SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૮૨ ૬૯ પ્રસ્તુત સૂત્રમાં ટીકાકાર આચાર્ય મલયગિરિએ લખ્યું છે કે મનઃપર્યવજ્ઞાન મનરૂપ પરિણત પુદ્ગલ સ્કંધોને પ્રત્યક્ષ જાણે છે અને મન દ્વારા ચિંતિત બાહ્ય પદાર્થોને અથવા મનન કરનારને અનુમાનથી ‘પાસરૂ’” દેખે છે. ભાષ્યકાર અને ચૂર્ણિકારનો પણ મત છે કે આ ‘'પાસ$'' શબ્દનો પ્રયોગ આ અપેક્ષાથી કરેલ છે. ટીકાકારે બીજી રીતે પણ સમાધાન કર્યું છે – વિશિષ્ટતર મનોદ્રવ્યોની પર્યાયોને જાણવાની અપેક્ષાએ '' નાળફ'' શબ્દનો પ્રયોગ કરેલ છે અને સામાન્ય મનોદ્રવ્યોને જાણવાની અપેક્ષાએ ‘‘પાસŞ'' શબ્દનો પ્રયોગ કરેલ છે. મનઃ પર્યવજ્ઞાનનો વિષય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ સમજાવવામાં આવ્યો છે. (૧) દ્રવ્યથી :- મન:પર્યવજ્ઞાની મનોવર્ગણાના અનંતપ્રદેશી સંધોથી નિર્મિત (બનેલ) સંજ્ઞી જીવોના મનની પર્યાયોને અને તેના દ્વારા ચિંતનીય દ્રવ્ય અર્થાત્ વસ્તુને સ્પષ્ટરૂપે જાણે છે અને દેખે છે. તે ચાહે મનુષ્ય, તિર્યંચ કે દેવ હોય. તેઓના મનની શું શું પર્યાય છે ? કોણ કઈ કઈ વસ્તુઓનું ચિંતન કરે છે? ઈત્યાદિ ઉપયોગપૂર્વક તે સર્વને જાણે છે અને દેખે છે. (૨) ક્ષેત્રથી :- લોકના મધ્યભાગમાં અવસ્થિત આકાશના આઠ રૂચક પ્રદેશ છે. જ્યાંથી છ દિશા અને ચાર વિદિશા પ્રવૃત્ત થાય છે, જેમકે – પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉપર અને નીચે એ છ દિશા કહેવાય છે. આગ્નેય, નૈઋત્ય, વાયવ્ય અને ઈશાન એ ચાર વિદિશા કહેવાય છે. માનુષોત્તર પર્વત કુંડલાકારે છે તેની અંતર્ગત અઢીદ્વીપ અને બે સમુદ્ર છે, તેને સમયક્ષેત્ર પણ કહેવાય છે. તેની લંબાઈ પહોળાઈ ૪૫ લાખ જોજનની છે. મનઃપર્યવજ્ઞાની સમયક્ષેત્રમાં રહેનાર સમનસ્ક જીવોના મનની પર્યાયોને જાણે છે અને દેખે છે. તેમજ ઊંચી દિશામાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્રાદિમાં રહેનારા દેવોનાં અને ભદ્રશાલવનમાં રહેનારા સંજ્ઞી જીવોનાં મનની પર્યાયોને પણ પ્રત્યક્ષ જાણે અને દેખે છે, નીચે પુકલાવતી વિજયના અંતર્ગત ગામ નગરોમાં રહેનારા સંજ્ઞી મનુષ્યો અને તિર્યંચોના મનોગત ભાવોને પણ સારી રીતે જાણે છે. મનની પર્યાય જ મનઃ પર્યવજ્ઞાનનો વિષય છે. (૩) કાળથી :- મન:પર્યવજ્ઞાની કેવળ વર્તમાનને જાણે એમ નહીં પરંતુ અતીતકાળમાં પલ્યોપમના અસંખ્યાતમાં કાળપર્યંત જાણે, એટલું જ નહીં ભવિષ્યકાળને પણ જાણે અર્થાત્ મનની જે જે પર્યાયોને થયા પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ થઈ ગયો છે અને પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા કાળ સુધી જે મનની ભવિષ્યકાળની પર્યાયો થશે તેને પણ મન:પર્યવ જ્ઞાની સારી રીતે જાણે છે અને દેખે છે. (૪) ભાવથી :- મન:પર્યવજ્ઞાનનું જેટલું ક્ષેત્ર બતાવ્યું છે તેની અંતર્ગત જે સમનસ્ક જીવ છે, તે સંખ્યાત જ છે. પર્યાયોને મનઃપર્યવજ્ઞાની જ પ્રત્યક્ષ રૂપે જાણે છે અને દેખે છે. પરંતુ મનમાં જે વસ્તુનું ચિંતન થઈ રહ્યું હોય તેમાં રહેલ વર્ણ, ગંધ, રસ અને સાર્થ તેમજ તે વસ્તુની લંબાઈ, પહોળાઈ, ગોળાકાર, ત્રિકોણ આદિ કોઈ પણ પ્રકારના સંસ્થાનને જાણે તેને ભાવ કહેવાય છે. જે વ્યક્તિનું મન ઔદયિકભાવ, “નંદી” ચૂલિકાસૂમ - સાનુવાદ વિવેચન વૈભાવિકભાવ અને વૈકાસ્કિભાવથી વિવિધ પ્રકારના આકાર, પ્રકાર, વિવિધ રંગ વિરંગ ધારણ કરે છે તે દરેકને મનની પર્યાય કહેવાય છે તે અનંત હોય છે. તેને મન:પર્યવજ્ઞાની સ્પષ્ટ રૂપે જાણે અને દેખે છે. અહીં એક શંકા ઉત્પન્ન થાય છે કે અવધિજ્ઞાનનો વિષય રૂપી છે. એમ મન:પર્યવજ્ઞાનનો વિષય પણ રૂપી છે તો પછી અવધિજ્ઞાની, મનઃપવિજ્ઞાનની જેમ મનને તથા મનની પર્યાયોને કેમ જાણી શકતા નથી ? 90 સમાધાન – અવધિજ્ઞાની મનને અને મનની પર્યાયોને જાણી શકે છે પરંતુ તેમાં રહેલ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને જાણી શકતા નથી. જે મનોવૈજ્ઞાનિક અનુમાનથી બીજાના મનોગત ભાવોને જાણે છે એ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો વિષય છે, મનઃપર્યવજ્ઞાનનો નહીં. મનોવૈજ્ઞાનિક સામે રહેલ વ્યક્તિના હાવ ભાવ ઉપરથી તેના મનની વાત જાણે છે પણ મનઃપર્યવજ્ઞાની દૂર દેશમાં રહેલ, પર્વત પર કે નિકટ દિવાલની અંદર ગમે તે સ્થળે સંજ્ઞી જીવો હોય તેના મનની પર્યાયોને જાણી શકે છે. ઋજુમતિ અને વિપુલમતિમાં અંતર ઃ ઋજુમતી કરતા વિપુલમતિ મનઃપર્યવજ્ઞાનીનું જ્ઞાન વિપુલ અને વિશુદ્ધતર હોય છે. બીજું વિપુલમતી મનઃપર્યવજ્ઞાન પ્રતિપાતી છે અર્થાત્ આવ્યા પછી પૂરા ભવ સુધી રહે છે. જ્યારે ઋજુમતિ ક્યારેક નષ્ટ પણ થઈ શકે છે અને તે જીવ કોઈ પણ ગતિમાં ચાલ્યો જાય છે, અનંત ભવભ્રમણ કરી શકે છે. વિપુલમતી નિયમા આરાધક હોય છે. વૈમાનિક દેવગતિમાં જ જાય છે. અપ્રતિપાતીનો મતલબ છે આખા ભવમાં સ્થિર રહેનાર જ્ઞાન. જેમ કે દેવતા, નાકીમાં અપ્રતિપાતી અવધિજ્ઞાન હોય છે. મન:પર્યવજ્ઞાની જ્યારે ઉપયોગ લગાવે છે ત્યારે સાકાર ઉપયોગ જ હોય છે અનાકાર નહીં. તે સાકાર ઉપયોગના બે પ્રકાર બતાવ્યા છે. સામાન્ય અને વિશેષ. આ બન્ને ભેદ ઋજુમતિ અને વિપુલમતિમાં પણ હોય છે. અહીં સામાન્યનો અર્થ વિશિષ્ટ છે અને વિશેષનો અર્થ વિશિષ્ટતર છે. મનઃપર્યવજ્ઞાનમાં જાણવાની અને જોવાની બન્ને ક્રિયા હોય છે. અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનમાં અંતર : (૧) અવધિજ્ઞાનની અપેક્ષા મન:પર્યવજ્ઞાન અધિક વિશુદ્ધ હોય છે. (૨) અવધિજ્ઞાનનું વિષય ક્ષેત્ર ત્રણે ય લોક છે ત્યારે મનઃ પર્યવજ્ઞાનનું વિષય ક્ષેત્ર કેવળ અઢીદ્વીપ જ છે. (૩) અવધિજ્ઞાનના સ્વામી ચારે ગતિના જીવો હોય છે ત્યારે મનઃપર્યવજ્ઞાનના સ્વામી લબ્ધિસંપન્ન સંયમી જ હોઈ શકે છે. (૪) અવધિજ્ઞાનનો વિષય અમુક પર્યાય સહિત સમસ્ત રૂપી દ્રવ્ય છે ત્યારે મન:પર્યવજ્ઞાનનો વિષય પર્યાપ્ત સંજ્ઞી જીવોના માનસિક સંકલ્પ વિકલ્પ જ છે. જે અવધિજ્ઞાનની અપેક્ષાએ અનંતમો ભાગ છે. (૫) અવધિજ્ઞાન મિથ્યાત્વના ઉદયથી વિભંગજ્ઞાનના રૂપે પણ પરિણત થઈ
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy