SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯ સૂત્ર૯૫,૬૬ સંતોષ થઈ જાય, સુંદર પ્રભાવ પડે, રાજ્યમાં સન્માન મળે અને બુદ્ધિમાનોના પૂજય બની જાય, એવી બુદ્ધિને ઔત્પાતિકી બુદ્ધિ કહેવાય છે. (૨) વૈનાયિકી :- માતાપિતા, ગુરુ, આચાર્ય આદિની વિનય ભક્તિ કરવાથી, ઉત્પન્ન થનાર બુદ્ધિને વૈયિકી બુદ્ધિ કહેવાય છે. (૩) કર્મજા - શિ, હુન્નર, કલા, નિરંતર અભ્યાસ અને વિવિધ પ્રકારનાં કાર્યો કરવાથી જે બુદ્ધિ ઉત્પન્ન થાય તે કર્મના બુદ્ધિ કહેવાય છે. (૪) પારિણામિકી - ચિરકાળ સુધી પૂવપિર પર્યાલોચનથી પરિપક્વ ઉંમરના અનુભવથી જે બુદ્ધિ ઉત્પન્ન થાય તેને પરિણામિકી બુદ્ધિ કહેવાય છે. શાસ્ત્રકારોએ અશ્રુનિશ્રિત મતિજ્ઞાનનું ઉક્ત ચાર પ્રકારની બુદ્ધિ દ્વારા વર્ણન કરેલ છે, બુદ્ધિ આ ચાર પ્રકારની જ હોય છે. પાંચમો ભેદ હોતો નથી. • સૂત્ર-૬૭ થી ૧૦૦ - [] જે બુદ્ધિ વડે પૂર્વે નહિ સાંભળેલ, નહિ દેખેલ અને નહિ જાણેલ પદાર્થના કે dવના વિષયમાં તકાળ વિશુદ્ધ ભાવને ગ્રહણ કરનારી અને બાધારહિત સુંદર પરિણામવાળી બુદ્ધિ પાતિકી બુદ્ધિ કહેવાય છે. [] (૧) ભરત (૨) શિલા (૩) ઘેટું (૪) કૂકડો (૫) તલ (૬) રેતી () હાથી (૮) કૂવો (૯) વનખંડ (૧૦) ખીર (૧૧) અતિગ (૧૨) પાંદડા (૧૩) ખિસકોલી (૧૪) પાંચ પિતા. [] (૧) ભરતશિલ () કાકડી (પ્રતિજ્ઞા, શરત) (૩) વૃક્ષ (૪) વીંટી (૫) વય (૬) કાકીડો (2) કાગડા (૮) શૌચ (મલપરીu) (૯) હાથી (૧૦) ભાંડ (૧૧) ગોળી (૧ર) થાંભલો (૧૩) પરિવ્રાજક (૧૪) માર્ગ (૧૫) શ્રી (૧૬) પતિ ૧) પુત્ર [૧oo] (૧૮) મધુછમ (૧) મુદ્દાઓ (૨૦) વાંસળી (ર૧) પૈસાની થેલી (૨૨) ભિક્ષુ (૨૩) ચેટકનિધાન (૨૪) શિક્ષા-ધનુર્વેદ (૫) અર્થશાસ્ત્રા-નીતિશાસ્ત્ર (૨૬) ઈચ્છામુજબ (૨૭) સતસહસ (લાખ). આ ઔત્પાતિકી બુદ્ધિના ષ્ટાંતો છે. • વિવેચન-૯૭ થી ૧૦૦ - અહીં ત્રણ ગાયાનો સંબંધ સાથે છે. પહેલી ગાથામાં ભરતપુત્ર સેહકની બુદ્ધિની ચૌદ કથાઓ છે. પછીની બે ગાથાઓમાં તે ચૌદને એક ‘ભરહ-સિલ” શબ્દથી કહીને બીજી છવીસ કથાઓનું સંકેતનામ કહેલ છે. આમ કુલ ૪૦ દૃષ્ટાંતો થાય છે. જે વ્યક્તિ કોઈ પણ મૂંઝવણનો ઉકેલ અને ગંભીર પ્રશ્નનું સમાધાન તકાળ કરી દે છે, તે વ્યક્તિ ઔત્પાતિકી બુદ્ધિવાળો કહેવાય છે. આ બુદ્ધિશાળી વ્યક્તિ ક્યારે ય નહિ જાણેલ, ક્યારે ય નહિ જોયેલ નહિ સાંભળેલ અને ક્યારે ય ના વિચારેલ વિષયમાં પણ તકાળ ઉકેલ કાઢી, સમાધાન આપી શકે છે. આ બુદ્ધિથી અશક્ય કે દુ:શક્ય લાગતાં કાર્યો પણ બહુ ઝડપથી સફળ થઈ જાય છે. એકાઈક સરીખા લાગતા આ શબ્દોના ભાવમાં કંઈક અંતર હોય છે અને “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન વ્યવહારમાં આ શબ્દો પર્યાયવાચી શબ્દના રૂપમાં વપરાતા જોવાય છે. વર્તમાનમાં આવા અનેક ટાંતો જોવા મળે છે, જે ઔત્પાતિકી, વૈનાયિકી, કર્યા અને પરિણામિકી બદ્ધિથી સંબંધિત હોય છે પરંતુ અહીં સત્રગત દૈટાંતોનો જ ઉલ્લેખ કરવામાં આવે છે. ગાથાઓમાં તે દેટાંતોના સંકેતરૂપે માત્ર નામ જ કહેલ છે. તેને જ વ્યાખ્યામાં સ્પષ્ટ કરેલ છે. તે આ પ્રમાણે છે – (૧) ભરત:- ઉજ્જયિની નગરીની નિકટ એક નટલોકોનું ગામ હતું. તેમાં ભરત નામનો એક નટ રહેતો હતો. તેની ધર્મપત્નીનું કોઈ અસાધ્ય રોગથી મૃત્યુ થયું. તેને એક રોહક નામનો દીકરો હતો. તે બહુ જ નાનો હતો. તેથી ભરતનો પોતાની અને રોહકની સંભાળ માટે બીજુ લગ્ન કર્યું. રોહક નાનો હોવા છતાં કુદરતી રીતે બુદ્ધિમાન તથા પુણ્યવાન હતો. રોહકની વિમાતા દુષ્ટ સ્વભાવની હતી. તે સેહક પર પ્યાર રાખતી ન હતી. વારંવાર ચિડાયા કરતી હતી. એક દિવસ મેહકે તેની વિમાતાને કહ્યું - માતાજી ! આપ મારી સાથે પ્રેમથી વાત કેમ કરતા નથી ? રોહકના એ શબ્દો સાંભળીને વિમાતાં સળગી ઉઠી અને ક્રોધાવેશમાં આવીને બોલી – દુષ્ટ ! નાના મોઢે મોટી વાત કરે છે ? જા, તારાથી થાય એ કરી લે, મારે તારી કોઈ જરૂર નથી. એમ કહીને વિમાતા પોતાના કાર્યમાં લાગી ગઈ. રોહકે વિમાતાના કડવા શબ્દો સાંભળીને તેનો બદલો લેવાનો નિર્ણય કર્યો અને સમયની રાહ જોવા લાગ્યો. થોડા દિવસ બાદ રોહક પોતાના પિતા પાસે બે સૂતો હતો. અર્ધી સતના અચાનક તેની નિદ્રા ઊડી ગઈ. જાણીને તે કહેવા લાગ્યો - પિતાજી ! પિતાજી ! અહીંથી કોઈ અન્ય પુરુષ દોડીને જઈ રહ્યો છે. બાળકની આ વાત સાંભળીને ભરતનટે વિચાર્યું કે મારી આ પત્ની સદાયારિણી લાગતી નથી. પરિણામ એ આવ્યું કે ભરતનટ પોતાની પત્નીથી વિરુદ્ધ થઈ ગયો. તેની સાથે વાર્તાલાપ પણ બંધ કર્યો અને રાત્રે રોહકને લઈને બીજા રૂમમાં સૂવાનું તેણે શરૂ કર્યું. - પતિની રીતભાત જોઈને રોહકની વિમાતા સમજી ગઈ કે કોઈ પણ કારણે રોહકે પોતાના પિતાને મારી વિરુદ્ધ કાન ભંભેરણી કરી છે. હવે રોહકને અનુકૂળ થયા વગર મારા પતિદેવ સંતુષ્ટ નહીં થાય, પતિ ષ્ટ રહેવાથી મારું જીવન નિસ્ય બની જશે. એમ વિચારીને તેણીએ રોહકને પ્રેમથી બોલાવ્યો અને કહ્યું – બેટા! મારી ભૂલ થઈ ગઈ. હું આજથી ભવિષ્યમાં ક્યારે ય પણ તારી સાથે ખરાબ વ્યવહાર નહીં કરું. હંમેશાં હું તારી સાથે પ્રેમથી વાત કરીશ. એમ વિશ્વાસ પમાડતાં રોહક સંતુષ્ટ થઈ ગયો. રોહકનો ક્રોધ શાંત થઈ ગયો. તે પોતાના પિતાનો ભ્રમ દૂર કરવા માટે અવસરની રાહ જોવા લાગ્યો. એક વખત ચાંદની રાત હતી. અર્ધ સતના તે પોતાના પિતાને પોતાની આંગળીનો પડછાયો દેખાડીને કહેવા લાગ્યો, પિતાજી ! જુઓ તે પુરુષ ભાગી રહ્યો છે. ભરતનટે વિચાર્યું જે પુરુષ મારા ઘરમાં આવે છે તે જઈ રહ્યો લાગે છે એમ વિચારીને તેણે મ્યાનમાંથી તલવાર કાઢી અને કહ્યું - રોહક કયાં છે
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy