેવી વિસશતા કોઈ પણ બે પદાર્થમાં હોતી નથી. તેથી સીધર્મી ઉપમા નથી. તો પણ તે પદાર્થને તે પદાર્થની જ ઉપમા આપવામાં આવે છે. નીચે નીચેના જેવું, દાસે દાસ જેવું, કાગડાએ કાગડા જેવું, શ્વાને શ્વાન જેવું, ચાંડાળે ચાંડાળ જેવું કાર્ય કર્યું. • વિવેચન-૩૦૯/૩ : વૈધોંધનીત વિલક્ષણતાનો બોધ કરાવે છે, તેના ત્રણ ભેદ સ્પષ્ટ છે. • સૂત્ર-૩૦૯/૪ ઃ પ્રશ્ન - આગમ પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- આગમ પ્રમાણના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે - ૧. લૌકિક આગમ ર. લોકોત્તર આગમ. પ્રશ્ન :- લૌકિક આગમ કોને કહેવાય? ઉત્તર ઃ- અજ્ઞાની, મિથ્યાદષ્ટિ લોકો દ્વારા સ્વચ્છંદ મતિથી (બુદ્ધિથી) નિર્મિત જે ગ્રંથો લોકમાં પ્રચલિત હોય, તે લૌકિક આગમ કહેવાય છે. આ લૌકિક આગમનું વર્ણન છે. પ્રશ્ન :- લોકોત્તર આગમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- ઉત્પન્ન જ્ઞાનદર્શન ધારક, ભૂતકાળ-વર્તમાનકાળ અને ભવિષ્યકાળના જ્ઞાતા, ત્રિલોકવર્તી જીવો દ્વારા વંદિત, પૂજિત, સર્વજ્ઞ, સર્વદર્શી એવા અરિહંત ભગવાન દ્વારા પ્રણીત આચારાંગથી દૃષ્ટિવાદ પર્યંત દ્વાદશાંગરૂપ ગણિપિટક તે લોકોત્તર આગમ. ૨૧૮ “અનુયોગદ્વાર' ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન - ૧. સૂત્રગમ ૨. અથગિમ અથવા લોકોતર્મિક આગમના ત્રણ પ્રકાર છે ૩. તભયાગમાં. અથવા લોકોત્તરિક આગમના ત્રણ પ્રકાર છે - ૧. આત્માગમ ર. અનંતરામ અને ૩. પરંપરાગમ. તીર્થંકરો માટે અર્થજ્ઞાન આત્માગમ છે. ગણધરો માટે સૂ×જ્ઞાન આત્માગમ છે અને અર્થજ્ઞાન અનંતરાગમ છે. ગણધરોના શિષ્યો માટે સુપ્રજ્ઞાન અનંતરાગમ છે અને અર્થજ્ઞાન પરંપરાગમ છે. તત્વજ્ઞાની શિષ્ય પરંપરા માટે સૂત્રજ્ઞાન અને અર્થજ્ઞાન બંને આત્માગમ નથી, અનંતરાગમ નથી પરંતુ પરંપરાગમ છે. આવું લોકોત્તકિ આગમનું સ્વરૂપ જાણવું. • વિવેચન-૩૦૯/૪ : આચાર્યોએ આગમની વ્યાખ્યા અનેક પ્રકારે કરી છે. (૧) નિરુક્તિમૂલક વ્યાખ્યા – गुरुपारम्यर्येण आगच्छतीत्यागमः । ज्ञान ગુરુ પરંપરાથી ચાલ્યું આવે છે તે આગમ. (૨) વિષય પરક આગમની વ્યાખ્યા – आ समन्ताद् गम्यन्ते - शायन्ते जीवादयः પવાર્થા અનેનેતિ આળમ: । જેના દ્વારા અનંત ગુણ-ધર્મ યુક્ત જીવ-અજીવ વગેરે પદાર્થ જાણી શકાય તેને આગમ કહે છે. (૩) વીતરાગ સર્વજ્ઞ કથિત છદ્રવ્ય, નવ તત્ત્વની સમ્યક્ શ્રદ્ધા, જ્ઞાન અને વ્રતાદિ અનુષ્ઠાન રૂપ ચાત્રિ, આ ત્રયનું સ્વરૂપ જેમાં પ્રતિપાદિત છે તે આગમ. (૪) સર્વ દોષ પ્રક્ષીણ થઈ ગયા છે તેવા પ્રત્યક્ષજ્ઞાની દ્વારા પ્રણીત શાસ્ત્ર આગમ કહેવાય છે. (૫) આપ્તના વચન તે આગમ છે. આપ્તના વચનથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે જ્ઞાન જ આગમ છે. મિથ્યાર્દષ્ટિ-અજ્ઞાની દ્વારા રચિત ગ્રંથો લૌકિક આગમ કહેવાય છે. જ્યારે તીર્થંકર પ્રણીત દ્વાદશાંગી લોકોતરિક આગમ કહેવાય છે. લોકોતરિક આગમના ત્રણ ત્રણ ભેદ છે. (૧) સૂત્રરૂપ આગમ (૨) અર્થરૂપ આગમ અને (૩) સૂત્ર-અર્થ ઉભયરૂપ આગમ. તીર્થંકરો અર્થરૂપે ઉપદેશ આપે છે. ગણધરો તે ઉપદેશને સૂત્ર રૂપે ગૂંથે છે. બંનેનો મેળ એટલે ઉભયરૂપ આગમ. બીજી રીતે લોકોતકિ આગમના (૧) આત્માગમ, (૨) અનંતરાગમ (૩) પરંપરાગમ. એવા ત્રણ ભેદ કર્યા છે. તીર્થંકરો અર્થ ઉપદેષ્ટા છે. ગણધરો તેને સૂત્ર રૂપે ગૂંથે છે, સૂત્રબદ્ધ કરે છે. તેથી તીર્થંકરો માટે અર્થરૂપ આગમ અને ગણધરો માટે સૂત્રરૂપ આગમ આત્માગમ છે. • સૂત્ર-૩૦૯/૫ ઃ પ્રશ્નન :- દર્શનગુણ પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- દર્શનગુણ પ્રમાણના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે છે – (૧) ચતુદર્શન ગુણ પ્રમાણ, (૨) અસુદર્શન ગુણપ્રમાણ, (૩) અવધિદર્શન ગુણ પ્રમાણ, (૪) કેવળદર્શન ગુણપ્રમાણ.
SR No.009082
Book TitleAgam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy