SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ સૂગ-૨૯ ર0 ૨૦૨ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન આહારક શરીર અનંત છે. વનસ્પતિમાં બદ્ધ તૈજસ-કામણ શરીર અનંત છે. જેટલા વનસ્પતિકાયિક જીવો તેટલા જ બદ્ધ તૈજસ-કાર્પણ શરીર છે. અનંત-અનંત જીવોનું દારિક શરીર એક હોવા છતાં સર્વ જીવોના તૈજસ-કામણ શરીર સ્વતંત્ર છે. તેથી વનસ્પતિમાં અનંત જીવો છે તેટલા જ અનંત બદ્ધ તૈજસ-કાર્પણ શરીર છે. મુક્ત તૈજસ-કાર્પણ શરીર પણ અનંત છે. તે ઔધિક વર્ણન અનુસાર સમજવા. સૂત્ર-૨૯/૧૩ :પ્રન • હે ભગવાન ! બેઈન્દ્રિય જીવોને કેટલા ઔદારિક શરીર હોય છે ? ઉત્તર :- હે ગૌતમ બેઈન્દ્રિયોને ઔદારિક શરીર બે પ્રકારના છે, તે આ પ્રમાણે છે - બદ્ધ અને મુક્ત. બદ્ધ ઔદારિક શરીર અસંખ્યાત છે. કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીના જેટલા સમય તેટલા બદ્ધ દારિક શરીર છે. ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણીના પ્રદેશ પ્રમાણ છે. તે શ્રેણીઓની વિર્કભસૂચિ અસંખ્યાત કોટાકોટિ યોજન પ્રમાણ છે. તે વિર્કભસૂચિ એક શ્રેણીuદેશના અસંખ્યાત વર્ગમૂળના યોગ પ્રમાણે છે. બેઈન્દ્રિયોના બદ્ધ ઔદારિક શરીર દ્વારા પતર અપહૃત કરાય તો અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળમાં અપહર્ત થાય છે. કાળ-ક્ષેત્રથી અંગુલ માત્ર પ્રતર અને આવલિકાના અસંખ્યાતમા ભાગરૂપ પ્રતિભાગથી સંપૂર્ણ પ્રતર અપહત થાય તેટલા બેઈન્દ્રિયના બદ્ધ ઔદારિક શરીર છે. મુક્ત ઔદારિક શરીર ઔધિક મુક્ત ઔદારિક શરીર જેટલા હોય છે. બેઈન્દ્રિયોને બદ્ધ ક્રિય અને બદ્ધ આહારક શરીર નથી, મુકત વૈક્રિય, આહારક શરીર, મુક્ત ઔદારિક શરીર પ્રમાણે છે. બદ્ધ અને મુક્ત વૈરાકામણ શરીર બેઈન્દ્રિયના બદ્ધ-મુક્ત ઔદારિક શરીર પ્રમાણે છે. બેઈન્દ્રિયના બદ્ધ અને મુક્ત પાંચે શરીર પ્રમાણે તેઈન્દ્રિય અને ચતુરિન્દ્રિયના વિષયમાં કહેવું. • વિવેચન-૨૯૯/૧૩ - બેઈન્દ્રિય જીવો પ્રત્યેક શરીરી છે, તેથી જેટલા બેઈન્દ્રિય જીવો છે તેટલા તેના બદ્ધ ઔદારિક શરીર જાણવા. બેઈન્દ્રિય જીવો અસંખ્યાત છે તેથી બદ્ધ દારિક શરીર અસંખ્યાત છે. કાળથી પરિમાણ-કાળથી અસંખ્યાત ઉત્સર્પિણીઅવસર્પિણીના જેટલા સમય છે તેટલા છે. ક્ષેત્રથી પરિમાણ - ક્ષેત્રની અપેક્ષાએ પ્રતરના અસંખ્યાતમા ભાગમાં અસંખ્યાત કોટાકોટિ યોજનની વિખંભસૂચિ પ્રમાણ અસંખ્યાત શ્રેણીઓમાં જેટલા આકાશ પ્રદેશ હોય તેટલા બદ્ધ ઔદારિક શરીર બેઈન્દ્રિય જીવોમાં હોય છે. બેઈન્દ્રિય જીવોના બદ્ધ ઔદારિક શરીરની અસંખ્યાત સંખ્યાતનું પરિમાણ સૂણકાર બીજી રીતે અર્થાતુ અપહાર વિધિથી બતાવે છે - પ્રતર અપહાર. અસલ્કતાનાથી પ્રતરના આકાશપદેશોનો અપહાર કરવામાં આવે, તે “પ્રતર અપહાર” કહેવાય છે. કાળકોટથી પ્રતર અપહાર વિધિ :- પ્રતરના આકાશ પ્રદેશ ઉપર બેઈન્દ્રિય જીવોને સ્થાપિત કરી તેનો અપહાર કરવામાં આવે તો અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી વ્યતીત થાય. કેટલા ક્ષેત્ર પર બેઈન્દ્રિયને સ્થાપવા અને કેટલા સમયે તે બેઈન્દ્રિય જીવનો અપહાર કરવો તે સૂચવવા સૂત્રકારે કહ્યું છે કે – મંગુનપથરસ :- એક પ્રતર સાત રાજુ લાંબો અને સાત રાજુ પહોળો હોય છે. તે પ્રતરના ગુલ પ્રમાણ ક્ષેત્રને અંગુલ પ્રતર કહે છે. તેનો અસંખ્યાતમો ભાગ અહીં વિવક્ષિત છે. તે પ્રતરનો પ્રતિભાણ કહેવાય છે. પ્રતિભાણ એટલે પ્રતરનો ખંડ કે વિભાગ. તાત્પર્ય એ છે કે અંગુલ પ્રતના અસંખ્યાતમાં ભાગ ઉપર ક્રમથી એક એક બેઈન્દ્રિય જીવને સ્થાપવા અથવા અંગુલ પ્રતરના અસંખ્યાતમા ભાગ જેટલી અવગાહનાવાળા બેઈન્દ્રિય જીવને પ્રતર ઉપર સ્થાપવા. આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલા સમયે તે પ્રતર પર સ્થાપિત બેઈન્દ્રિય જીવોનો ઉપહાર કરવો. આ રીતે અપહાર કરતાં સંપૂર્ણ પ્રતરને ખાલી થતાં અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળ વ્યતીત થાય છે. પ્રતર પર સ્થાપિત અંગુલ પ્રતના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અવગાહનાવાળા બેઈન્દ્રિય જીવને, આવલિકાના અસંખ્યાતમા ભાગે અપહાર કરતાં સંપૂર્ણ પ્રતર બેઈન્દ્રિયોથી ખાલી થઈ જાય, એક પણ બેઈન્દ્રિય જીવ ન રહે, તેટલા બેઈન્દ્રિયોના બદ્ધ દારિક શરીર છે. આ રીતે બેઈન્દ્રિય જીવોના બદ્ધેલક દારિક શરીર (૧) કાલથી અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણીના સમય પ્રમાણ છે – (૨) ફોગથી-ઘનીકૃત લોકની અસંખ્ય ક્રોડાકોડ યોજન પ્રમાણ વિકેભ સચિવાળી શ્રેણીઓના આકાશપ્રદેશ પ્રમાણ છે. (3) દ્રવ્યથી-અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા પ્રતર ક્ષેત્રમાં આવલિકાના અસંખ્યાતમા ભાગે એક-એક બેઈન્દ્રિયને સ્થાપિત કરતાં સંપૂર્ણ પ્રતર ભરાઈ જાય તેટલી સંખ્યા બેઈન્દ્રિય જીવોની અને તેના ઔદારિક બàલકની છે. • સૂત્ર-૨૯/૧૪ - તિચિ પંચેન્દ્રિય જીવોના ઔદારિક શરીરની સર્વ વકતવ્યતા બેઈન્દ્રિય જીવોના દારિક શરીર પ્રમાણે જણવી. પ્રથન :- હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવોને કેટલા પૈક્રિય શરીર હોય છે? હે ગૌતમ તિર્યંચ પંચેન્દ્રિયોમાં વેકિય શરીર બે પ્રકારના હોય છે, તે આ પ્રમાણે છે - બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત છે. તે અસંખ્યાતનું પરિમાણ, કાળની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીકાળના જેટલા સમય તેટલા બદ્ધવૈક્રિય શરીર તિચિ પંચેન્દ્રિયોના છે. ક્ષેત્રની અપેક્ષાએ પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્ય શ્રેણીઓની વિર્ષાભ સૂચિના આકાશપદેશ તુલ્ય છે. તે વિદ્ધભ સૂચિ અંગુલ પ્રમાણ ક્ષેત્રના અસંખ્ય આકાશપદેશના પ્રથમ વકૂિલના અસંખ્યાતમા
SR No.009082
Book TitleAgam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy