SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ સૂગ-૧૧૧ ૧પપ ભેદ થાય છે. અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા. તે આ પ્રમાણે - (૧) અર્વાદ :- જે જ્ઞાન નામ, જાતિ, વિશેષ્ય, વિશેષણ આદિ વિશેષતાથી રહિત હોય, માત્ર સામાન્યને જ જાણે તેને અવગ્રહ કહેવાય છે. કોઈપણ ઈન્દ્રિય કે મનનો સંબંધ પોતાના વિષયભૂત પદાર્થ સાથે થવા પર ‘માત્ર કંઈક છે એવો અસ્તિત્વ રૂપ બોધ થવો તે અવગ્રહ છે. અવગ્રહ થયા પછી ઈહા વગેરે થાય છે. જૈન આગમમાં બે ઉપયોગ બતાવેલ છે - (૧) સાકાર ઉપયોગ (૨) અનાકાર ઉપયોગ. બીજા શબ્દોમાં એને જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ પણ કહેવાય છે. અહીં જ્ઞાનોપયોગનું વર્ણન કરેલ છે તેથી તેના પર્વભાવી દર્શનોપયોગનો પણ ઉલ્લેખ કરેલ છે. જ્ઞાનની આ ધારા ઉત્તરોત્તર વિશેષ તરફ ઝુકતી રહે છે. (૨) ન પ્રમાણનય તેવલોકમાં કહ્યું – અવગ્રહથી જાણેલ પદાર્થને વિશેષ જાણવાની જિજ્ઞાસાને ઈહા કહેવાય છે. ભાણકારે ઈહાની પરિભાષા કરતા સમયે કહ્યું છે - અવગ્રહમાં સતુ અને અસત્ બન્નેચી અતીત સામાન્ય માગને ગ્રહણ કરાય છે. પરંતુ સદ્ભત અર્ચની પલોયનારૂપ ચેટાને “ઈહા' કહેવાય છે. (3) ૩ વાવ :- નિશ્ચયાત્મક અથવા નિર્ણયાત્મક જ્ઞાનને અવાય કહેવાય છે. પ્રમાણનય તેવલોકમાં અવાયની વ્યાખ્યા કરેલ છે – “ વોપનિયોડથાય:'' ઈહા દ્વારા જાણેલ પદાર્થનો વિશેષ રૂપે નિર્ણય કરવામાં આવે તેને અવાય કહેવાય છે. અવાય, નિશ્ચય અને નિર્ણય એ બધા તેના પર્યાયવાચી નામ છે. અવાયને ‘અપાય' પણ કહેવાય છે. (૪) ધારUTI :- નિણિત અને ધારણ કરવો તેને જ ધારણા કહેવાય છે. પ્રમાણનય તેવલોકમાં કહ્યું છે – વાય જ્ઞાન જ્યારે અત્યંત દૈa થઈ જાય છે ત્યારે તેને ધારણા કહેવાય છે. નિશ્ચય થોડા કાળ સુધી સ્થિર રહે છે. પછી વિષયાંતરમાં ઉપયોગ ચાલ્યો જવાથી તે લુપ્ત થઈ જાય છે. પરંતુ તેનાથી એવા સંસ્કાર પડી જાય છે કે જેના કારણે ભવિષ્યમાં કદાચ કોઈ યોગ્ય નિમિત મળી જવા પર નિશ્ચિત કરેલ તે વિષયનું સ્મરણ થઈ જાય છે. તેને પણ ધારણા કહેવયા છે. ધારણા પ્રણ પ્રકારની છે - (૧) અવિસ્મૃતિ- અવાયમાં લાગેલ ઉપયોગથી ચુત ન થાય તેને અવિસ્મૃતિ કહેવાય છે. તે અવિસ્મૃતિ ધારણાનો કાળ વધારેમાં વધારે એક અંતર્મુહર્તાનો હોય છે. છાસ્થનો કોઈ પણ ઉપયોગ અંતર્મુહૂર્તતી અધિક સમય સુધી સ્થિર રહેતો નથી. (૨) અવિસ્મૃતિથી ઉત્પન્ન થયેલ સંસ્કારને વાસના કહેવાય છે. એ સંસ્કાર સંખ્યાત વર્ષના આયુષ્યવાનને સંખ્યાતકાળ સુધી ટકી રહે છે અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાનને અસંખ્યાત કાળ સુધી ટકી રહે છે. (3) સ્મૃતિ – કાલાંતરમાં કોઈ પદાર્થને જોવાથી અથવા કોઈ અન્ય નિમિત્ત વડે સંસ્કાર જાગૃત થવાથી જે જ્ઞાન ઉત્પન્ન થાય તેને સ્મૃતિ કહેવાય છે. કૃતનિશ્રિત મતિજ્ઞાનના એ ચાર પ્રકાર ક્રમથી જ હોય છે. અવગ્રહ વિના ઈહા ન થાય, ઈહા વિના અવાય ન થાય અને અવાયના અભાવમાં ધારણા ન થઈ શકે. ૧૫૬ “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન સ્કૂલ દૃષ્ટિએ અવગ્રહ ઈહાની પ્રવૃત્તિ ન પણ થાય તરત જ અવાય થઈ જાય છે. જેમકે હંમેશની અભ્યસ્ત અને પરિચિત વસ્તુઓને જોતા જ નિર્ણય થઈ જાય છે કે આ અમુક વસ્તુ છે. અભ્યસ્ત અને પ્રત્યક્ષ રહેલી વસ્તુઓમાં પૂર્વધારણાના આધારે શરૂથી વાય થઈ જાય કારણ કે તેની પહેલાં ધારણા થઈ ગયેલ છે. સૂમ દષ્ટિથી તો અવગ્રહ, ઈહા, અવાય, ધારણા એ ચારે ય ક્રમપૂર્વક થાય છે. પરંતુ અભ્યતને જલ્દી થઈ જાય છે એવી ધારણા છે. ટીકાકારે પણ એ જ ધારણાને પુષ્ટ કરેલ છે. • સૂઝ-૧૧૨ :પ્રશ્ન :- અવગ્રહ કેટલા પ્રકારનો છે ? ઉત્તર :- અવગ્રહ બે પ્રકારનો છે - (૧) અથવિગ્રહ (૨) વ્યંજનાવગ્રહ. • વિવેચન-૧૧૨ - અથવગ્રહ – વસ્તુને અર્થ કહેવાય છે. વસ્તુ અને દ્રવ્ય એ બન્ને પર્યાયવાચી શબ્દ છે, જેમાં સામાન્ય અને વિશેષ બન્ને ધર્મ રહે તેને દ્રવ્ય કહેવાય છે. વિગ્રહ, ઈહા, અવાય અને ધારણા, એ ચાર સંપૂર્ણ દ્રવ્ય ગ્રાહી થતાં નથી. એ પ્રાયઃ પર્યાયોને જ ગ્રહણ કરે છે. પર્યાયથી અનંત ધર્માત્મક વસ્તુનું ગ્રહણ સ્વતઃ થઈ જાય છે. દ્રવ્યના એક અંશને પર્યાય કહેવામાં આવે છે. જ્યાં સુધી આત્મા કર્મોથી આવૃત છે ત્યાં સુધી તેને ઈન્દ્રિય અને મનના માધ્યમથી બાહ્ય પદાર્થોનું જ્ઞાન થાય છે. ઔદાસ્કિ, વૈક્રિય અને આહારક શરીરના અંગોપાંગ નામકર્મના ઉદયથી દ્રવ્ય ઈન્દ્રિયો પ્રાપ્ત થાય છે તેમજ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મોના ક્ષયોપશમથી ભાવેન્દ્રિય પ્રાપ્ત થાય છે. દૂબેન્દ્રિય વિના ભાવેન્દ્રિય અકિંચિકર છે અને ભાવેન્દ્રિય વિના દ્રવ્યેન્દ્રિય પણ અકિંચિકર છે એટલે કંઈ કરવા સમર્થ ન થાય. માટે જે જે જીવોને જેટલી જેટલી ઈન્દ્રિયો મળી છે તે તેના દ્વારા તેટલું તેટલું જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. જેમકે - કેન્દ્રિય જીવને કેવળ સ્પર્શેન્દ્રિય દ્વારા અગવિગ્રહ અને વ્યંજનાવગ્રહ થાય છે. અવિમહાપટકમી હોય છે અને વ્યંજનાવગ્રહ મંક્રમી હોય છે. અવિયહ અભ્યાસથી. અને વિશેષ ફાયોપશમથી હોય છે અને વ્યંજનાવગ્રહ અભ્યાસ વિના ક્ષયોપશમની મંદતામાં હોય છે. અર્થાવગ્રહ વડે અતિ અા સમયમાં જ વસ્તુની પર્યાયને ગ્રહણ કરી શકાય છે પરંતુ વ્યંજનાવગ્રહમાં “આ કંઈક છે” એટલું જ જ્ઞાન થાય છે. જો કે સૂત્રમાં પ્રથમ અથવગ્રહ અને પછી વ્યંજનાવગ્રહનો નિર્દેશ કરેલ છે પરંતુ તેની ઉત્પત્તિનો ક્રમ તેનાથી વિપરીત છે અર્થાતુ પહેલા વ્યંજનાવગ્રહને પછી અર્થાવગ્રહ ઉત્પન્ન થાય છે. મનનેતિ ચં ના'' અથવા**ચ તે નિ ચં નનમ્'' જેના દ્વારા વ્યકત કરી શકાય અર્થાત્ જે વ્યક્ત છે તેને વ્યંજન કહેવાય છે. આ વ્યુત્પત્તિના અનુસાર વ્યંજનના ત્રણ અર્થ ફલિત થાય છે - (૧) ઉપકરણેન્દ્રિય (૨) ઉપકરણેન્દ્રિય અને તેનો પોતાના ગ્રાહ્ય વિષયની સાથે સંયોગ (3) વ્યક્ત થનાર શબ્દાદિ વિષય. સર્વપ્રથમ દર્શનોપયોગ થાય છે ત્યારબાદ વ્યંજનાવગ્રહ થાય છે. તેનો કાળ
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy