SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ સૂગ-૨૯ ૨૦૫ ૨૦૬ અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન આવે તે ૯૬ છેદનક રાશિ કહેવાય છે. ૯૬ વાર છેદ આપી શકાય તેવી સશિ ૨૯ અંક પ્રમાણ છે અને તેટલા ગર્ભજ મનુષ્ય હોય છે. તેટલા જ જઘન્યપદે બદ્ધ ઔદારિક શરીર જાણવા. ઉત્કૃષ્ટ પદે મનુષ્યો અને મનુષ્યોના બદ્ધ ઔદારિક શરીર અસંખ્યાત છે. સંમૂછિમ મનુષ્યો અસંખ્યાત છે. સંમૂચ્છિમ મનુષ્યોનો જ્યારે વિરહકાળ ન હોય ત્યારે મનુષ્યો અસંખ્યાત હોય છે. અસંખ્યાતના અસંખ્યાત ભેદ હોય છે. તેથી અસંખ્યાતનું પરિમાણ નકારે કાળ અને ક્ષેત્રથી બતાવ્યું છે. કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીના જેટલા સમય તેટલા બદ્ધ દારિક શરીર છે. મનુષ્યોને બદ્ધવૈક્રિય શરીર સંખ્યાત છે. વૈકિપલબ્ધિ ગર્ભજ મનુષ્યોને જ હોય છે અને તેમાં પણ બધા મનુષ્યોને નથી હોતી, કેટલાકને જ હોય તેથી સંખ્યાત કહ્યા છે. મુકત વૈક્રિય શરીર અનંત છે. મનુષ્યોમાં બદ્ધ આહારક શરીર ક્યારેક હોય ક્યારેક ન પણ હોય. જ્યારે હોય ત્યારે જઘન્ય એક-બે-ત્રણ ઉત્કૃષ્ટ અનેક હજાર (૨ થી ૯ હજાર) સંભવે છે. મુક્ત આહારક-શરીર અનંત છે. બદ્ધ તૈજસ-કામણ શરીર ઔદારિકની જેમ બધાને જ હોય છે. અર્થાત્ બદ્ધ અસંખ્યાત અને મુક્ત, તૈજસ-કાર્પણ અનંત છે. મનુષ્યોમાં પાંચે શરીરના બદ્ધ-મુક્ત શરીરનું સંગાપરિમાણ બતાવ્યું, તે અનેક જીવોની અપેક્ષાએ તથા કાળની ભિન્નતાની અપેક્ષાએ છે. કોઈ એક મનુષ્યને એક સાથે પાંચે શરીર સંભવતા નથી. એક જાવને એક સમયે વઘમાં વધુ ચાર શરીર હોય છે. વૈક્રિય અને આહારક બંને લબ્ધિઓ એક સાથે એક મનુષ્યને સંભવે છે પરંતુ બંને લબ્ધિનો પ્રયોગ એક સાથે થતો નથી. તેથી લબ્ધિજન્ય આ બંને શરીર એક સાથે સંભવિત નથી. આહારક શરીરની સંખ્યામાં જઘન્ય એક, બે, ત્રણ કહ્યા છે અને વૈક્રિય શરીરની સંખ્યામાં જઘન્ય એક, બે, ત્રણ કહ્યા નથી. તેનું કારણ એ છે કે આહારક શરીરી મનુષ્ય ક્યારેક હોય, ક્યારેક ન હોય પરંતુ વૈક્રિય શરીરઘારી મનુષ્ય સદા સંખ્યાતા હોય જ. આ સૂત્રથી અને પ્રજ્ઞાપના, ભગવતી સૂઝથી પણ સિદ્ધ છે કે મનુષ્યમાં વૈક્રિચશરીરી શાશ્વતા હોય છે, તેનો વિરહ થતો નથી. કારણ કે ચક્રવર્તી વાસુદેવ બલદેવ વગેરે સમૃદ્ધિ સંપન્ન મનુષ્યોમાં કોઈ ને કોઈ વૈકિય લબ્ધિનો પ્રયોગ કરતા જ રહે છે. મનુષ્યમાં વૈક્રિય યોગ અને વૈક્રિય મિશ્રયોગ બંને શાશ્વત કહ્યા છે. • સૂત્ર-૨૯/૧૬ : વાણવ્યંતર દેવોના ઔદારિક શરીરનું પ્રમાણ નરકના ઔદારિક શરીર જેમ જ જાણવું અથતિ વણવ્યંતર દેવોને બદ્ધ-દારિક શરીર ન હોય અને મુક્ત ઔદારિક શરીર અનંત છે. પ્રશ્ન :- વાણવ્યંતર દેવોને કેટલા વૈક્રિય શરીર હોય ? ઉત્તર :- હે ગૌતમાં તેઓને બે પ્રકારના વૈકિય શરીર છે – બદ્ધ અને મુકત. તેમાં બદ્ધ વૈચિશરીર અસંખ્યાત છે, કાલની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણી--અવસર્પિણી કાલમાં અપહત થાય છે. ગ્રાથી ખતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણી જેટલા છે. તે શ્રેણીઓની વિર્કભસૂચિ તિચિ પંચેન્દ્રિયથી અસંખ્યાતમાં ભાગ હીન ગણવી. પતરના સંખ્યાત સો યોજન વર્ગ પ્રમાણ ક્ષેત્રમણી એક એકબંતરનો અપહાર થાય તો આખો પ્રતર ખાલી થઈ જાય તેટલા અંતર છે. મુકત વૈચિશરીર ઔધિક મુકત ઔદારિક પ્રમાણે જાણવા. - વાણવ્યંતરોના બંને પ્રકારના આહારક શરીરનું પરિમાણ અસુરકુમાર દેવોના આહારક શરીરની જેમ જાણવું. પ્રશ્ન • વાણવ્યંતર દેવોને કેટલા તૈજસ-કામણ શરીર હોય છે ? ઉત્તર :- તેઓના વૈક્રિય શરીર પ્રમાણે જ તેઓના તૈજસક્કામણ શરીર જાણવા. • વિવેચન-૨é/૧૬ : વાણવ્યંતર દેવો પૈક્રિય શરીરધારી છે. તેથી તેઓને બદ્ધ ઔદાકિ શરીર નથી. મુક્ત ઔદારિક શરીર પૂર્વભવોની અપેક્ષાએ અનંત છે. વૈક્રિય શરીર અસંખ્યાત છે, વાણવ્યંતરના બદ્ધ વૈક્રિય શરીરનું પરિમાણ ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ક્ષેત્રમાં રહેલી અસંખ્યાત શ્રેણી પ્રમાણ બતાવ્યું છે. • સૂત્ર-૨૯૯/૧૭ : પ્રજન - હે ભગવન જ્યોતિક દેવોના ઔદારિક શરીર કેટલા છે ? ઉત્તર :- ગૌતમજ્યોતિક દેવોના ઔદારિક શરીરો નાસ્કોના ઔદારિક શરીર સમાન છે. પ્રથન • હે ભગવાન ! જ્યોતિષ દેવોના વૈક્રિય શરીર કેટલા છે ? ઉત્તર : હે ગૌતમ તેઓને બે પ્રકારના વૈક્રિયશરીર છે . બદ્ધ અને મુકત. તેમાં બદ્ધ વૈકિચશરીર ચાવતુ તેઓની વિર્કભસૂચિ સુધી વર્ણન યંતરની જેમ કહેવું. પ્રતરના પૂરણ અપહારમાં બસો છપાન અંગુલ વર્ગ ક્ષેત્રમાં એક એક જ્યોતિષીને રાખે તો પતર પૂરિત થાય તેટલા જ્યોતિષી છે અથવા બસો છuપના અંગુલ વM મથી એક એક જ્યોતિષીનો અાપહાર થાય તો આખો પતર ખાલી થઈ જાય તેટલા જ્યોતિષી છે. તેના મુક્ત ઐક્રિચશરીર ઔધિક મુકત ઔદારિક પ્રમાણે જાણવા. જ્યોતિષ દેવોના આહાફ શરીર નાસ્કોના આહાક શરીર પ્રમાણે જાણવા અથતિ બદ્ધ આહાક શરીર નથી અને મુક્ત આહારક શરીર અનંત છે. જ્યોતિષ દેવોના બદ્ધ-મુક્ત તૈજસ-કામણ શરીર તેઓના ભ૮-મુકત વૈયિ શરીર જેટલા છે. • વિવેચન-૨૯/૧૭ : જ્યોતિક દેવોને બદ્ધ ઔદારિક અને બદ્ધ આહારક શરીર નથી. બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત છે. કાલની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલના સમય પ્રમાણ છે. ક્ષેત્રની અપેક્ષાએ પ્રતના અસંખ્યમાં ભાગની અસંખ્યાત
SR No.009082
Book TitleAgam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy