SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૯૭ થી ૧૦૦ સાફ કરી. પછી મહાશિલાની ચારે બાજુ દિવાલો ચણી દીધી. આમ કરવાથી મહાશિલા તે મંડપની છત બની ગઈ. ૯૩ ત્યારબાદ ગ્રામીણ લોકો રાજાની પાસે ગયા અને નિવેદન કયું – મહારાજ ! આપશ્રીએ અમોને આજ્ઞા કરી હતી તે પ્રમાણે અમે મહાશિલાને ત્યાંથી હટાવ્યા વગર જ મંડપ તૈયાર કરેલ છે, તો પછી આપશ્રી કૃપા કરીને તેનું નિરીક્ષણ કરવા માટે પધારો. રાજાએ સ્વયં આવીને મંડપને જોયો કે તરત જ તેનું મન ખુશ થઈ ગયું. પછી રાજાએ તેઓને પૂછયું. આ રીતે મંડપ બનાવવાનો ઉપાય તમને કોણે બતાવ્યો ? ગ્રામીણ લોકોએ એકી અવાજે કહ્યું – મહારાજાધિરાજ ! આ ઉપાય અમને ભરતનટના નાનકડા બાળક રોહકે બતાવ્યો. તેની બુદ્ધિનો આ ચમત્કાર છે. તેની બુદ્ધિથી અમે આપની આજ્ઞાનું પાલન કરી શક્યા છીએ. રોહકની હાજર જવાબી બુદ્ધિ તેમજ તેની સૂઝબૂઝ યુક્ત મતિ જોઈને રાજા અતિ સંતુષ્ટ થયા. રોહક રાજાની એક પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ ગયો. રાજા પ્રસન્ન થતાં થતાં પોતાના ગામ તરફ રવાના થયા. (૩) ઘેંટુ :- રાજાએ બીજીવાર રોહકની પરીક્ષા કરવા માટે તે ગ્રામીણ લોકોની પાસે એક ઘેટું મોકલ્યું અને સાથે કહેવડાવ્યું કે પંદર દિવસ પછી આ ઘેટાને રાજા પાસે મોકલી દેજો. પણ હા, રાજાની એક શરત છે, આ ઘેટાનું અત્યારે જેટલું વજન છે એટલું જ રહેવું જોઈએ, એક પખવાડીયામાં વધવું પણ ન જોઈએ અને ઘટવું પણ ન જોઈએ. જેમ છે એમ જ પાછું સોંપી દેજો. રાજાની ઉપર્યુક્ત આજ્ઞા મળતા ગ્રામીણ લોકો ચિંતાતુર બની ગયા. લોકોએ વિચાર્યુ કે જો એને સારું ખવડાવશું તો પંદર દિવસમાં આ ઘેટાનું વજન વધી જશે અને જો એને ભૂખ્યું રાખશું તો એક પક્ષમાં તેનું વજન ઘટી જશે. આ વિકટ સમસ્યાને ઉકેલવા માટે તેઓએ ભરતના પુત્ર રોહકને બોલાવ્યો અને રાજાની ઘેટા વિષેની જે આજ્ઞા હતી તે રોહકને તેઓએ અથ થી ઈતિ સુધી કહી સંભળાવી. સેહકે પોતાની તીક્ષ્ણ બુદ્ધિથી એવો માર્ગ કાઢ્યો કે એક પક્ષમાં તો શું? અનેક પક્ષ સુધી રાજા આ ઘેટાને અહીં રાખે તો પણ વજન વધે પણ નહીં અને ઘટે પણ નહીં. અત્યારે તેનું વજન જેટલું છે એટલું જ રહેશે. રોહકે ગ્રામીણ લોકોને કહ્યું – આ રાજાનું ઘેટું છે માટે પ્રતિદિન તેને સારું સારું ખવડાવો અને તેની સામે જ બંધ પાંજરામાં એક વાઘને રાખો. સારું સારું ખાવાથી ઘેટાનું વજન વધી જશે પણ વાઘના ભયથી ફરી તેનું વજન ઘટી જશે અને જેમ છે તેમ જ રહેશે. ગ્રામીણ લોકો રોહકના કહેવા મુજબ ઘેટાને સારું સારું ખવડાવવા લાગ્યા અને તેઓએ તેની સામે એક વાઘ પૂરેલ બંધ પાંજરુ રાખી દીધું. ભોજનની પર્યાપ્ત માત્રાથી તથા વાઘના ભયથી ઘેટાનું વજન વધ્યું પણ નહીં અને ઘટયું પણ નહીં. એક પક્ષ વ્યતીત થયા બાદ ગ્રામીણ લોકોએ પેલા ઘેટાને રાજાને સોંપી દીધો. રાજાએ એ ઘેટાનું વજન કરાવ્યું તો જેટલું હતું એટલું જ થયું. રાજા આ વખતે પણ રોહકની ચતુરાઈ જોઈને બહુ ખુશ થયા. “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન (૪) કૂકડો :- થોડા દિવસ પછી રાજાએ રોહકની ઔત્પાતિક બુદ્ધિની પરીક્ષા કરવા માટે તે ગ્રામીણ લોકોની પાસે એક નાનાકડા કૂકડાને મોકલ્યો અને સાથે કહેવડાવ્યું કે આ કૂકડાને બીજા કૂકડાની સાથે નહીં પણ એકલો જ રાખીને લડી સકે એવો લડાયક બનાવીને પછી અહીં મોકલી દેજો. ୧୪ રાજાની આ આજ્ઞા સાંભળીને ગ્રામીણ લોકો મૂંઝાયા અને તેઓ રોહકની પાસે ગયા અને રાજાની આજ્ઞા વિષેની વાત કહી સંભળાવી. ગ્રામીણ લોકોએ કહ્યું – રોહક, એકલો કૂકડો કોઈ દિવસ લડતા શીખે નહીં. હવે કરવું શું ? રોહકે કહ્યું તમે કોઈ મૂંઝાશો નહીં, એનો ઉપાય હું હમણાં જ બતાવું છું. એમ કહીને તેણે ગ્રામીણજનોને કહ્યું કે તમે એક મોટો અને મજબૂત અરીસો મંગાવીને, આ કૂકડાને તે અરીસાની સામે રાખો એટલે તે ધીરે ધીરે લડતા શીખી જશે. ગ્રામીણવાસીઓએ રોહકના કહેવા મુજબ દિવસમાં ચાર પાંચ વાર કૂકડાને પ્રતિદિન અરીસાની સામે રાખતા. કૂકડો પોતાનું પ્રતિબિંબ જોઈને તેને પોતાનો પ્રતિદ્વંદ્વી સમજીને ધીરે ધીરે તેની સાથે લડવા માટે પ્રયત્ન કરવા લાગ્યો. થોડા દિવસોમાં કૂકડો પોતાના પ્રતિબિંબની સાથે લડાઈ કરતા શીખી ગયો. થોડા દિવસો બાદ ગ્રામીણ લોકોએ તે કૂકડાને રાજાને સોંપી દીધો અને આ કૂકડો એકલો લડી શકે છે તેની વિગત બતાવી. રાજા એકલા કૂકડાને અરીસા સાથે લડતો જોઈ ખૂબ જ ખુશ થયા અને રોહકની બુદ્ધિ પર અતિ પ્રસન્ન થયા. (૫) તલ :- અન્ય કેટલાક દિવસો પછી ફરી રાજાને રોહકની બુદ્ધિની પરીક્ષા કરવાનું મન થયું. રોહકના ગામના લોકોને રાજાએ પોતાના દરબારમાં બોલાવ્યા અને કહ્યું – તમારી સામે જ તલનો ઢગલો છે તેને ગણ્યા વગર બતાવો કે આ ઢગલામાં કેટલા તલ છે ? અને સંખ્યા બતાવવામાં બહુ વિલંબ નહીં કરવાનો. રાજાની વાત સાંભળીને ગ્રામીણ લોકો કિંકર્તવ્યમૂઢ બનીને રોહકની પાસે આવ્યા અને રાજાની આજ્ઞા વિષેનો સર્વ વૃતાંત કહી સંભળાવ્યો. રોહકે કહ્યું – તમે રાજાની પાસે જઈને કહો – રાજન્ ! અમે ગણિત શાસ્ત્રી તો નથી છતાં આપની આજ્ઞા શિરોમાન્ય કરીને આ મહારાશિમાં તલની સંખ્યા કેટલી છે તે અમે આપને ઉપમા દ્વારા બતાવીશું. આ ઉજ્જયિની નગરીની ઉપર આકાશમાં જેટલા તારા છે એટલી જ સંખ્યા આ ઢગલામાં તલોની છે. ગ્રામીણજનો હર્યાન્વિત થઈને રાજાની પાસે ગયા અને ત્યાં જઈને રોહકના કહેવા મુજબ તલ વિષે બધી વાત કહી સંભળાવી. રાજાજી રોહકની બુદ્ધિ જોઈને મનમાં અતિ ખુશ થયા. (૬) વાલુકા :- કોઈ એક દિવસ રાજાએ ફરી રોહકની પરીક્ષા કરવા માટે ગ્રામીણ લોકોને આદેશ આપ્યો કે તમારા ગામની આસપાસ બહુ કિંમતી રેતી છે તેનું એક દોરડું બનાવીને મોકલો. બિચારા નટ લોકો ગભરાયા કે રેતીનું દોરડું વણી કેમ શકાય? તેઓ રોહકની પાસે ગયા અને રાજાનો આદેશ કહી સંભળાવ્યો. રોહકે ગ્રામીણવાસીઓને
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy