SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૦૬ થી ૧૧૦ ૧૫૧ ઉત્પન્ન થયો. આ ઉદાહરણ ચંડકૌશિક સર્પની પારિણામિકી બુદ્ધિનું છે. (૨૦) ગેંડો - એક ગામમાં એક માણસે યુવાવસ્થામાં શ્રાવકના વ્રતોને ધારણ કર્યા પરંતુ તે સમ્યક્ પ્રકારે વ્રતોનું પાલન ન કરી શક્યો. અમુક સમય બાદ તે રોગગ્રસ્ત બની ગયો. ભયંકર બીમારીના કારણે ભંગ કરેલા વ્રતોની તે આલોચના ન કરી શક્યો. એ જ દર્દમાં તેનું મૃત્યુ થયું. ધર્મથી પતિત થવાના કારણે એક જંગલમાં તે ગેંડા રૂપે ઉત્પન્ન થયો. પોતાના કર પરિણામના કારણે તે જંગલી જનાવરોને અને આવતાં જાતાં મનુષ્યને પણ મારી નાંખતો હતો. એક વાર જૈન મુનિઓ એ ગલમાંથી વિહાર કરીને જઈ રહ્યા હતા. ગુંડાએ જેવા એ મુનિને દેખ્યા કે તરત જ ક્રોધથી ધમધમાયમાન થઈને મુનિઓને મારવા માટે દોડ્યો. પરંતુ મુનિઓના તપ, વ્રત અને અહિંસા આદિ ધર્મના પ્રભાવે ગેંડો ત્યાં સુધી પહોંચી શક્યો નહીં અને પોતાના કાર્યમાં તે સફળ રહ્યો. ગેંડો વિચારવા લાગ્યો - આજ સુધીમાં હું દરેક કાર્યમાં સફળ જ થયો છું. આજે હું શા માટે અસફળ થયો ? તેનું કારણ તે શોધવા લાગ્યો. ધીરે ધીરે તેનો ક્રોધ શાંત પડ્યો અને તેને જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. જ્ઞાનના પ્રભાવે તેણે પોતાનો પૂર્વભવ જોયો. પોતે કરેલા વ્રતોનો ભંગ જાણીને તેણે ખૂબ જ પશ્ચાતાપ કર્યો અને એ જ સમયે તેણે અનશનuતનો સ્વીકાર કર્યો. આયુષ્ય પૂર્ણ કરીને તે દેવલોકમાં ઉત્પન્ન થયો. આ તેની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે. | (૨૧) સૂપ-ભેદન :- રાજા કુણિક અને વિહલ્લકુમાર બન્ને રાજા શ્રેણિકના જ પુત્રો હતા. શ્રેણિકે પોતાના જીવનકાળમાં જ સેયનક હાથી અને હાર બો વિહલકુમારને આપી દીધા હતા અને કુણિક રાજા બની ગયો હતો. વિહલ્લકુમાર પ્રતિદિન પોતાની રાણીઓની સાથે હાથી પર બેસીને જળક્રીડા કરવા માટે ગંગાનદીના કિનારા પર જતા હતા. હાથી રાણીઓને પોતાની સૂંઢ વડે ઉપાડીને વિવિધ પ્રકારે તેને મનોરંજન કરાવતો હતો. વિહલ્લકુમાર તથા તેની રાણીઓની મનોરંજક ક્રીડાઓ જોઈને નગરજનો તેની ખૂબ પ્રશંસા કરતા હતા અને કહેતા હતા કે રાજ્ય લક્ષ્મીનો સાચો ઉપભોગ તો વિકલ્લકુમાર જ કરે છે. રાજા કણિકની રાણી પદમાવતીના મનમાં આ બધી વાતો સાંભળીને ઈર્ષ્યા થતી હતી. તે વિચારતી હતી કે મહારાણી હું છું છતાં મારા કરતા સવિશેષ સુખ વિહલકુમારની રાણીઓ ભોગવે છે. એક દિવસ પદ્માવતીએ પોતાના પતિદેવ રાજા કણિકને કહ્યું, જો સેચનક હાથી અને હાર મારી પાસે ન હોય તો હું મહારાણી કેવી રીતે કહેવડાવી શકું ? મારે એ બન્ને વસ્તુ જોઈએ છે.” કુણિકે પહેલા તો પડાવતીની વાત પર ધ્યાન આપ્યું નહીં. પરંતુ રાણીના અતિ આગ્રહથી કુણિકે વિહલ્લકુમારને કહ્યું - તું મને હાથી અને હાર આપી દે. વિહલ્લકુમારે કહ્યું – “જો આપ હાથી અને હાર લેવા ઈચ્છતા હો તો મારા ભાગનો રાજ્યનો હિસ્સો મને આપી દો.” કણિક એ બાબતે તૈયાર ન થયો પણ હાથી અને હાર વિહલકુમાર પાસેથી પરણે લઈ લેવાનો તેણે નિશ્ચય કર્યો. વિહલ્લકુમારને જાણવા મળ્યું કે કુષિકરાજ મારી ૧૫ર “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન પાસેથી હાથી અને હાર પડાવી લેશે, માટે મારે અહીં રહેવું નથી. એમ વિચારીને તે પોતાની રાણીઓ સાથે હાથી અને હાર લઈને પોતાના નાના (દાદા) ચેડા રાજાની પાસે વિશાલા નગરીમાં ચાલ્યો ગયો. રાજા કુણિકને આ વાતની ખબર પડી. તેથી તેને ખૂબ જ ક્રોધ આવ્યો અને ચેડા રાજાને તેણે એક દૂત દ્વારા સંદેશો મોકલ્યો - રાજ્યની શ્રેષ્ઠ વસ્તુઓ રાજાની જ હોય છે. માટે હાથી અને હાર સાથે વિહલ્લકુમારને આપ અહીં મોકલી આપો નહિતર યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. કુણિકનો સંદેશો ચેડા રાજાને દૂત દ્વારા મળ્યો. તેનો જવાબ ચેડા રાજાએ આવનાર દૂત દ્વારા કહેવડાવ્યો - જેવી રીતે રાજા શ્રેણિક અને ચેલણાનો પુત્ર કુણિક મારો દોહિત્ર છે. એવી જ રીતે વિહલ્લકુમાર પણ મારો દોહિત્ર છે. વિહલકુમારને શ્રેણિક રાજાએ પોતાની હયાતીમાં જ પોતાના હાથે એ બે ચીજ આપેલ છે માટે એ બે ચીજનો અધિકાર એનો છે. તો પણ કુણિક આ બે ચીજ વિહલ્લકુમાર પાસેથી પડાવી લેવા માંગતો હોય તો તું તારા રાજાને કહેજે- પહેલા એ વિહલ્લકુમારને અધુ રાજ્ય આપી દે અથવા યુદ્ધ કરવા માટે હું પણ તૈયાર છું. ચેડા રાજાનો સંદેશો દૂતે ત્યાં જઈને કુણિક રાજાને અથ થી ઈતિ સુધી સંભળાવી દીધો. સંદેશ સાંભળીને કુણિકને બહુ ક્રોધ આવ્યો. તેણે યુદ્ધ કરવાનો નિશ્ચય કરી લીધો. પોતાના અન્ય ભાઈઓની સાથે વિશાળ સૈન્યદળ લઈને તે વિશાલા નગરી પર ચડાઈ કરવા માટે સ્વાના થયો. ચેડા રાજાએ પણ કેટલાક અન્ય ગણ-રાજાઓને સાથે લઈને કુણિકનો સામનો કરવા માટે યુદ્ધના મેદાન તરફ પ્રયાણ કર્યું. બો પક્ષો વચ્ચે ભીષણ યુદ્ધ થયું અને લાખો માણસોનો સંહાર થયો. એ યુદ્ધમાં ચેડા રાજા પરાજિત થયા. તે પાછા ફરીને વિશાલા નગરીમાં આવી ગયા. એ નગરીની ચારે તરફ વિશાળ કિલ્લાની સંગ હતી. તેમાં જેટલા દરવાજા હતા તે બધા બંધ કરાવી દીધા. કુણિકે કિલ્લાને ચારે બાજુથી તોડવાની કોશિષ કરી પણ સફળતા ન મળી. એટલામાં આકાશવાણી થઈ, “જો કૂળવાલક સાધુ માગધિકા વેશ્યાની સાથે રમણ કરશે તો કુણિક વિશાલા નગરીનો કોટ તોડીને તેના પર પોતાનો અધિકાર જમાવી શકશે.” કુણિક આકાશવાણી સાંભળીને આશ્ચર્યચકિત બની ગયો. તેને આકાશવાણી પર વિશ્વાસ બેસી ગયો. તેણે એ જ સમયે માગધિકા ગણિકાને પોતાની પાસે લઈ આવવા માટે રાજસેવકોને દોડાવ્યા. તેઓ માનધિકા વેશ્યા પાસે ગયા અને કહ્યું - મહારાજ આપને બોલાવે છે, માગધિકા વેશ્યા તરત જ રાજા પાસે આવી ગઈ. રાજાએ માગધિકાને કહ્યું – તારે એક કામ કરવાનું છે. કૂળવાલક સાધુને તારે ચલિત કરીને મારી પાસે લઈ આવવા. માગધિકાએ રાજાની આજ્ઞા શિરોધાર્ય કરી અને ત્યાંથી તેણી કૂળવાલક મુનિની શોધમાં નીકળી ગઈ. કૂળવાલક એક મહાક્રોધી અને દુષ્ટ સાધુ હતો. જ્યારે તે પોતાના ગુરુની સાથે રહેતો હતો ત્યારે ગુરુની હિતકારી શિક્ષાનો પણ ઉલટો સાથે કરીને તેના પર
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy