SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ સૂગ-૧૨૦ ૧૬૩ અલ્પવિધ, અક્ષિપ, નિશ્રિત, સંદિગ્ધ અને અધુવ જ્ઞાનમાં ક્ષયોપશમની મંદdi, ઉપયોગની વિક્ષિપ્તતા, અનવ્યસ્તતા આદિ કારણ બને છે. કોઈને ચારિન્દ્રિયની પ્રબળતા હોય છે. તે કોઈ પણ વસ્તુને અથવા શત્રુ મિત્રાદિને દૂરથી જ સ્પષ્ટ જોઈ લે છે. કોઈને શ્રોબેન્દ્રિયની પ્રબળતા હોય તો તે એકદમ ધીરા અવાજને પણ સહેલાઈથી સાંભળી શકે છે. જેની ધ્રાણેન્દ્રિય તીવ્ર હોય તે પરોક્ષમાં રહેલી ગંધના સહારે વસ્તુને ઓળખી લે છે. કીડી આદિ અનેક તેઈન્દ્રિય જીવો પોતાની તીવ્ર ધાણેન્દ્રિય દ્વારા દૂર રહેલા ખાદ્યપદાર્થને શોધી લે છે. સુંધીને જ અસલી નકલી પદાર્થોની ઓળખાણ થઈ શખે છે. માણસ જીભ વડે ચાખીને ખાદ્યપદાર્થોનું મૂલ્ય કરી શકે છે તેમજ તેમાં રહેલા ગુણ-દોષોને ઓળખી લે છે. નેત્રહીન વ્યક્તિ લખેલા અક્ષરોને પોતાની તીવ્ર સ્પર્શેન્દ્રિય વડે સ્પર્શ કરીને વાંચી સંભળાવે છે. એવી જ રીતે નોઈન્દ્રિય અર્થાત્ મનની તીવ્ર શક્તિ વડે કોઈ વ્યક્તિ ભવિષ્યમાં થનારી ઘટના અને તેના શુભાશુભ પરિણામને બતાવી શકે છે. આ બધું જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના વિશિષ્ટ ક્ષયોપશમનું અદ્ભુત ફળ છે. મતિજ્ઞાન પાંચ ઈન્દ્રિય અને છઠ્ઠા મનના માધ્યમથી ઉત્પન્ન થાય છે. આ છે ભેદને અર્થાવગ્રહ, ઈહા, અવાય અને ધારણાની સાથે જોડવાથી ચોવીસ ભેદ થાય છે. ચહ્ન અને મનને છોડીને ચાર ઈન્દ્રિયો દ્વારા વ્યંજનાવગ્રહ થાય છે. ઉપર બતાવેલ ચોવીસ ભેદમાં આ ચાર ભેદ મેળવવાથી અઠ્ઠયાવીસ ભેદ થાય છે અને એ અઢયાવીસને બાર બાર ભેદથી ગુણાકાર કસ્યાથી ત્રણસોને છમીસ ભેદ થાય છે. મતિજ્ઞાનના આ ત્રણસોને છત્રીસ ભેદ પણ સ્થલ દૃષ્ટિથી સમજવાના છે. જો સૂમર્દષ્ટિથી સમજીએ તો મતિજ્ઞાનના અનંત ભેદ બને છે. • સૂત્ર-૧૨૧ - તે અભિનિબોધિક-મતિજ્ઞાન સંક્ષેપથી ચાર પ્રકારે કહ્યું છે. જેમકે – દ્રવ્યથી, ફોગથી, કાળથી અને ભાવથી. (૧) દ્રવ્યથી મતિજ્ઞાની સામાન્ય રૂપે સર્વ દ્રવ્યોને જાણે છે પણ દેખે નહીં. () ક્ષેત્રથી મતિજ્ઞાની સામાન્ય રૂપે સર્વ ક્ષેત્રને ભણે છે પણ દેખે નહીં. (૩) કાળથી મતિજ્ઞાની સામાન્ય રૂપે ત્રણે કાળને જાણે છે પણ દેખે નહીં. (૪) ભાવથી મતિજ્ઞાની સામાન્ય રૂપે સર્વ ભાવોને જાણે છે પણ દેખે નહીં. • વિવેચન-૧૨૧ : આ સૂત્રમાં લોકમાં રહેલ સમસ્ત જીવોની અપેક્ષાએ મતિજ્ઞાનના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી જાન્યતમ અને ઉત્કૃષ્ટ વિષય બતાવ્યો છે. જે સૂઝથી જ સ્પષ્ટ છે. દ્રવ્યથી આભિનિબોધિક જ્ઞાની સામાન્ય રૂપે સર્વ દ્રવ્યને જાણે પરંતુ દેખતો નથી. - ઉમા :- અહીં આદેશ શબ્દનો અર્થ છે પ્રકાર. ચૂર્ણિમાં કહ્યું છે કે માસી ત્તિ પર આ શબ્દપ્રયોગ અનેક સૂત્રોના જુદા જુદા પ્રસંગોથી થયેલ છે. બધી જગ્યાએ આનો ભાવાર્થ એ જ છે કે એક પ્રકારથી, એક અપેક્ષાથી અથવા સામાન્યરૂપથી અહીં એ જ ભાવાર્થ અપેક્ષિત છે. માટે મતિજ્ઞાાની સામાન્ય પ્રકારે ૧૬૮ “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન ધમસ્તિકાય આદિ સર્વ દ્રવ્યને જાણે છે અને કંઈક વિશેષ રૂપે પણ જાણે છે એમ સમજવું પરંતુ અવધિજ્ઞાની કે કેવળજ્ઞાનીની જેમ પ્રત્યક્ષ કે સર્વ રીતે અને સર્વ અપેક્ષા મતિજ્ઞાની જાણે નહિ તે માટે સૂત્રમાં આપણે જે શબ્દનો પ્રયોગ કરેલ છે. આદેશનો એક અર્થ શ્રત પણ થાય છે. જો તેનો અર્થ ગ્રુત કરીએ તો અહીં શંકા થાય છે કે શ્રુતના આદેશથી દ્રવ્યનું જે જ્ઞાન ઉત્પન્ન થાય તે શ્રુતજ્ઞાન થયું પરંતુ અહીં મતિજ્ઞાનનું પ્રકરણ છે આ શંકાનું સમાધાન એ છે – ધૃતનિશ્રિત મહિને પણ મતિજ્ઞાન બતાવેલ છે. આ વિષયમાં ભાષ્યકાર બતાવે છે - - શ્રુતજ્ઞાન દ્વારા જાણેલ પદાર્થોમાં તત્કાળ શ્રુતનું અનુસરણ કર્યા વિના, કેવળ તેની વાસનાથી મતિજ્ઞાન હોય છે માટે તેને મતિજ્ઞાન જ જાણવું, શ્રુતજ્ઞાન નહીં. આ પ્રકારે દ્રવ્ય, હોમ, કાળ અને ભાવથી મતિજ્ઞાની અપેક્ષાએ સર્વ દ્રવ્યોને જાણે છે. • સૂત્ર-૧૨૨ થી ૧૨૮ : [૧] આભિનિભોધિક મતિજ્ઞાનના સંક્ષેપમાં અવગ્રહ, ઈહા, વાય અને ધારણા એ ચR ભેદ ક્રમથી બતાવ્યા છે. [૧૩] ઈન્દ્રિય વિષયોને ગ્રહણ કરવામાં અવગ્રહ મતિજ્ઞાન થાય છે. તે ગ્રહણ કરેલ વિષયમાં સમીક્ષા કરવાથી ઈહા મતિજ્ઞાન થાય છે. તે વિષયમાં નિર્ણય થવો તે અવાય મતિજ્ઞાન છે અને તે નિર્ણયરૂપ અવાય મતિજ્ઞાનને મૃતિના રૂપમાં ધારણ કરવું, તે ધારણા કહેવાય છે. [૧૨૪] અવગ્રહ જ્ઞાનનું કાળ પરિમાણ એક સમયનું છે. ઈહા અને વાય જ્ઞાનનું કાળપરિણામ અંતમુહૂર્ત છે તથા ધારણાનું કાળ પરિમાણ સંખ્યાત કાળ અથવા અસંખ્યાત કાળ પતિ છે એમ જાણવું આથતિ ધારણાનો ઉcકૃષ્ટ કાળ અસંખ્ય વનો છે. [૧૫] એન્દ્રિયની સાથે સૃષ્ટ થવા પર જ શબ્દ સાંભળી શકાય છે પરંતુ નેત્ર રૂપને ઋષ્ટ કર્યા વગર જ દેખે છે. કારણ કે ચક્ષુરિન્દ્રિય અપાયકારી છે. ઘાણ, રસન અને સ્પશન ઈન્દ્રિયો દ્વારા બદ્ધ અને ધૃષ્ટ થયેલા ગંધ, રસ અને સ્પર્શના યુગલો જ જાણવામાં આવે છે. એમ કહેવું જોઈએ. [૧ર૬) વક્તા દ્વારા તાયેલ ભાષા રૂમ પુદ્ગલ-સમૂહની સમશ્રેણિમાં સ્થિત શ્રોતા જે શબ્દ સાંભળે છે તે નિયમથી અન્ય શબ્દ દ્રવ્યોથી મિશ્રિત જ સાંભળે છે. વિશ્રેણિમાં સ્થિત શ્રોતા નિયમથી પરાઘાત થયેલ શબદને જ સાંભળે છે. [૧] (૧) dહા-સદર્શ પયલોચનરૂપ (૨) આપોહ-નિશ્ચયાત્મક જ્ઞાનસમીu (3) વિમશ-વિચારણા (૪) માણા-અવયધર્મ વિધાનરૂપ વિચારણા (૫) ગવેષણા-વ્યતિરેક ધર્મનિરાકરણરૂપ વિચારણા (૬) સંજ્ઞા () સ્મૃતિ (૮) મતિ (૯) પ્રજ્ઞા એ દરેક આભિનિબોધિક મતિજ્ઞાનના પાયયિવાચી નામ છે. [૧ર૮] અભિનિબોધિક જ્ઞાનરૂપ પરોક્ષજ્ઞાનનું વર્ણન પૂર્ણ થયું. આ રીતે મતિજ્ઞાનનું વર્ણન સંપૂર્ણ થયું.
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy